Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad News : ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત, કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. હાલ...
ahmedabad news   ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગોઝારો અકસ્માત  કોન્સ્ટેબલ સહિત 10 નાં મોત
Advertisement

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 જેટલા લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અક્સ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડના જવાનનું પણ મોત થયું છે. મૃતકોમાં બોટાદ અને સુરેન્દ્રનગરના યુવકો સામેલ છે. હાલ પોલીસ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ગઈકાલે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરની પાછળ કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. તે દરમિયાન કર્ણાવતી ક્લબ પાસે પૂર ઝડપે આવતી જેગુઆર કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. ત્યાં રહેલા સ્થાનિકોનું કહેવું છે કે કાર ખૂબ સ્પીડમાં હતી આશરે 160 થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી.

Advertisement

Advertisement

અકસ્માત બાદ રસ્તા પર ચારે તરફ લોહીના ખાબોચિયા ભરાયા હતા. પોલીસ ઇજાગ્રસ્તોની મદદમાં હતી તે દરમિયાન વરસાદ શરૂ થઈ ગયો હતો અને રસ્તા પર લોહી ફેલાઈ રહ્યું હતું જે ખૂબ જ બિહામણું દ્રશ્ય હતું. તેનાથી વધુ ગંભીર સ્થિતિ સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળી જ્યાં મૃતકોના સ્વજનો કરૂણ આક્રંદ કરી રહ્યા છે.

10 લોકોના કરૂણ મૃત્યુ

આ ભયાનક અકસ્માતમાં પોલીસ કોન્સ્ટેબલ સહિત 10 લોકોના મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મૃતકોના નામ
  • નિરવ - ચાંદલોડિયા
  • અક્ષય ચાવડા - બોટાદ
  • રોનક વિહલપરા - બોટાદ
  • ધર્મેન્દ્ર સિંહ (પોલીસ કોન્સ્ટેબલ)
  • કૃણાલ કોડિયા - બોટાદ
  • અમન કચ્છી -સુરેન્દ્રનગર
  • અરમાન વઢવાનિયા - સુરેન્દ્રનગ
  • નિલેશ ખટિક ઉંમર 38 વર્ષીય (હોમગાર્ડ)

આ પણ વાંચો : Himmatnagar News : કોંગ્રેસ નેતા અને બિલ્ડર અશોક પટેલની દાદાગીરી, અનેક નોટિસો છતાં બાંધકામ બંધ ન કરાતા લેખિતમાં ફરિયાદ નોંધાઈ

Tags :
Advertisement

.

×