ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Missing Indore Couple : સોનમ-રાજા મામલે ગાઇડે કર્યા ખુલાસા, આવ્યુ નવુ અપડેટ

ઇન્દોરનું રહેવાસી એક કપલ ગુમ થવાનો મામલો વરરાજાનો મૃતદેહ મળશે અને પત્નિ ગુમ શિલોંગ પોલીસને એક મહત્વનો પુરાવા મળ્યા Missing Indore Couple : મધ્યપ્રદેશના ઇન્દોરનું રહેવાસી એક કપલ (Indore couple missing case)ભારે આશા અને અરમાન સાથે હનીમુન માટે શિલોંગ...
03:36 PM Jun 07, 2025 IST | Hiren Dave
ઇન્દોરનું રહેવાસી એક કપલ ગુમ થવાનો મામલો વરરાજાનો મૃતદેહ મળશે અને પત્નિ ગુમ શિલોંગ પોલીસને એક મહત્વનો પુરાવા મળ્યા Missing Indore Couple : મધ્યપ્રદેશના ઇન્દોરનું રહેવાસી એક કપલ (Indore couple missing case)ભારે આશા અને અરમાન સાથે હનીમુન માટે શિલોંગ...
investigation demand Indore couple case

Missing Indore Couple : મધ્યપ્રદેશના ઇન્દોરનું રહેવાસી એક કપલ (Indore couple missing case)ભારે આશા અને અરમાન સાથે હનીમુન માટે શિલોંગ પહોચ્યા હતા. આ નવ દંપતીએ સ્વપનામાં પણ નહી વિચાર્યુ હોય કે તેમની સાથે કંઇ એવુ થશે કે તેમાંથી અરમાન ભરેલા વરરાજાનો મૃતદેહ મળશે અને પત્નિ ગુમ થઇ જશે. રાજા રધુવંશી અને સોનમ રધુવંશીની હનીમૂન મિસ્ટ્રી વણ ઉકેલાયેલી રહી છે. પોલીસ આ મામલે દીવસ રાત એક કરીને તપાસ કરી રહી છે. પરિવારના લોકોના આંખોના આંસુ સુકાતા નથી.

શિલોંગ પોલીસને એક મહત્વનો પુરાવો મળ્યા

પરિવાર જનોની એક જ માગ છે કે હત્યારાઓને છોડવામાં ન આવે તેમને ભયંકરમાં ભયંકર સજા આપવામાં આવે. શિલોંગ પોલીસને એક મહત્વનો પુરાવો મળ્યો છે અને આશા સેવાઇ રહી છે કે ગુમ થયેલી સોનમ રધુવંશીની જલ્દી ભાળ મળી જાય. આ તમામ વચ્ચે એક નવા સમાચાર સામે આવ્યા છે. સોનમ અને રાજાને 3 પર્યટકો સાથે નોંગ્રિયાટ ગામથી પરત આવતા જોયા હતા. આ વાતની જાણકારી માવલખિયાત ગામના એક ટૂરિસ્ટના ગાઇડ આલ્બર્ટ પીડીએ આપી છે.

આ  પણ  વાંચો -મહારાષ્ટ્ર ચૂંટણીમાં 'મેચ ફિક્સિંગ' નો આરોપ મુકતા રાહુલ ગાંધી, ભાજપે કર્યો પલટવાર

23મેની સવારે દેખાયા હતા સોનમ અને રાજા

સોનમ અને રાજા 23મેની સવારે દેખાયા હતા. પોલીસે CCTV પણ મેળવ્યા છે જેમાં સોનમ અને રાજા એક હોટલની સામે સ્કુટરથી ઉતરતા દેખાય છે. માવલખિયાત ગામના એક ટૂરિસ્ટના ગાઇડે જાણકારી આપી હતી તે આ બંનેને બીજા 3 મુસાફરો સાથે જોયા હતા.

આ  પણ  વાંચો -EPFO : Tatpar પોર્ટલનું નવું વર્ઝન 2.0 લોન્ચ કરાયું, જાણી લો નવા અપડેટ્સ વિશે વિગતવાર

ઇન્દોર કપલ સાથે 3 યુવકો હતા

ગાઇડ આલ્બર્ટે જણાવ્યુ કે સવારે 7 વાગ્યે ગામની પાસે જોયા હતા ત્યારબાદ 10 વાગ્યે નોંગ્રિયાટથી પરત ફરતા સોનમ અને રાજાને જોઇ શકાય છે. તેઓ ટ્રેક પાસે ચાલી રહ્યા હતા. રાજા સાથે 3 યુવકો ચાલી રહ્યા હતા. જ્યારે સોનમ પાછળ ચાલી રહી હતી. આ રીતે આ તમામ લોકોએ અડધો રસ્તો પાર કરી લીધો હતો.

હિન્દીમાં વાત કરી રહ્યા હતા

ગાઇડ આલ્બર્ટે જણાવ્યુ કે આ લોકો હિન્દીમાં એકબીજા સાથે વાત કરતા હતા. ગાઇડને હિન્દી ફાવતુ નહોતુ આથી તેની વાત સમજમાં આવી નહતી. જો કે આ લોકો જે રીતે એકબીજા સાથે વાત કરતા હતા લાગતુ હતુ કે એકબીજાને ખુબ સારી રીતે ઓળખતા હતા.

Tags :
CBI investigation demand Indore couple caseHuman trafficking suspicion MeghalayaIndore couple honeymoon gone wrongIndore couple missing caseIndore couple murder mysteryIndore couple mysterious disappearanceRaja and Sonam missing in ShillongRaja Raghuwanshi murder caseShillong murder case of Indore coupleSonam missing in Meghalaya
Next Article