Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Mission Ready, કોઇ પણ સમયે, કોઇ પણ જગ્યાએ', ભારતીય નૌસેનાએ આપ્યા મોટા સંકેત

ભારતીય નેવીનો સીધો અને સાફ, સચોટ મેસેજ નેવીએ લખ્યું #MissionReady નેવીએ X પર પોસ્ટ કર્યું #AnytimeAnywhereAnyhow ભારતની વૉરશીપ સાથે નેવીનો આક્રમક સંદેશ પાવર ઓફ યુનિટી, પ્રેઝન્સ વીથ પર્પઝ ભારતીય નેવીએ હવે પાકિસ્તાનને આપ્યો મોટો સંદેશ પાકિસ્તાનને ભારતીય નેવીએ સૌથી...
 mission ready  કોઇ પણ સમયે  કોઇ પણ જગ્યાએ   ભારતીય નૌસેનાએ આપ્યા મોટા સંકેત
Advertisement
  • ભારતીય નેવીનો સીધો અને સાફ, સચોટ મેસેજ
  • નેવીએ લખ્યું #MissionReady
  • નેવીએ X પર પોસ્ટ કર્યું #AnytimeAnywhereAnyhow
  • ભારતની વૉરશીપ સાથે નેવીનો આક્રમક સંદેશ
  • પાવર ઓફ યુનિટી, પ્રેઝન્સ વીથ પર્પઝ
  • ભારતીય નેવીએ હવે પાકિસ્તાનને આપ્યો મોટો સંદેશ
  • પાકિસ્તાનને ભારતીય નેવીએ સૌથી મોટો સંદેશ

Pahalgam Attack: ભારતીય નૌસેનાની એક પોસ્ટ વાયરલ થઇ રહી છે. આ વાયરલ પોસ્ટમાં નૌસેનાએ કહ્યુ કે Mission Ready, Anytime, Anywherem AnyHow. કેટલાક દિવસ પહેલા પહેલગામ હુમલામાં 26 પ્રવાસીઓના મોત બાદ ભારતીય નૌસેનાની આ પોસ્ટ વાયરલ થઇ છે. પહેલગામ હુમલા બાદ ભારત સરકાર (BorderSecurity)એક્શન મોડમાં આવી ગઇ છે અને ત્રણેય સેનાને એલર્ટ પર રાખી છે. આ વચ્ચે ભારતીય નૌસેનાએ આ પોસ્ટ કરી છે.

નૌસેનાએ બતાવી દીધો પોતાનો ઇરાદો

પોતાની પોસ્ટમાં નૌસેનાએ લખ્યુ કે Power in Unity;Presence with Purpose. આ સાથે જ ઇન્ડિયન નેવીએ કેટલાક એવા ટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે જે બતાવી રહ્યાં છે કે નૌસેના દરેક મિશન માટે તૈયાર છે. નૌસેનાએ લખ્યુ કે Mission Ready, Anytime, Anywhere,AnyHow. આ સિવાય ઇન્ડિયન આર્મી અને એરફોર્સ તરફથી આવી પોસ્ટ સામે આવી છે. આ કારણે સોશિયલ મીડિયા પર અટકળોનું બજાર ગરમ છે. કહેવામાં આવે છે કે ભારત સર્જિકલ અને એરસ્ટ્રાઇક બાદ હવે નૌસેના તરફથી કોઇ સ્ટ્રાઇક કરવામાં આવશે?ભારત સરકાર અને ત્રણેય સેનાઓ વચ્ચે સતત બેઠક થઇ રહી છે. ખુદ PM મોદી તેની અધ્યક્ષતા કરી રહ્યાં છે. પીએમ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે એક્શન જરૂર લેવામાં આવશે. આતંકીઓને કલ્પના નહીં કરી હોય તેવી સજા આપવામાં આવશે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - Pahalgam Terror Attack : પહેલગામથી Gujarat First નો Exclusive રિપોર્ટ, જોઇને ચોંકી જશો

ભારતીય નૌકાદળનો કોઈ મુકાબલો પાકિસ્તાનનો નથી.

જો આપણે ભારતીય નૌકાદળની વાત કરીએ તો પાકિસ્તાન તેની સામે ક્યાંય નથી. આપણો નૌકાદળ પાકિસ્તાન કરતા લગભગ અઢી ગણો મોટો છે. વિમાનવાહક જહાજોની હાજરી ભારતને સમુદ્ર આધારિત હવાઈ હુમલો અને પ્રક્ષેપણ ક્ષમતાઓ આપે છે, જે પાકિસ્તાન પાસે નથી. ભારતીય નૌકાદળ પાસે 2025 માં 293 જહાજો છે, જેમાં એરક્રાફ્ટ કેરિયર્સ, સબમરીન, ડિસ્ટ્રોયર, ફ્રિગેટ્સ, કોર્વેટ્સ અને અન્ય સહાયક જહાજોનો સમાવેશ થાય છે. ભારત પાસે બે વિમાનવાહક જહાજો છે - INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત (સ્વદેશી), જે તેને પ્રાદેશિક નૌકાદળ શક્તિમાં એક ધાર આપે છે. આ ઉપરાંત, ભારત પાસે 16 પરંપરાગત સબમરીન અને 2 પરમાણુ સંચાલિત સબમરીન (INS અરિહંત અને INS અરિઘાટ) છે.

આ પણ  વાંચો - Pahalgam Terror Attack : આતંકીઓનો અંત નક્કી, સુરક્ષાદળોએ 14 આતંકીઓની યાદી કરી તૈયાર

ટેકનોલોજીમાં પણ ભારત ઘણું આગળ છે

ટેકનિકલ સ્તરે, ભારતીય નૌકાદળ પાકિસ્તાન કરતા ઘણું આગળ છે. સ્વદેશી શસ્ત્ર પ્રણાલીઓ અને પરમાણુ ક્ષમતાઓ ભારતને વ્યૂહાત્મક રીતે આગળ ધપાવે છે. ભારત પાસે આધુનિક શસ્ત્ર પ્રણાલીઓ છે, જેમ કે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલ (જેને જહાજો અને સબમરીનથી લોન્ચ કરી શકાય છે), બરાક-8 સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ, અને સ્વદેશી રીતે વિકસિત પ્રણાલીઓ. ભારતની સબમરીન (જેમ કે કલવરી-ક્લાસ) આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે, અને પરમાણુ સંચાલિત INS અરિહંત સમુદ્ર આધારિત પરમાણુ પ્રતિરોધકતા પૂરી પાડે છે. ભારતે તાજેતરમાં INS સુરતથી મધ્યમ અંતરની મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ પણ કર્યું છે.

Tags :
Advertisement

.

×