Vande Bharat ટ્રેનમાં બારી પાસે બેસવા ના મળતા ધારાસભ્ય ભડક્યા, સમર્થકોને બોલાવી મુસાફરને માર માર્યો
- વંદે ભારત ટ્રેનમાં ભાજપ ધારાસભ્યની દાદાગીરી આવી સામે
- સમર્થકોને બોલાવી મુસાફરને માર માર્યો
- પત્ની અને દીકરા સાથે કરી રહ્યા હતા મુસાફરી
Vande Bharat Express: દિલ્હીથી ભોપાલ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસના એક્ઝિક્યુટિવ કોચમાં સવાર એક મુસાફર સાથે ઝાંસી રેલવે સ્ટેશન પર 6 થી 7 લોકો દ્વારા મારપીટ કરવામાં આવી હતી. આ મારપીટમાં મુસાફર લોહીલુહાણ થઈ ગયો હતો. તેણે આરોપ લગાવ્યો કે, આ મારપીટ ભાજપ ધારાસભ્ય રાજીવ સિંહ પારીછાના ઈશારા પર કરાવવામાં આવી છે. કારણ કે, પીડિતે ધારાસભ્યના કહેવા પર સીટની અદલા-બદલી ન કરી. જેના કારણે ગુસ્સામાં આવેલા ધારાસભ્યએ પોતાના ગુંડાઓ બોલાવીને માર ખવડાવ્યો હતો.
પત્ની અને દીકરા સાથે કરી રહ્યા હતા મુસાફરી
જણાવી દઈએ કે, રાજીવ સિંહ પારીછા ઝાંસીના બબીના બેઠક પરથી ધારાસભ્ય છે. ઘટનાના દિવસે તે પણ વંદે ભારત એક્સપ્રેસમાં સવાર હતા. તેમની સાથે તેમની પત્ની અને દીકરો પણ હતા. આરોપો અનુસાર, ધારાસભ્ય એક મુસાફરની સીટ પર બેસવા ઈચ્છતા હતા અને તેને પોતાની સીટ પર બેસવાનું કહી રહ્યા હતા. જ્યારે મુસાફરે ધારાસભ્યની માંગનો ઈનકાર કર્યો તો બંને વચ્ચે વિવાદ થયો. બાદમાં ધારાસભ્યએ પોતાના માણસોને બોલાવ્યા અને મુસાફરને માર મારવામાં આવ્યો. આ મામલે જીઆરપી, આરપીએફ અને રેલવે અધિકારીઓએ ઘટનાનો સ્વીકાર કર્યો છે. વળી, ધારાસભ્ય રાજીવ સિંહે કહ્યું કે, હું લેખિતમાં મારો પક્ષ મૂકીશ. હાલ, ઝાંસી જીઆરપીમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
झांसी के बबीना से BJP विधायक राजीव सिंह पारिछा की गुंडागर्दी!
वंदे भारत एक्सप्रेस के एग्जीक्यूटिव कोच में यात्री की सीट न बदलने पर समर्थकों से कराई पिटाई, वीडियो में देखिए घायल यात्री को pic.twitter.com/VXH6bvX1X0— राहुल दीक्षित (@rahulkdixit94) June 20, 2025
આ પણ વાંચો -PM Modi Bihar visit : 'પંજા અને લાલટેને મળીને બિહારને લૂટ્યું,હવે મોદી કામ કરશે'
ધારાસભ્યએ પોતાનો પક્ષ મૂકતા શું કહ્યું?
ટ્રેન નંબર- 20172 વંદે ભારત એક્સપ્રેસમાં ઝાંસીના બબીના બેઠકના ધારાસભ્ય રાજીવ સિંહ પારીછા પોતાની પત્ની અને દીકરા સાથે દિલ્હીથી ઝાંસીની મુસાફરી કરી રહ્યા હતા. કોચમાં સીટ નંબર-8 રાજીવ સિંહ પારીછા, સીટ નંબર 50- પત્ની કમલી સિંહ, સીટ નંબર-51 દીકરો શ્રેયાંશ સિંહની હતી. આરોપ છે કે, ટ્રેન જ્યારે ઝાંસી રેલવે સ્ટેશન પહોંચી તો 6-7 લોકો ટ્રેનની અંદર ઘુસી ગયા અને આ કોચના સીટ નંબર 49 પર મુસાફરી કરી રહેલા રાજ પ્રકાશ નામના મુસાફર સાથે મારપીટ કરવા લાગ્યા. જ્યાં સુધી કોઈ કંઇ કરતું તે પહેલાં સિગ્નલ હોવાના કારણે ટ્રેન ભોપાલ માટે રવાના થઈ ગઈ.


