મોદી સરકાર ડ્રગ નેટવર્કને નિર્દયતાથી ખતમ કરી રહી છે- Amit Shah, 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવા બદલ પાઠવી શુભેચ્છા
- પોરબંદરમાં 1800 કરોડનું ડ્રગ્સ ઝડપી લેવા બદલ અમિત શાહે પાઠવી શુભેચ્છા
- મોદી સરકાર ડ્રગ નેટવર્કને નિર્દયતાથી ખતમ કરી રહી છે- Amit Shah
- સમુદ્રમાં દિલધડક ઓપરેશન પાર પાડીને ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે સફળતા મેળવી
New Delhi: આજે પોરબંદરના દરિયામાંથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે મોટું ઓપરેશન હાથ ધરીને 1800 કરોડનું ડ્રગ્સ જપ્ત કર્યુ છે. IMBL પાસે બોટમાંથી ફેંકેલુ 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ડ્રગ્સ IMBL પર છોડીને દાણચોરો ભાગી છૂટ્યા છે. ડ્રગ્સના જથ્થાને તપાસ માટે પોરબંદર લવાયો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ પાઠવી શુભેચ્છા
અમિત શાહે કહ્યું કે, મોદી સરકાર ડ્રગ નેટવર્કને નિર્દયતાથી ખતમ કરી રહી છે. ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાના સતત પ્રયાસોમાં, આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક 1800 કરોડની કિંમતના 300 કિલો માદક દ્રવ્યો જપ્ત કરીને એક મોટી સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. દરિયામાં આ કામગીરી મોદી સરકારના ડ્રગ્સની દુરૂપયોગની દુષ્ટતાને જડમૂળથી નાબૂદ કરવાના સર્વાંગી અભિગમની સફળતાનું એક ચમકતું ઉદાહરણ છે. ગૃહમંત્રીએ આ ભવ્ય સફળતા માટે ગુજરાત પોલીસ ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડને બિરદાવ્યા છે. તેમણે કહ્યું કે, મોદી સરકાર ડ્રગ્સ નેટવર્કને નિર્દયતાથી જડમૂળથી ઉખેડી રહી છે.
આ પણ વાંચોઃ Delhi પોલીસે આંતરરાજ્ય માનવ તસ્કરી કરતી ગેંગ ઝડપી
સમુદ્રમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું
પોરબંદરમાં ભારતીય કોસ્ટગાર્ડ અને ATS એ સમુદ્રમાં ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ભારતીય જળ સીમા નજીકથી 300 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. પોરબંદર કોસ્ટગાર્ડ અને ગુજરાત ATS દ્વારા 300 કિલો ડ્રગ્સની અંદાજે કિંમત 1800 કરોડ આકવામાં આવી છે. વિશ્વસનીય આંતરરાષ્ટ્રીય ઈનપુટના આધારે, ICG જહાજે રાત્રિના એક શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ICG જહાજ નજીક આવી રહ્યું હોવાની જાણ થતાં, શંકાસ્પદ બોટે IMBL તરફ ભાગવાનું શરૂ કરતા પહેલા તેનો માદક દ્રવ્યોનો જથ્થો દરિયામાં ફેંકી દીધો હતો. ICG જહાજે શંકાસ્પદ બોટનો પીછો શરૂ કરતી વખતે જપ્ત કરાયેલા માલને શોધવા માટે તાત્કાલિક તેની દરિયાઈ બોટને તૈનાત કરી હતી.
આ પણ વાંચોઃ Gujarat ATS અને Coast Guard નું મધદરિયે મોટું ઓપરેશન