Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સાંસદોએ ગાળાગાળી કરી: વકફ અંગેની જેપીસીની બેઠકમાં શાબ્દિક બોલાચાલી

Waqf Amendment Bill: વકફ માટે સંસદની સંયુક્ત સમિતીની બેઠક દરમિયાન સત્તા પક્ષ સાથે જોડાયેલા સાંસદ અને વિપક્ષી સાંસદોમાં તીખી બોલાચાલી થઇ હતી.
સાંસદોએ ગાળાગાળી કરી  વકફ અંગેની જેપીસીની બેઠકમાં શાબ્દિક બોલાચાલી
Advertisement
  • વકફ બોર્ડની પાર્લામેન્ટ્રી કમિટીની બેઠકમાં બોલાચાલી
  • વિપક્ષી અને સત્તાપક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર શાબ્દિક ટપાટપી
  • જગદમ્બિકા પાલે 10 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા હતા

Waqf Amendment Bill: વકફ માટે સંસદની સંયુક્ત સમિતીની બેઠક દરમિયાન સત્તા પક્ષ સાથે જોડાયેલા સાંસદ અને વિપક્ષી સાંસદોમાં તીખી બોલાચાલી થઇ હતી. વિપક્ષી સાંસદ સતત જગદમ્બિકા પાલના ઉપર હુમલાખોર હતા.

વકફ માટેની સંયુક્ત સમિતીની બેઠક હતી

વકફ અંગે બનાવાયેલી સંસદની સંયુક્ત સમિતીની બેઠક દરમિયાન શુક્રવારે એકવાર ફરીથી હોબાળો થયો. ચેરપર્સન જગદમ્બિકા પાલે હોબાળો કરનારા 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરી દીધા. વિપક્ષી સાંસદ સવાલ ઉઠાવી રહ્યા હતા કે આખરે આટલી ઉતાવળે બેઠક કેમ બોલાવવામાં આવી. આ દરમિયાન વિપ7ી સાંસદો અને સત્તા પક્ષ સાથે જોડાયેલા સાંસદો વચ્ચે બોલાચાલી પણ થઇ ગઇ હતી. જેપીસી અધ્યક્ષ જગદમ્બિકા પાલે કહ્યું કે, વિપક્ષી સાંસદોએ તેમની વિરુદ્ધ અસંસદીય શબ્દોનો ઉપયોગ કરતા ગાળો પણ આપી.

Advertisement

આ પણ વાંચો : જાણીતી અભિનેત્રી કિન્નર અખાડાની બનશે મહામંડલેશ્વર,સંગમમાં કરશે પિંડદાન

Advertisement

બેઠકમાં વચ્ચે બોલી રહ્યા હતા સાંસદ

જેપીસીના અધ્યક્ષ જગદમ્બિકા પાલે કહ્યું કે, અમે સદનને બે વખત સ્થગિત કરવામાં આવી. કલ્યાણ બેનર્જીએ મારી વિરુદ્ધ અસંસદીય શબ્દોનો ઉપયોગ કર્યો અને મને ગાળો આપી, હું તેમને અપીલ કરતો રહ્યો કે તે લોકોને બોલવા દે, જેમને અમે આમંત્રિત કર્યા હતા. અમે સદનને વારંવાર સ્થગિત કર્યા પરંતુ તેઓ નહોતા ઇચ્છતા કે બેઠક ચાલુ રહે. જમ્મુ કાશ્મીરથી એક પ્રતિનિધિમંડળ આવ્યું હતું, જો કે તેઓ બુમો પાડતા રહ્યા અને નારા લગાવતા રહ્યા એટલા માટે આખરે નિશિકાંત દુબેને પ્સત્તાવ રજુ કરવો પડ્યો અને તમામે આ અંગે સંમતી વ્યક્ત કરી.

વિપક્ષી સાંસદોએ શું આરોપ લગાવ્યો

વકફ અંગે બોલાવાયેલી સંયુક્ત સમિતીની બેઠક દરમિયાન સત્તા પક્ષના સાંસદ અને વિપક્ષી સાંસદો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. વિપક્ષી સાંસદ સતત ચેચપર્સન જગદમ્બિકા પાલ પર આક્રામક થઇ રહ્યા હતા. વિપક્ષી સાંસદોનો આરોપ હતો કે, ચેરપર્સન જગદમ્બિકા પાલ વિપક્ષી સાંસદોની વાત સાંભળ્યા વગર જ પોતાની મરજી અનુસાર બેઠકો બોલાવી રહ્યા છે.

આ પણ વાંચો : મધ્યપ્રદેશના આ 17 ધાર્મિક સ્થળોએ દારૂ પર પ્રતિબંધ, સીએમ યાદવે કરી જાહેરાત

વિપક્ષી સાંસદોના આરોપ

વિપક્ષી સાંસદોએ આરોપ લગાવ્યો કે પહેલા કમિટીની બેઠક 24 અને 25 તારીખે બોલાવાઇ અને ત્યાર બાદ 25 તારીખે બેઠકને સ્થગિત કરીને 27 જાન્યુઆરીએ કરી દેવામાં આવ્યા. વિપક્ષી સાંસદ સતત કમિટીના ચેરપર્સન જગદમ્બિકા પાલ પર પક્ષપાતપુર્ણ વલણનો આરોપ લગાવી રહ્યા હતા.

જગદમ્બિકા પાલ પર વિપક્ષી સાંસદોએ લગાવ્યા આરોપ

સુત્રો અનુસાર આ દરમિયાન જ્યારે ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ હસ્તક્ષેપ કર્યો ત્યાર બાદ તૃણમુલ કોંગ્રેસ સાંસદ કલ્યાણ બેનર્જી અને નિશિકાંત દુબેની વચ્ચે તીખી બોલાચાલી પણ થઇ હતી. બોલાચાલી એટલી વધી ગઇ કે ચેરપર્સનને હસ્તક્ષેપ કરવો પડ્યો. જેવો જગદમ્બિકા પાલે હસ્તક્ષેપ કર્યો વિપક્ષી સાંસદોએ તેમના પર આરોપો લગાવવાનું શરૂ કરી દીધું. ત્યાર બાદ ચેરપર્સને જગદમ્બિકા પાલે કમિટીમાં રહેલા 10 વિપક્ષી સાંસદોને એક દિવસ માટે નિલંબિદ કરી દીધા.

આ પણ વાંચો : અંપાયર સાથે ખેલાડીએ કરી બોલાચાલી, 15 મિનિટ સુધી બંન્ને વચ્ચે બબાલ, BCCI એ લગાવ્યો પ્રતિબંધ

વિપક્ષી સાંસદોના આરોપ નિરાધાર

કમિટીના ચેરપર્સન જગદમ્બિકા પાલે કહ્યું કે, વિપક્ષના આરોપો નિરાધાર છે કારણ કે કમિટીના તમામ સભ્યોને કહેવા છતા પણ મીરવાઇઝ ઉમર ફારુકીની કમિટીની સામે પોતાનો પક્ષ મુકવા માટે બોલાવાયા હતા. જગદમ્બિકા પાલે કહ્યું કે, એક તરફ વિપક્ષી સાંસદ કહે છે કે મુસ્લિમ સંગઠનોને બોલવાની તક નથી મળતે અને જ્યારે અમે તક આપી રહ્યા છે તો તેના પર આ હોબાળો કરી રહ્યા છે.

સરકારની મંશા સ્પષ્ટ છે

વિપક્ષના આરોપોને ફગાવી દેતા જગદમ્બિકા પાલે કહ્યું કે, વિપક્ષ તેમની વાત નથી સાંભળતા અને સમિતીની બેઠક ઝડપથી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. જ્યારે સરકારની મંશા સ્પષ્ટ છે કે જેટલી મહત્તમ લોકોને સાંભળી શકાય તેટલું સાંભળે. જેના કારણે આ કમિટીનો કાર્યકાળ શીતકાલીન સત્ર સુધીનો હતો. તેને વધારીને બજેટ સત્ર માટે કરવામાં આવ્યું. જેથી વિપક્ષના આરોપો નિરાધાર છે.

આ પણ વાંચો : Shreyas Iyer: ખેલાડી સાથે અમ્પાયરની લડાઇ, આઉટ થયા પછી પણ મેદાનમા રહ્યો!

આગામી બજેટ સત્રમાં સદનમાં રજુ થશે જેપીસી રિપોર્ટ

જો કે સુત્ર આવાતની તરફ ઇશારો કરી રહ્યા છે કે, ઝડપથી વકફ બિલ અંગે બનાવાયેલી સંસદીય સમિતીની બેઠક પોતાનું કામકાજ પૂર્ણ કરશે અને પોતાની ફાઇનલ રિપોર્ટ આગામી બજેટ સત્ર દરમિયાન સદન સામે રજુ કરશે.

આ પણ વાંચો : 76th Republic Day : દિલ્હીમાં મહેર સમાજની દીકરીઓ 'ભાતીગળ રાસ' રજૂ કરી ગુજરાતનું ગૌરવ વધારશે

Tags :
Advertisement

.

×