Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Mumbai Crime : મુંબઈ એરપોર્ટ પર 63 કરોડના ડ્રગ્સ સાથે ભેજાબાજ મહિલા ઝડપાઇ

મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ ગેરકાયદેસર રીતે મહિલા પેસેન્જરની ધરપકડ કરી ઓરિયો બિસ્કીટ અને ચોકલેટના ડબ્બાઓમાં ડ્રગ્સ મળ્યું Mumbai Crime :  DRIએ સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કતારથી ગેરકાયદેસર રીતે લાવેલા 62.6 કરોડના કોકીન સાથે...
mumbai crime   મુંબઈ એરપોર્ટ પર 63 કરોડના  ડ્રગ્સ સાથે ભેજાબાજ મહિલા ઝડપાઇ
Advertisement
  • મુંબઈ એરપોર્ટ પર ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ
  • ગેરકાયદેસર રીતે મહિલા પેસેન્જરની ધરપકડ કરી
  • ઓરિયો બિસ્કીટ અને ચોકલેટના ડબ્બાઓમાં ડ્રગ્સ મળ્યું

Mumbai Crime :  DRIએ સોમવારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કતારથી ગેરકાયદેસર રીતે લાવેલા 62.6 કરોડના કોકીન સાથે એક મહિલાની (Mumbai passenger )ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું છે કે મહિલાએ ઓરિયો બિસ્કીટ અને ચોકલેટના ડબ્બાઓમાં આ ડ્રગ્સ (DrugSmuggling)છુપાવીને રાખ્યું હતું.

મુંબઈ એરપોર્ટ પર મહિલા પેસેન્જરની ધરપકડ કરી

ડીઆરાઈના કહ્યા પ્રમાણે તેમને હાલમાં જ એક ગુપ્ત જાણકારી મળી હતી જેમાં એક ભારતીય મહિલા દોહાથી મુંબઈ આવી રહી છે અને નશીલા પદાર્થની હેરાફેરી કરી રહી છે. આ ગુપ્ત જાણકારી પર કાર્યવાહી કરતા અધિકારીઓએ સોમવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ આ મહિલા પેસેન્જરની ધરપકડ કરી હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Bihar Election : CM નીતિશ કુમારનો મોટો દાવ, યુવાનોને આકર્ષવા બમ્પર ભરતીનું એલાન!

માર્કેટમાં અંદાજીત કીંમત 62.6 કરોડ રુપિયા

એજન્સીઓએ જણાવ્યું હતું કે તેની બેગની તપાસ કરવામાં આવી તો તેમાંથી અધિકારીઓને છ ઓરિયો અને ત્રણ ચોકલેટના ડબ્બા મળ્યા, જેમાં 300 કેપ્યુલમાં કોકીન ભરેલું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે છ ઓરિયો અને ત્રણ ચોકલેટના ડબ્બા મળ્યા, જેમાં 300 કેપસ્યુલમાં કોકીન ભરેલુ હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેપ્સુલમાં ભરેલા પાવડરનું ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યું તો તે કોકીન હોવાનું જણાયું હતું, કુલ 6261 ગ્રામ કોકીન પકડાયું, જેની ગેરકાયદેસર માર્કેટમાં અંદાજીત કીંમત 62.6 કરોડ રુપિયા હોઈ શકે છે. કેન્દ્રીય એજન્સીએ જણાવ્યું હતું કે આ આરોપીની NDPS કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Cabinet Decisions: કૃષિ-ગ્રીન એનર્જીમાં કરોડો ખર્ચશે સરકાર, લેવાયા 3 મહત્વના નિર્ણયો

મહિલા પહેલા પણ હેરાફેરી માટે વિદેશ ગઈ હતી

DR આધિકારીઓ હવે આ હેરાફેરીના સ્ત્રોત, મહિલાના સંચાલક અને તેના મદદગારોની શોધખોળ કરી રહ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ મહિલા પહેલા પણ હેરાફેરી માટે વિદેશ ગઈ હતી તે અંગેની તપાસ ચાલુ છે. સુત્રોએ જણાવ્યું હતું કે તેની પાસે રિસીવરનો કોઈ સંપર્ક નહોતો. કારણકે તેને જણાવવામાં આવ્યું હું કે મુંબઈ આવ્યા બાદ તેનો સંપર્ક કરવામાં આવશે.

Tags :
Advertisement

.

×