Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકથી મોત

જમાત ઉદ દાવાએ એક નિવેદન જારી કરીને મક્કીના મૃત્યુની પુષ્ટિ કરી છે. આતંકી સંગઠનનું કહેવું છે કે, મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો.
મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડ અબ્દુલ રહેમાન મક્કીનું હાર્ટ એટેકથી મોત
Advertisement
  • મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઇન્ડનુ હાર્ટ એટેકથી મોત
  • જમાત ઉદ દાવાએ એક નિવેદન જારી કરીને મક્કીના મૃત્યુની પુષ્ટિ કરી
  • મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો
  • સારવાર માટે લાહોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
  • મક્કી સામે ટેરર ​​ફાઇનાન્સિંગનો આરોપ

હાર્ટ એટેકથી થયુ મોત

જમાત ઉદ દાવાએ એક નિવેદન જારી કરીને મક્કીના મૃત્યુની પુષ્ટિ કરી છે. આતંકી સંગઠનનું કહેવું છે કે, મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો. તેનો ડાયાબિટીસ વધી ગયો હતો અને તેને સારવાર માટે લાહોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.

મુંબઈ આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો મક્કી

મુંબઈ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ પૈકીના એક હાફિઝ અબ્દુલ રહેમાન મક્કીનું અવસાન થયું છે. શુક્રવારે તેને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું. મક્કીને જમાત-ઉદ-દાવાના કમાન્ડર હાફિઝ સઈદ સાથે ગાઢ સંબંધ હતો અને તે તેનો સાળો હતો. હાફિઝ સદાઈએ અબ્દુલ રહેમાન મક્કીને જમાત ઉદ દાવાના ડેપ્યુટી ચીફ બનાવ્યા હતા. જમાત ઉદ દાવાએ પણ એક નિવેદન જારી કરીને મક્કીના મૃત્યુની પુષ્ટિ કરી છે. આતંકી સંગઠનનું કહેવું છે કે, મક્કી છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતો. તેનો ડાયાબિટીસ વધી ગયો હતો અને તેને સારવાર માટે લાહોરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તેનું મૃત્યુ થયું.

Advertisement

આતંકવાદ માટે ફંડિંગનો આરોપ

જમાત-ઉદ-દાવાનું કહેવું છે કે, મક્કીને શુક્રવારે સવારે હાર્ટ એટેક આવ્યો અને લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું. તેની સામે કાર્યવાહી કરવા માટે ભારત તરફથી સતત માંગ કરવામાં આવી રહી હતી અને તેને સોંપવા માટે પાકિસ્તાન પાસે પણ ઘણી માંગ કરવામાં આવી હતી. આ પછી પણ પાકિસ્તાને હાફિઝ સઈદ અને તેના સાગરિતોને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખ્યુ. આ લોકો માત્ર પાકિસ્તાનમાં આતંકવાદી ગતિવિધિઓ જ નથી કરતા પરંતુ આતંકવાદ માટે ફંડિંગ પણ કરતા હતા. જો તે માત્ર દેખાડો કરવા માટે હોય તો પણ, ઘણા દબાણ પછી, પાકિસ્તાનની એન્ટી ટેરરીઝમ કોર્ટે 2020 માં અબ્દુલ રહેમાન મક્કીને 6 મહિનાની જેલની સજા સંભળાવી. મક્કી સામે ટેરર ​​ફાઇનાન્સિંગના આરોપમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો: Punjabના ભટિંડામાં હચમચાવી નાખતો માર્ગ અકસ્માત, બસ નાળામાં ખાબકતા 8નાં મોત અનેક ઘાયલ

Tags :
Advertisement

.

×