ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Allahabad High Court: સંભલની શાહી જામા મસ્જિદના સર્વે પર મુસ્લિમ પક્ષને આંચકો, હાઈકોર્ટે આપ્યો મહત્વનો નિર્ણય

સંભલના જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે રિવિઝન પિટિશન ફગાવી દીધી છે.
03:40 PM May 19, 2025 IST | MIHIR PARMAR
સંભલના જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે રિવિઝન પિટિશન ફગાવી દીધી છે.
Allahabad High Court gujarat first

Sambhal Survey Case: સંભલના જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે રિવિઝન પિટિશન ફગાવી દીધી છે. હાઈકોર્ટના નિર્ણયથી સર્વેનો રસ્તો સાફ થઈ ગયો છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેંચે અલ્હાબાદ હાઈકોર્ટમાં આ ચુકાદો આપ્યો છે.

હાઈકોર્ટના નિર્ણયથી સર્વેનો માર્ગ મોકળો થયો

સંભલના જામા મસ્જિદ અને હરિહર મંદિર વિવાદ કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટે રિવિઝન પિટિશન ફગાવી દીધી છે, જે મસ્જિદ ઈન્તેઝામિયા કમિટિ માટે મોટો ફટકો છે. હાઈકોર્ટના નિર્ણયથી સર્વેનો માર્ગ મોકળો થયો છે. મસ્જિદ સમિતિએ 19 નવેમ્બર, 2024 ના રોજ સિવિલ કોર્ટ દ્વારા આપવામાં આવેલા સર્વેના આદેશને પડકાર્યો હતો.

શાહી મસ્જિદના સર્વેને આખરી ઓપ

મસ્જિદ કમિટીએ હાઈકોર્ટમાં સિવિલ રિવિઝન પિટિશન દાખલ કરી હતી. હાઈકોર્ટના નિર્ણયને કારણે સંભલની શાહી મસ્જિદના સર્વેને આખરી ઓપ અપાયો છે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેંચે અલ્હાબાદ હાઈકોર્ટમાં આ ચુકાદો આપ્યો છે. હાઈકોર્ટના આ નિર્ણયથી હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે સર્વેની વધુ સુનાવણી સંભલની જિલ્લા કોર્ટમાં હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો :  Madhya Pradesh : વિજય શાહને સુપ્રીમ કોર્ટે તતડાવ્યા, વધુ તપાસ માટે SIT ની રચના

એડવોકેટ વિષ્ણુ શંકર જૈને X પર લખ્યું...

બેન્ચે મુસ્લિમ પક્ષની દલીલોને ફગાવી દીધી અને પોતાનો ચુકાદો આપ્યો. એડવોકેટ વિષ્ણુ શંકર જૈને X પર લખ્યું, સંભલ કેસમાં મસ્જિદ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી છે. એવી દલીલ કરવામાં આવી હતી કે કોર્ટ એકપક્ષીય રીતે સર્વે કમિશનરની નિમણૂક કરી શકે નહીં. સ્ટે ઉઠાવી લેવામાં આવ્યો છે.

ગયા વર્ષે 19 નવેમ્બરે ટ્રાયલ કોર્ટે સંભલ મસ્જિદના સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક કરી હતી. તે જ સમયે, મસ્જિદ સમિતિએ હાઈકોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે નીચલી અદાલતે મુસ્લિમ પક્ષને તેની દલીલો રજૂ કરવાની તક આપ્યા વિના એડવોકેટ કમિશનરની નિમણૂક કરવાનો આદેશ પસાર કર્યો હતો. મસ્જિદ કમિટીએ સર્વે ઓર્ડર પર સ્ટે મૂકવાની માંગ કરી હતી.

આ પણ વાંચો :  'આ ભુલ નથી અપરાધ છે...', રાહુલ ગાંધીએ ફરી ઉઠાવ્યા જયશંકર પર સવાલ

આ પણ વાંચો :  Maharashtra : સોલાપુરના MIDC વિસ્તારમાં ટુવાલ ફેક્ટરીમાં ભીષણ આગ, 8 લોકોના મોત

Tags :
allahabad-high-courtCourt Orders SurveyGujarat FirstHarihar Temple DisputeMasjid Temple DisputeMihir ParmarReligious Site DisputeSambhal High Court VerdictSambhal Survey CaseShahi Jama MasjidSurvey Commissioner AppointedVishnu Shankar Jain
Next Article