Nagaland : રાજ્યપાલ એલ ગણેશનનું 80 વર્ષની વયે નિધન
- Nagaland રાજ્યપાલ એલ ગણેશનનું નિધન
- એલ ગણેશન 8 ઓગસ્ટના રોજ ઘરમાં પડી ગયા હતા
- તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી
Nagaland : નાગાલેન્ડ(Nagaland)ના રાજ્યપાલ એલ ગણેશન(Governor Ganesan Passed Away)નું 80 વર્ષની વયે અવસાન થયું છે. એલ ગણેશન 8 ઓગસ્ટના રોજ તેમના ઘરમાં પડી ગયા હતા, જેના કારણે તેમને માથામાં ગંભીર ઈજા થઈ હતી. એલ ગણેશનને સારવાર માટે ચેન્નાઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે શુક્રવારે (15 ઓગસ્ટ) સાંજે અંતિમ શ્વાસ લીધા હતા.
વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તમિલનાડુના ભૂતપૂર્વ પ્રમુખ અન્નામલાઈ સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને નાગાલેન્ડના રાજ્યપાલ એલ ગણેશનના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે.
Pained by the passing of Nagaland Governor Thiru La. Ganesan Ji. He will be remembered as a devout nationalist, who dedicated his life to service and nation-building. He worked hard to expand the BJP across Tamil Nadu. He was deeply passionate about Tamil culture too. My thoughts… pic.twitter.com/E1VXtsKul3
— Narendra Modi (@narendramodi) August 15, 2025
આ પણ વાંચો -Humayun Tomb : દિલ્હીમાં હુમાયુના મકબરાનો ગુંબજ તૂટતા 5 લોકોના મોત!
તમિલ સંસ્કૃતિ સાથે પણ ઊંડો સંબંધ હતો.
વડાપ્રધાન મોદીએ X પોસ્ટમાં તેમના પરિવાર અને સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને લખ્યું છે કે તેમને એક સમર્પિત રાષ્ટ્રવાદી તરીકે યાદ કરવામાં આવશે જેમણે પોતાનું જીવન સેવા અને રાષ્ટ્ર નિર્માણ માટે સમર્પિત કર્યું હતું. તેમણે (એલ ગણેશન) તમિલનાડુમાં ભાજપના વિસ્તાર માટે સખત મહેનત કરી હતી. તેમનો તમિલ સંસ્કૃતિ સાથે પણ ઊંડો સંબંધ હતો.
આ પણ વાંચો -West Bengal: બર્ધમાનમાં ભયાનક અકસ્માત, બસ-ટ્રક ટક્કરમાં 10નાં મોત!
તમિલનાડુના ભૂતપૂર્વ પ્રમુખ દુઃખ વ્યક્ત કર્યું
તમિલનાડુના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ અન્નામલાઈએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને એલ ગણેશનના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં અન્નામલાઈએ એલ ગણેશનના અવસાનને તમિલ સમુદાય માટે એક મોટી ક્ષતિ ગણાવી છે અને તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. નોંધનીય છે કે 16 ફેબ્રુઆરી 1945ના રોજ જન્મેલા એલ ગણેશન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે પણ સંકળાયેલા હતા. તેઓ તમિલનાડુ ભાજપના સૌથી વરિષ્ઠ નેતાઓમાંના એક હતા.


