ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

NEET PG 2025: ઉમેદવારો મામલે SCનો આદેશ, એક જ શિફ્ટમાં યોજાશે પરીક્ષા

NEET PG  SC નો મોટો નિર્ણય  વિદ્યાર્થીઓ માટે સમાન અધિકાર જરુરી બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન  NEET PG 2025: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનને સુપ્રીમ કોર્ટે (supreme court)આદેશ આપ્યો છે. SCએ જણાવ્યુ છે કે, 15 જૂને એક શિફ્ટમાં NEET પરીક્ષા યોજવામાં...
06:27 PM May 30, 2025 IST | Hiren Dave
NEET PG  SC નો મોટો નિર્ણય  વિદ્યાર્થીઓ માટે સમાન અધિકાર જરુરી બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન  NEET PG 2025: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનને સુપ્રીમ કોર્ટે (supreme court)આદેશ આપ્યો છે. SCએ જણાવ્યુ છે કે, 15 જૂને એક શિફ્ટમાં NEET પરીક્ષા યોજવામાં...
supreme court

NEET PG 2025: નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશનને સુપ્રીમ કોર્ટે (supreme court)આદેશ આપ્યો છે. SCએ જણાવ્યુ છે કે, 15 જૂને એક શિફ્ટમાં NEET પરીક્ષા યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સમાન અધિકાર જરુરી છે. બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવું એ અયોગ્ય છે. SCએ વધુમાં જણાવ્યુ હતુ કે, બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવાથી પ્રશ્નપત્રની મહત્ત્વતા ઓછી થાય છે. સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ હવે વિદ્યાર્થીઓમાં રાહત જોવા મળી રહી છે.

SCનો મહત્ત્વપૂર્ણ આદેશ

SCએ આદેશ આપતા જણાવ્યુ છે કે, 15 જૂને યોજાનાર NEET PG 2025ની પરીક્ષા બે નહી પરંતુ એક જ શિફ્ટમાં યોજાશે. જજ વિક્રમ નાથની અધ્યક્ષતાવાળી ખંડપીઠે NEET PG 2025ની પરીક્ષા એક જ શિફ્ટમાં ઓયજિત કરવા માટે આદેશ આપ્યા હતા. અને સાથે જ સમગ્ર મામલે પારદર્શિતા રાખવા માટે પણ જણાવ્યુ છે. આ ખંડપીઠમાં જજ સંજય કુમાર અને જજ એન.વી.અંજારિયા પણ સામેલ હતા. તેઓએ જણાવ્યુ હતુ કે, બે શિફ્ટમાં પરીક્ષાનું આયોજન કરવું એ મનસ્વી વલણ સમાન છે.

આ પણ  વાંચો -Delhi Udyog Bhawan ને IEDથી ઉડાવી દેવાની મળી ધમકી, એલર્ટ જાહેર

કોર્ટે કર્યા કયા પ્રશ્નો ?

કોર્ટે સુનાવણી દરમિયાન પ્રશ્નો કર્યા હતા કે, NEET UG જો એક જ શિફ્ટમાં યોજાઇ શકે છે તો NEET PG પરીક્ષા કેમ બે શિફ્ટમાં આયોજિત કરવામાં આવે છે. ગયા વર્ષે અમુક કારણોસર બે શિફ્ટમાં પરીક્ષા યોજાઇ હતી. પરંતુ દર વખતે આ નિયમ લાગુ કરી શકાશે નહી. માત્ર એક જ શિફ્ટમાં આ પરીક્ષા યોજવામાં આવશે. પરીક્ષા બે શિફ્ટમાં યોજાવવાથી વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઇ શકે છે. તેમનામાં અસમાનતાનો ગુણ પેદા થઇ શકે છે. આ તમામ ઉમેદવારો માટે સમાન અધિકાર ન આપી શકે. તેથી એક જ શિફ્ટમાં પરીક્ષા યોજવું હિતાવહ રહેશે. અમુક કારણોસર અને વિશેષ પરિસ્થિતિઓમાં બે શિફ્ટમાં પરીક્ષા યોજવાનો નિયમ લાગુ કરી શકાય છે.

આ પણ  વાંચો -Bihar: ચૂંટણી પહેલા નીતિશ કુમારનો મોટો દાવ, ઉચ્ચ જાતિના વિકાસ માટે આયોગ

શું હતો મામલો ?

NEET PG 2024ની પરીક્ષા દરમિયાન પારદર્શિતાની માંગ અંગે વિદ્યાર્થીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેઓએ માગ કરી હતી કે પરીક્ષા એક જ શિફ્ટમાં યોજાવવી જોઇએ. જેથી નોર્મલાઇઝેશનની પ્રક્રિયાથી બચી શકાય. કોર્ટે જણાવ્યુ છે કે, આ મામલે કેન્દ્ર શોધવું એ કોઇ મોટી વાત નથી. અને હવેથી NEET PG પરીક્ષા એક જ શિફ્ટમાં આયોજિત કરાશે.

Tags :
breaking newsNEETNEET-PGNEET-PG 2025NEET-PG 2025 examSC directsSupreme Court
Next Article