Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીથી મુંબઈ હવે માત્ર 12 કલાકમાં પહોંચી શકાશે, દેશના સૌથી મોટા એક્સપ્રેસ વેનું PM મોદી કરશે ઉદ્ધાટન

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. પીએમ મોદી રવિવારે તેની ભેટ આપવાના છે. PM 12 ફેબ્રુઆરીએ 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. ત્યારે હવે દિલ્હીથી મુંબઈ પહોંચવામાં લગભગ જે 24 કલાકનો સમય લાગે છે. તેના બદલે એક્સપ્રેસ વે દ્વારા માત્ર 12 કલાકમાં જ પહોંચી શકાશે. તેમજ દિલ્હીથી જયપુર પણ માત્ર 3.30 કલાકમાં પહોંચી શકાશે.PM મોદી આવતીકાલે કરશે ઉદ્ઘાટનવà
દિલ્હીથી મુંબઈ હવે માત્ર 12 કલાકમાં પહોંચી શકાશે  દેશના સૌથી મોટા એક્સપ્રેસ વેનું pm મોદી કરશે ઉદ્ધાટન
Advertisement
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો પ્રથમ તબક્કો પૂર્ણ થઈ ગયો છે. પીએમ મોદી રવિવારે તેની ભેટ આપવાના છે. PM 12 ફેબ્રુઆરીએ 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ તબક્કાનું ઉદ્ઘાટન કરશે. ત્યારે હવે દિલ્હીથી મુંબઈ પહોંચવામાં લગભગ જે 24 કલાકનો સમય લાગે છે. તેના બદલે એક્સપ્રેસ વે દ્વારા માત્ર 12 કલાકમાં જ પહોંચી શકાશે. તેમજ દિલ્હીથી જયપુર પણ માત્ર 3.30 કલાકમાં પહોંચી શકાશે.
PM મોદી આવતીકાલે કરશે ઉદ્ઘાટન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના દિલ્હી-દૌસા-લાલસોટ સેક્શનને દેશને સમર્પિત કરવા જઈ રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદી દૌસામાં 18,100 કરોડ રૂપિયાથી વધુના પરી યોજનાની ભેટ આપશે. પીએમઓએ તરફથી મળતી જાણકારી મુજબ તેને બનાવવામાં લગભગ 12,150 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેનો આ પ્રથમ વિભાગ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને વેગ આપશે. આ દરમિયાન મોદી દૌસામાં 18,100 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સની ભેટ આપશે.

દિલ્હીથી મુંબઈ 12 કલાકમાં જ પહોંચી શકાશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેની લંબાઈ 1,386 કિમી છે. આનાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેની મુસાફરીનું અંતર 1,424 કિલોમીટરથી ઘટીને 1,242 કિલોમીટર થઈ જશે. એટલે હવે 12 કલાકમાં એક્સપ્રેસ હાઈવેથી દિલ્હીથી મુંબઈ પહોંચી શકાશે. તેમજ વાત કરીએ તો અત્યારે દિલ્હીથી મુંબઈ પહોંચવામાં લગભગ 24 કલાકનો સમય લાગે છે. આ એક્સપ્રેસ વે દ્વારા માત્ર 12 કલાકમાં જ પહોંચી શકાશે.
દિલ્હીથી જયપુર જવામાં માત્ર 3.30 કલાક લાગશે
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનો દિલ્હી-દૌસા-લાલસોટ વિભાગ 246 કિમી લાંબો છે, જે રૂ. 12,150 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે. આ વિભાગ શરૂ થવાથી દિલ્હીથી જયપુરની મુસાફરીનો સમય પાંચ કલાકથી ઘટીને સાડા ત્રણ કલાક થઈ જશે. નિવેદન અનુસાર, આ વિભાગ શરૂ થવાથી સમગ્ર પ્રદેશમાં આર્થિક વિકાસને પણ વેગ મળશે. તેમના કાર્યક્રમ દરમિયાન, વડાપ્રધાન રૂ. 5,940 કરોડથી વધુના ખર્ચે વિકસાવવામાં આવનાર 247 કિમી લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
એક્સપ્રેસ વેની કુલ લંબાઈ 1,386 કિમી
નોંધનીય છે કે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે ભારતનો સૌથી લાંબો એક્સપ્રેસવે હશે, જેની કુલ લંબાઈ 1,386 કિમી હશે. તેના પૂર્ણ થવાથી દિલ્હી અને મુંબઈ વચ્ચેનું મુસાફરી અંતર 12 ટકા ઘટશે અને રસ્તાની લંબાઈ 1,424 કિમીથી ઘટીને 1,242 કિમી થઈ જશે. મુસાફરીના સમયમાં પણ 50 ટકાનો ઘટાડો થશે. પહેલા મુસાફરીમાં 24 કલાકનો સમય લાગતો હતો, હવે 12 કલાકનો સમય લાગશે. આ એક્સપ્રેસ વે છ રાજ્યો- દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થશે અને કોટા, ઈન્દોર, જયપુર, ભોપાલ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરોને જોડશે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Advertisement
Tags :
Advertisement

.

×