Google એ આજે ભારતના મહાન વૈજ્ઞાનિકને સન્માન આપતા બનાવ્યું Doodle
Google ઘણીવાર મહાન લોકોના Doodle બનાવે છે. ત્યારે આજે પણ એક મહાન વૈજ્ઞાનિકના સન્માનમાં Googleએ Doodle બનાવ્યું છે. આ બીજું કોઇ નહીં પણ ભારતના મહાન વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝ છે. સત્યેન્દ્ર નાથ બોઝ 1920 ક્વોન્ટમ ફિઝિક્સ પર તેમના સંશોધન માટે વિશ્વભરમાં જાણીતા છે. ભારતના આ મહાન વૈજ્ઞાનિકના કદનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે, મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ તેમની ક્વોન્ટમ થિયરીના ચાહક
Advertisement
Google ઘણીવાર મહાન લોકોના Doodle બનાવે છે. ત્યારે આજે પણ એક મહાન વૈજ્ઞાનિકના સન્માનમાં Googleએ Doodle બનાવ્યું છે. આ બીજું કોઇ નહીં પણ ભારતના મહાન વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝ છે. સત્યેન્દ્ર નાથ બોઝ 1920 ક્વોન્ટમ ફિઝિક્સ પર તેમના સંશોધન માટે વિશ્વભરમાં જાણીતા છે.
ભારતના આ મહાન વૈજ્ઞાનિકના કદનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે, મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઈન્સ્ટાઈન પણ તેમની ક્વોન્ટમ થિયરીના ચાહક હતા. તેમ છતાં, સત્યેન્દ્ર નાથ બોઝ ભારતમાં તે સન્માન મેળવી શક્યા ન હોતા જેના તેઓ હકદાર હતા. તેમના દ્વારા લખાયેલા સંશોધન પત્રો પણ દેશની કોઈ પત્રિકામાં મૂકવામાં આવ્યા ન હોતા. મહત્વનું છે કે, સત્યેન્દ્ર નાથ બોઝનો જન્મ 1 જાન્યુઆરી, 1894ના રોજ કોલકાતામાં થયો હતો. તેઓ 1920ના દાયકાની શરૂઆતમાં ક્વોન્ટમ ફોર્મ્યુલેશન પરના તેમના કાર્ય માટે જાણીતા છે. તેમણે બોસ આંકડાશાસ્ત્રના પાયા અને બોઝ કન્ડેન્સેશનના સિદ્ધાંતનો વિકાસ કર્યો. સત્યેન્દ્ર નાથ બોઝના પિતા એકાઉન્ટન્ટ હતા. તે બોઝ માટે અંકગણિતના પ્રશ્નો લખતા હતા. આ કારણે તેમને બાળપણથી જ ગણિતમાં રસ જાગ્યો હતો.
સમહાન વૈજ્ઞાનિક સત્યેન્દ્ર નાથ બોઝે 15 વર્ષની ઉંમરે, બોઝે કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાં બેચલર ઓફ સાયન્સની ડિગ્રી મેળવવાનું શરૂ કર્યું. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી. સત્યેન્દ્ર નાથ બોઝ તેમના 7 ભાઈ-બહેનોમાં સૌથી મોટા હતા. તેમનું પ્રારંભિક શિક્ષણ નાડિયા જિલ્લાના બાડા જગુલિયા ગામમાં થયું હતું. વધુ અભ્યાસ માટે તેઓ પ્રેસિડેન્સી કોલેજ ગયા. આ પછી, પ્રેસિડેન્સી કોલેજમાંથી જ વર્ષ 1915માં, તેમણે એપ્લાઇડ મેથ્સમાંથી એમએસસી પૂર્ણ કર્યું. આ પછી, 1916 માં, તેઓ કલકત્તા યુનિવર્સિટીની સાયન્સ કૉલેજમાં રિસર્ચ સ્કોલર તરીકે દાખલ થયા અને થિયરી ઑફ રિલેટિવિટીનો અભ્યાસ કરવાનું શરૂ કર્યું.
Follow Gujarat First on Google News!


