Operation Sindoor 2.0 : પીકચર અભી બાકી હૈ, Pakistan થઈ જશે તબાહ
Operation Sindoor 2 : જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલે થયેલા ભયાનક આતંકવાદી હુમલાના (Operation Sindoor 2 ) જવાબમાં, ભારતે પાકિસ્તાનને તેના કૃત્યનો જડબાતોડ જવાબ આપતા એક મોટી લશ્કરી કાર્યવાહી હાથ ધરી છે. ૬ ૭ મે, ૨૦૨૫ ની રાત્રે ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં આવેલા આતંકવાદી ઠેકાણાંઓનો નાશ કર્યો.
૨૧માંથી ૯ આતંકી ઠેકાણાં નષ્ટ, ૧૨ હજુ બાકી
ભારતીય સુરક્ષા એજન્સીઓએ પાકિસ્તાન અને PoK માં કુલ 21આતંકવાદી કેમ્પો અને ઠેકાણાંની ઓળખ કરી હતી. 'ઓપરેશન સિંદૂર' દરમિયાન, ભારતીય વાયુસેના અને સેના દ્વારા સંયુક્ત રીતે આમાંથી ૯ આતંકવાદી ઠેકાણાંઓનો મિસાઈલ હુમલાઓ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. જોકે, હજુ પણ ૧૨ આતંકવાદી ઠેકાણાં બાકી હોવાનું સામે આવ્યું છે.
વાયુસેના અને સેના દ્વારા સંયુક્ત કાર્યવાહી
'ઓપરેશન સિંદૂર' માં ભારતીય વાયુસેના અને સેનાએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું. વાયુસેનાના રાફેલ અને સુખોઈ લડાકુ વિમાનોએ પાકિસ્તાનમાં બહાવલપુર, મુરીદકે અને સિયાલકોટ જેવા વિસ્તારોમાં આવેલા આતંકી ઠેકાણાંઓ પર હુમલો કર્યો. બાકીના છ ઠેકાણાં (જે PoK માં સ્થિત હતા) સેના દ્વારા આર્ટિલરી ફાયરિંગ દ્વારા નષ્ટ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી પહેલગામ હુમલાના બરાબર ૧૫ દિવસ પછી કરીને ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. આ કાર્યવાહી અત્યંત ચોકસાઈ સાથે હાથ ધરવામાં આવી હતી, જેમાં હુમલા માટે જવાબદાર જૂથો સાથે જોડાયેલા આતંકવાદી માળખાને જ નિશાન બનાવવામાં આવ્યું હતું. ભારત સરકારે પુષ્ટિ આપી કે તમામ નવ લક્ષ્યો પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો અને પાકિસ્તાનમાં કોઈ નાગરિક કે લશ્કરી માળખાને નુકસાન થયું ન હતું.#OperationSindoor2
વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આપી મહત્વપૂર્ણ માહિતી
'ઓપરેશન સિંદૂર' પછી, વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આ મહત્વપૂર્ણ કાર્યવાહી અંગે માહિતી આપી. તેમણે કહ્યું કે પહેલગામ હુમલો કાયરતાની નિશાની હતી, જેમાં લોકોને તેમના પરિવારોની સામે મારી નાખવામાં આવ્યા હતા. તેમણે કહ્યું, "અમે પાકિસ્તાન અને PoK માં ૯ લક્ષ્યો પસંદ કર્યા હતા અને સ્ટ્રાઈકમાં તેમને નષ્ટ કર્યા હતા. ઓપરેશન દરમિયાન, અમે ખાતરી કરી કે નિર્દોષ લોકો અને નાગરિક માળખાને નુકસાન ન થાય.#Lahore
વિક્રમ મિશ્રીએ વધુમાં કેટલાક પસંદગીના લક્ષ્યોની વિગતો પણ આપી
વિક્રમ મિશ્રીએ વધુમાં કેટલાક પસંદગીના લક્ષ્યોની વિગતો પણ આપી. તેમણે જણાવ્યું કે PoK માં પહેલું લક્ષ્ય મુઝફ્ફરાબાદમાં આવેલું સવાઈ નાલા હતું, જે લશ્કર એ તૈયબાનું તાલીમ કેન્દ્ર હતું. સોનમર્ગ, ગુલમર્ગ અને પહેલગામ હુમલાના આતંકવાદીઓ અહીં જ તાલીમ લેતા હતા. મુઝફ્ફરાબાદમાં જ આવેલો સૈયદના બિલાલ કેમ્પ પણ એક લક્ષ્ય હતો, જ્યાં આતંકવાદીઓને શસ્ત્રો, વિસ્ફોટકો અને જંગલમાં બચવાની તાલીમ આપવામાં આવતી હતી. આ ઉપરાંત, સિયાલકોટમાં આવેલો સરજલ કેમ્પ પણ હુમલાનો એક ભાગ હતો. BIG BREAKING


