અમારી લાગણીઓને નુકસાન પહોંચી રહ્યું છે, હસીનાના બયાન બાદ ભડકી બાંગ્લાદેશની યૂનુસ સરકાર
- ભારતમાંથી થતા ભ્રામક નિવેદન નુકસાનકારક
- હસીનાના ભ્રામક નિવેદનોથી અમારા દેશની શાંતિ ડહોળાશે
- આ પ્રકારના નિવેદનોના કારણે બંન્ને દેશ વચ્ચેના સંબંધો પણ વણસી શકે
Bangladesh On Sheikh Hasina Statement : બાંગ્લાદેશે ગુરુવારે (06 ફેબ્રુઆરી, 2025) ઢાકામાં ભારતીય હાઈ કમિશન સમક્ષ સત્તાવાર રીતે વિરોધ નોંધાવ્યો છે. વિદેશ સલાહકારે કહ્યું કે, બાંગ્લાદેશના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારા ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના નિવેદનો પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. નિરાશા અને ગંભીર વાંધો વ્યક્ત કરવામાં આવ્યો છે.
બાંગ્લાદેશી અંગ્રેજી વેબસાઇટનાં છપાયો અહેવાલ
બાંગ્લાદેશી અંગ્રેજી વેબસાઇટ ધ ડેઇલી સ્ટાર અનુસાર, વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને આજે મંત્રાલયમાં મીડિયાને જણાવ્યું હતું કે, તેમના મંત્રાલયે શેખ હસીના દ્વારા સોશિયલ મીડિયા સહિત વિવિધ પ્લેટફોર્મ પર કરવામાં આવતી સતત ખોટી અને બનાવટી ટિપ્પણીઓ અને નિવેદનો પર ભારત સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. તેમણે કહ્યું કે આવા નિવેદનો બાંગ્લાદેશમાં અસ્થિરતાને પ્રોત્સાહન આપી રહ્યા છે.
આ પણ વાંચો : 55 સીટો આવી રહી છે તો અમારા ઉમેદવારોને ફોન કરવાની શું જરૂર? EXIT POLLS બાદ કેજરીવાલનો વ્યંગ
'આવી પ્રવૃત્તિઓ બંને દેશો વચ્ચેના સંબંધો માટે સારી નથી'
ઢાકામાં ભારતના કાર્યકારી ઉચ્ચાયુક્ત પવન બધેને સોંપવામાં આવેલા વિરોધ પત્ર દ્વારા, મંત્રાલયે બાંગ્લાદેશની ઊંડી ચિંતા, નિરાશા અને ગંભીર વાંધો વ્યક્ત કર્યો. બાંગ્લાદેશનું કહેવું છે કે "આવા નિવેદનો બાંગ્લાદેશના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડી રહ્યા છે." મંત્રાલયે એ પણ ભાર મૂક્યો કે આવી પ્રવૃત્તિઓને બાંગ્લાદેશ પ્રત્યે પ્રતિકૂળ કૃત્યો માનવામાં આવે છે અને તે બંને દેશો વચ્ચે સ્વસ્થ સંબંધો સ્થાપિત કરવાના પ્રયાસો માટે અનુકૂળ નથી.
બાંગ્લાદેશે ભારતને આ વિનંતી કરી
વિદેશ મંત્રાલયે ભારત સરકારને વિનંતી કરી છે કે, તેઓ પરસ્પર આદર અને સમજણની ભાવનાથી તાત્કાલિક યોગ્ય પગલાં લે જેથી તેઓ ભારતમાં હોય ત્યારે સોશિયલ મીડિયા અને સંદેશાવ્યવહારના અન્ય માધ્યમોનો ઉપયોગ કરીને આવા ખોટા, બનાવટી અને ઉશ્કેરણીજનક નિવેદનો ન આપે.
આ પણ વાંચો : Porbandar : ભાજપ કાર્યાલય સામે ગેરકાયદેસર દબાણો પર ચાલ્યું બુલડોઝર
શેખ હસીનાએ શું કહ્યું?
ભારતમાં, શેખ હસીનાએ કહ્યું હતું કે, "બાંગ્લાદેશમાં શરૂ થયેલા આંદોલન પાછળનો વાસ્તવિક હેતુ મને મારવાનો છે." તેમણે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસ પર શેખ હસીના અને તેમની બહેનની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો હતો.
આ પણ વાંચો : IND vs ENG: નાગપુરમાં ભારતીય ટીમનો દબદબો, ગિલ-ઐયર અને અક્ષરે મચાવી તબાહી, ઇંગ્લેન્ડ 4 વિકેટથી હાર્યું


