Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Terror Attack : વડાપ્રધાન મોદી અને રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ વચ્ચે મહત્વની બેઠક, લેવાશે આકરા નિર્ણયો

આજે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અને રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ (RajeshKumar Singh) વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે. જેમાં Pahalgam Terror Attack મુદ્દે પાકિસ્તાનના વળતા પ્રહાર પર મહત્વના નિર્ણયો લેવાશે. વાંચો વિગતવાર.
pahalgam terror attack   વડાપ્રધાન મોદી અને રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ વચ્ચે મહત્વની બેઠક  લેવાશે આકરા નિર્ણયો
Advertisement
  • દિલ્હીમાં PM Modi ની મહત્વની બેઠક
  • રક્ષા સચિવ RajeshKumar Singh PM આવાસ પર પહોંચ્યા
  • અગાઉ એરફોર્સ, નેવી પ્રમુખે મુલાકાત કરી હતી

Pahalgam Terror Attack : 22મી એપ્રિલે થયેલા અમાનવીય અને હીચકારા આતંકવાદી હુમલાને લીધે ભારત હવે પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવાની તૈયારી કરી રહ્યું છે. જે સંદર્ભે વડાપ્રધાન (PM Modi) ખુદ બેઠક પર બેઠકો કરી રહ્યા છે. આજે વડાપ્રધાન અને રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ (RajeshKumar Singh) વચ્ચે એક મહત્વની બેઠક યોજાઈ રહી છે.

એરફોર્સ ચિફ સાથે પણ મીટિંગ

મોદી સરકાર અત્યારે સંપૂર્ણપણે એક્શન મોડમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રક્ષા સચિવ રાજેશકુમાર સિંહ (RajeshKumar Singh) વચ્ચે એક મહત્વની બેઠક કરી રહ્યા છે. આ અગાઉ વડાપ્રધાને વાયુસેનાના વડાને મળ્યા હતા અને હવે તેમણે સંરક્ષણ સચિવ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પરિસ્થિતિની સમીક્ષા પણ કરી છે. વડાપ્રધાનની આ બેઠકો સૂચવે છે કે ભારત પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવવા માટે મક્કમ છે.

Advertisement

આ પણ વાંચોઃ UP : કોંગ્રેસના નેતાએ રાફેલને રમકડું ગણાવ્યું, ભાજપે કહ્યું, 'વિપક્ષ પાકિસ્તાની પ્રવક્તા બન્યું'

Advertisement

ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર

Pahalgam Terror Attack બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ભારતીય વાયુસેનાના વડા સહિત ત્રણેય સશસ્ત્ર દળોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. આ બેઠક 29 એપ્રિલ 2025ના રોજ યોજાઈ હતી, જેમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Defense Minister Rajnath Singh), રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ (National Security Advisor Ajit Doval) અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ (Chief of Defense Staff Anil Chauhan) પણ હાજર રહ્યા હતા. જેમાં વડાપ્રધાન મોદીએ સશસ્ત્ર દળોને હુમલાનો જવાબ આપવા માટે યોગ્ય સમય, સ્થળ અને રીત પસંદ કરવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે.

ભારતે લીધા આકરા નિર્ણયો

Pahalgam Terror Attack બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરી દીધી છે. આમાં સૌથી મુખ્ય સિંધુ જળ સંધિ (Indus Water Treaty) પરનો પ્રતિબંધ છે. ઉપરાંતે ભારતે પાકિસ્તાની નાગરિકોને વિઝા આપવાનું બંધ કરી દીધું અને દેશમાં રહેતા તમામ પાકિસ્તાનીઓને પાછા ફરવાનો કડક આદેશ કર્યો છે. ભારતે પાકિસ્તાની ધ્વજ લહેરાતા કોઈપણ જહાજને તેના બંદરોમાં પ્રવેશવાની મંજૂરી આપી નથી અને પાકિસ્તાનથી થતી તમામ આયાત પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચોઃ Pahalgam Attack Timeline : પહલગામ હુમલા બાદની ભારતની કાર્યવાહી, જાણો શું છે તેની ટાઈમલાઈન

Tags :
Advertisement

.

×