Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack: ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન પરેશાન! ISI ચીફ આસીમ મલિકની NSA તરીકે નિયુક્તી

પાકિસ્તાને ISI ચીફ આસીમ મલિકને મોટી જવાબદારી સોંપી છે. ભારત દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણયો બાદ પાકિસ્તાને આસીમને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે.
pahalgam attack  ભારતની કાર્યવાહીથી પાકિસ્તાન પરેશાન  isi ચીફ આસીમ મલિકની nsa તરીકે નિયુક્તી
Advertisement
  • ભારતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી
  • પાકિસ્તાને આસીમને NSA તરીકે નિયુક્ત કર્યા
  • પાકિસ્તાનમાં 2022 થી NSA નું પદ ખાલી હતું

Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. ભારતે અત્યાર સુધીમાં ઘણા કઠિન નિર્ણયો લીધા છે. આના કારણે પાકિસ્તાનની બેચેની વધી રહી છે. તેવામાં પાકિસ્તાને હવે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ISI વડા આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. આસીમને વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આસીમ મલિકને ISI ચીફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. હવે પાકિસ્તાને આસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનો વધારાનો હવાલો સોંપ્યો છે. પાકિસ્તાને આસીમ મલિકને એવા સમયે જવાબદારી સોંપી છે જ્યારે ભારત સાથે પરિસ્થિતિ સૌથી વધુ તણાવપૂર્ણ છે. પાકિસ્તાને તાજેતરમાં કહ્યું હતું કે તેણે એવી માહિતીની પુષ્ટિ કરી છે કે ભારત 24 થી 36 કલાકમાં તેના પર હુમલો કરી શકે છે.

Advertisement

પાકિસ્તાનમાં 2022 થી NSA નું પદ ખાલી હતું

એપ્રિલ 2022 થી પાકિસ્તાનમાં કોઈ NSA નથી. પાકિસ્તાનના છેલ્લા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર મોઈદ યુસુફ હતા. હવે તેમના પછી આસીમને જવાબદારી મળી છે. તેઓ ISI ચીફ હોવાની સાથે આ પદ પણ સંભાળશે.

Advertisement

આ પણ વાંચો : Pahalgam terrorist attack : પાકિસ્તાનની ના 'પાક' હરકત પર ભારત સરકારે લીધો કડક નિર્ણય

ભારતે NSA બોર્ડમાં મોટો ફેરફાર કર્યો

પાકિસ્તાન પહેલા પણ ભારતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિમાં મોટો ફેરફાર કર્યો હતો. ભારતે RAW ના ભૂતપૂર્વ વડા આલોક જોશીને ચેરમેન તરીકે નિયુક્ત કર્યા છે. તેમાં કુલ 7 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતે NSA બોર્ડમાં સેના, નૌકાદળ અને વાયુસેનાના નિવૃત્ત અધિકારીઓનો સમાવેશ કર્યો છે.

ભયના પડછાયામાં પાકિસ્તાન

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. આ પછી, ભારતે કડક વલણ અપનાવીને ઘણા મોટા નિર્ણયો લીધા છે. પાકિસ્તાન હવે ડરી ગયું છે. તેને લાગે છે કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. પાકિસ્તાને તાજેતરમાં યુએન અને રશિયા સાથે વાત કરી હતી.

આ પણ વાંચો : Terror Attack બાદથી પાકિસ્તાનની અવળચંડાઇ જારી, જડબાતોડ જવાબ આપતી ભારતીય સેના

Tags :
Advertisement

.

×