Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pakistani Citizen: પાકિસ્તાનની નફ્ફટાઈ! વાઘા બૉર્ડર પર પોતાના દેશના નાગરિકોને જ નો એન્ટ્રી!

ડરપોક પાકિસ્તાનનો વધુ એક ડરામણો ચહેરો! પાકિસ્તાને ડરમાં પોતાની જ ચેકપોસ્ટ કરી દીધી બંધ વાઘા બૉર્ડર પર અનેક પાકિસ્તાની નાગરિકો ફસાયા પાકિસ્તાની મહિલાઓ વાઘા બૉર્ડર પર લાચાર સ્થિતિમાં પાકિસ્તાનમાં પ્રવેશ નથી મળી રહ્યો પાકિસ્તાની નાગરિકોને! Pakistani Citizen : પહલગામ...
pakistani citizen  પાકિસ્તાનની નફ્ફટાઈ  વાઘા બૉર્ડર પર પોતાના દેશના નાગરિકોને જ નો એન્ટ્રી
Advertisement
  • ડરપોક પાકિસ્તાનનો વધુ એક ડરામણો ચહેરો!
  • પાકિસ્તાને ડરમાં પોતાની જ ચેકપોસ્ટ કરી દીધી બંધ
  • વાઘા બૉર્ડર પર અનેક પાકિસ્તાની નાગરિકો ફસાયા
  • પાકિસ્તાની મહિલાઓ વાઘા બૉર્ડર પર લાચાર સ્થિતિમાં
  • પાકિસ્તાનમાં પ્રવેશ નથી મળી રહ્યો પાકિસ્તાની નાગરિકોને!

Pakistani Citizen : પહલગામ આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. પાકિસ્તાને નફ્ફટાઈની હદ વટાવતાં પોતાના જ નાગરિકોને સરહદ પર અધવચ્ચે (Pakistani Citizen) અટકાવી દીધા છે. પાકિસ્તાને આજે વાઘા બોર્ડરના (wagahborder) દરવાજા બંધ જ રાખતાં પાકિસ્તાની નાગરિકો અધવચ્ચે જ અટવાઈ ગયા છે. માહિતી અનુસાર પાકિસ્તાન તરફથી હજુ સુધી ગેટ ખોલવામાં આવ્યા નથી. ભારત સરકારના નવા આદેશની સમીક્ષા કરવામાં આવી રહી છે. પાકિસ્તાન તરફથી દરવાજો ખોલ્યા પછી BSF દસ્તાવેજોની તપાસ કરશે અને પાકિસ્તાનીઓને સરહદ પાર કરવાની મંજૂરી આપશે.

વાઘા બૉર્ડર પર અનેક પાકિસ્તાની નાગરિકો ફસાયા

ભારતે પાકિસ્તાન વિરૂદ્ધ સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાથી માંડી પાકિસ્તાની નાગરિકોને ભારત છોડવા જેવા આકરા નિર્ણયો લીધા છે. જેમાં પાકિસ્તાની નાગરિકોને વતન પરત ફરવા માટે આપેલું અલ્ટીમેટમ દૂર કરતાં વધુ સમય આપ્યો હતો. ભારતે આગામી આદેશ સુધી અટારી-વાઘા બોર્ડર મારફત પાકિસ્તાનીઓને વતન પરત ફરવાની મુદ્દત આપી છે. જ્યારે પાકિસ્તાને આજે વાઘા બોર્ડરના દરવાજા બંધ કરી દેતાં નાગરિકો બંને દેશોની સરહદ પર અટવાયા છે. તમામ નાગરિકો અટારી બોર્ડર મારફત વતન પરત ફરી રહ્યા હતા. પરંતુ પાકિસ્તાનની તરફથી દરવાજો ન ખુલતાં નાગરિકો આકરા તડકામાં રસ્તાઓ પર રહેવા મજબૂર બન્યા છે.

Advertisement

આ પણ  વાંચો -India Pakistan Tension : પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક આકરો નિર્ણય લેવાની તૈયારી

Advertisement

ભારત સરકારનો નવો આદેશ શું છે?

1 મેના રોજ ભારત સરકારે અટારી આંતરરાષ્ટ્રીય સરહદ બંધ કરવાનો નિર્ણય લઈને પાકિસ્તાનના નાગરિકોને મોટી રાહત આપી છે. ભારત સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે 1 મેના રોજ અટારી આંતરરાષ્ટ્રીય સરહદ પર તમામ અવરજવર અને વેપાર સંપૂર્ણ બંધ કરવાના આદેશ છતાં પાકિસ્તાની નાગરિકોને હજુ પણ સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવશે. આગામી આદેશ સુધી ભારતમાં હાજર પાકિસ્તાની નાગરિકો અટારી બોર્ડર દ્વારા તેમના દેશમાં પાછા ફરી શકે છે.

આ પણ  વાંચો - Pakistan : યુટ્યૂબ બાદ પાકિસ્તાનીઓના ઈન્સ્ટા એકાઉન્ટ પણ બ્લોક

વેપાર કામગીરીને સંપૂર્ણપણે બંધ કરવાના આદેશ

માન્ય ટ્રાવેલ વિઝા સંપૂર્ણ દસ્તાવેજો અને કોઈપણ કારણોસર ભારતમાં ફસાયેલા નાગરિકોને હજુ પણ સરહદ પાર કરવાની મંજૂરી આપવામાં આવશે. અગાઉ 1 મેના રોજ ભારત સરકારે અટારી સરહદથી તમામ નાગરિક અવરજવર અને વેપાર કામગીરીને સંપૂર્ણપણે બંધ કરવાના આદેશો જારી કર્યા હતા. પરંતુ હવે પાકિસ્તાની નાગરિકોને ભારત સરકાર તરફથી મોટી રાહત મળી છે.

Tags :
Advertisement

.

×