Patna : ગમખ્વાર અકસ્માતમાં 7 થી વધુ લોકોના મોત, 4ની હાલત ગંભીર
- Patna માં ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત
- અકસ્માતમાં 7 મહિલા અને એક પુરૂષનું મોત
- પટનામાં હાઈવા ટ્રક અને ઓટો વચ્ચે થઈ ટક્કર
- અકસ્માતમાં ઘાયલ 5 લોકોને ખસેડાયા હોસ્પિટલ
Horrific accident in Patna : બિહારની રાજધાની પટનામાં શનિવારે સવારે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતે 8 પરિવારોને ઊંડો ઘા આપ્યો છે. શાહજહાંપુર પોલીસ સ્ટેશન વિસ્તારના અલ્ટ્રાટેક સિમેન્ટ ફેક્ટરી નજીક હાઈવા ટ્રક અને ઓટો વચ્ચે ટક્કર થતાં 8 લોકોના મોત થયા છે, જેમાં 7 મહિલાઓ અને 1 પુરુષનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ગંગા સ્નાન કરવા જતા પરિવાર પર આવી દુર્ઘટના
માહિતી મુજબ, ઓટોમાં સવાર બધા લોકો નાલંદા જિલ્લાના હિલસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માલવા ગામના રહેવાસી હતા. તેઓ ભાદોના નવા ચંદ્રના દિવસે ગંગામાં સ્નાન કરવા માટે ફતુહા જઈ રહ્યા હતા. સ્નાન પૂર્ણ કર્યા બાદ તેઓ પોતાના ગામ તરફ પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ભયાનક અકસ્માત બન્યો. અચાનક આવેલી હાઈવા ટ્રક ખૂબ જ ઝડપમાં હતી અને ડ્રાઈવર વાહન પરનો કાબૂ ગુમાવી બેઠો. પરિણામે, ટ્રક સીધો જ ઓટા સાથે અથડાયો. ટક્કર એટલી જોરદાર હતી કે ઓટાના ટુકડા થઈ ગયા અને મુસાફરો રસ્તા પર પડી ગયા.
🚨પટનામાં હાઈવા ટ્રક અને ઓટો વચ્ચે ભયાનક ટક્કર 😢
➡️ 8 લોકોનાં મોત (7 મહિલા, 1 પુરુષ)
➡️ 5 લોકો ગંભીર રીતે ઘાયલ
➡️ બધા નાલંદા જિલ્લાના રહેવાસી#Patna #Accident #Bihar #PatnaAccident pic.twitter.com/YODBc6dU3F— Hardik Shah (@Hardik04Shah) August 23, 2025
ઘટનાસ્થળ પર ચીસો અને રડવાના અવાજો
આ અકસ્માત પછી રસ્તા પર ચીસો, રડવાના અવાજો અને લોહીથી લથપથ દ્રશ્યો દેખાઈ રહ્યા હતા. અનેક મૃતદેહો રસ્તા પર વિખરાઈ જતાં આસપાસના લોકો પણ ભયભીત થઈ ગયા હતા. શનિવારની સવારે ગંગા સ્નાન કરીને આનંદિત થયેલા આ પરિવારોને વાપસીના માર્ગ પર જ દુઃખદ ઘટનાએ ઘેરી લીધી. એક જ ક્ષણે પરિવારમાં ખુશીઓની જગ્યા પર શોકનો માહોલ છવાઈ ગયો.
Patna માં અકસ્માત બાદ પોલીસે શરૂ કરી કાર્યવાહી
અકસ્માતની જાણ થતાં જ શાહજહાંપુર પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે, જ્યારે ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરીમાં સહયોગ આપ્યો હતો.
SP ની પુષ્ટિ
પટના ગ્રામીણ એસપી વિક્રમ સિંહાંગે આ ઘટનાની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે 8 લોકોનાં મોત થયાં છે, જેમાં બહુમતી મહિલાઓની છે. આ બધા નાલંદા જિલ્લાના માલવા ગામના રહેવાસી હતા. 4થી 5 લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેઓની હાલત નાજુક હોવાથી તેમને આગળની સારવાર માટે પટના રિફર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Yavatmal children drowned : મહારાષ્ટ્રમાં કરૂણ ઘટના, યવતમાલમાં ખાડામાં ડૂબી 4 બાળકોના મોત


