Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM MODI કરશે એશિયાના બીજા સૌથી મોટા ISKCON મંદિરનું લોકાર્પણ, 12 વર્ષે બનીને થયું તૈયાર

શ્રી શ્રી રાધા મદનમોહન જી મંદિરના ઉદ્ધાટનમાં વડાપ્રધાન મોદીની સાથે રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર રહેશે.
pm modi કરશે એશિયાના બીજા સૌથી મોટા iskcon મંદિરનું લોકાર્પણ  12 વર્ષે બનીને થયું તૈયાર
Advertisement
  • રાધામોહન મંદિર મહારાષ્ટ્રના અધ્યાત્મનું કેન્દ્ર બનશે
  • 170 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે ભવ્યાતિભવ્ય મંદિર
  • વડાપ્રધાન મોદીના હસ્તે ઉદ્ધાટન બાદ અનેક કાર્યક્રમો આયોજીત થશે

મુંબઇ : શ્રી શ્રી રાધા મદનમોહન જી મંદિરના ઉદ્ધાટનમાં વડાપ્રધાન મોદીની સાથે રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર રહેશે.

શ્રી શ્રી રાધા મદનમોહનજી મંદિર

Radha Madan Mohan Temple: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે નવી મુંબઇના ખારઘર ખાતે ભવ્ય શ્રી શ્રી રાધા મદનમોહનનજી મંદિરનું ઉદ્ધાટન કરશે. 12 વર્ષના નિર્માણ બાદ તૈયાર થયેલું આ મંદિર 170 કરોડ રૂપિયાના ખર્ચે બનાવાયું છે અને એશિયાનું બીજુ સૌથી મોટુ ઇસ્કોન મંદિર માનવામાં આવી રહ્યું છે. આ મંદિર 9 એકરમાં ફેલાયેલું છે.

Advertisement

આ પણ વાંચો : Rajasthan માં પડશે ભયાનક બરફ! શાળાઓમાં 4 દિવસની રજા જાહેર

Advertisement

વડાપ્રધાનની સાથે મુખ્યમંત્રી સહિત અનેક હસ્તીઓ રહેશે હાજર

મંદિરના ઉદ્ધાટનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે રાજ્યપાલ સી.પી રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉપ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવાર પણ હાજર રહેશે. આ મંદિર અંગે વાત કરતા ટ્રસ્ટી ડોક્ટર સુરદાસ પ્રભુએ જણાવ્યું કે, મંદિર નવી મુંબઇ ક્ષેત્રના અધ્યાત્મનું નવું કેન્દ્ર બનીને ઉભરશે. તેમણે કહ્યું કે, પીએમના આવવાને કારણે તેમને બળ મળે છે જે પ્રકારની સ્થિતિ હાલમાં જ જોવા મળી છે.

અશાંત મનની શાંતિ આપશે મંદિર

અહીં લોકો ન માત્ર ભક્તિ અને ભગવાનના શરણમાં આવશે પરંતુ પોતાના અશાંત મનને શાંતિ પ્રદાન કરવા માટે પણ આ મંદિર મદદરૂપ થશે. સુરદાસ પ્રભુએ જણાવ્યું કે, વડાપ્રધાન મોદી આ ઉદ્ધાટન કરવાની સાથે સાથે સાંસ્કૃતિક સેન્ટર અને વૈદિક મ્યૂઝિયમનો શિલાન્યાસ પણ કરશે. આ અગાઉ 12 ઓક્ટોબર, 2024 ના રોજ નવી મુંબઇના આ મંદિરની મુલાકાત પીએમ મોદી કરી ચુક્યા છે.

આ પણ વાંચો : કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah આજે અમદાવાદની મુલાકાતે, જાણો તેમના દિવસભરના કાર્યક્રમ વિશે

મંદિરની ખાસ વિશેષતાઓ

આ મંદિર નવી મુંબઇ, ખારઘર, સેક્ટર 23.9 એકરમાં ફેલાયેલું છે. તેનું નિર્માણ સંગમરમર અને ચાંદીના દરવાજાથી કરવામાં આવ્યું છે. મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓને 3D તસ્વીરોમાં સંગમરમરના કેનવાસ પર ઉકેરાયેલા છે. મંદિરમાં આંતરરાષ્ટ્રીય ગેસ્ટ હાઉસ, સુંદર બગીચો અને ફુવારા બનાવાયા છે. નૌકા ઉત્સવ માટે વિશાલ તળાવ, વૈદિક શિક્ષણ કોલેજ અને લાઇબ્રેરી, વિશાળ પ્રસાદમ હોલ, આયુર્વેદિક હિલિંગ સેન્ટર શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ પણ બનાવાયા છે.

ઉદ્ધાટનનો કાર્યક્રમ અને ધાર્મિક અનુષ્ઠાન

મંદિરના ઉદ્ધાટન સમારંભ 15 જાન્યુઆરી સુધી ચાલશે. આ દરમિયાન સાંસ્કૃતિક અને ભક્તિ સંગીતના અલગ અલગ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 ઓક્ટોબર, 2024 ના રોજ આ મંદિરની મુલાકાત કરી ચુક્યા છે. ઉદ્ધાટનની સાથે સાથે તેઓ સાંસ્કૃતિક કેન્દ્ર અને વૈદિક મ્યૂજિયમનની આધારશીલા પણ મુકશે.

આ પણ વાંચો : Maha Kumbh : 20 દેશોના 100 વિદેશી સંતો અને મહામંડલેશ્વરો કરશે અમૃત સ્નાન

13 જાન્યુઆરી - હેમા માલિનીનું આધ્યાત્મિક નૃત્ય
14 જાન્યુઆરી - અનુરાધા પૌડવાલના ભજન અને પ્રાણ પ્રતિષ્ઠા અનુષ્ઠાન
15 જાન્યુઆરી - પીએમ મોદી દ્વારા મહાલોકાર્પણ અને ગ્લોરી ઓફ મહારાષ્ટ્ર યોજનાનો શિલાન્યાસ

આધ્યાત્મિક અને સામાજિક મહત્વ

મંદિરના ટ્રસ્ટી ડૉ. સુરદાસ પ્રભુએ જણાવ્યું કે, આ મંદિર આધ્યાત્મનું નવું કેન્દ્ર બનશે. અહીં ભક્તો ન માત્ર ભગાવ કૃષ્ણની ભક્તિ કરી શકે પરંતુ મનની શાંતિ અને સ્થિરતા માટે પણ મદદ લઇ શકશે.

મંદિરના મહત્વ પર એક નજર

મંદિર પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓને કલાત્મક રીતે દર્શાવાયા છે. પ્રાણ પ્રતિષ્ઠા અને યજ્ઞ અનુષ્ઠાન જેવા ધાર્મિક આયોજનોને કારણે આ સ્થળ ભક્તો માટે પવિત્ર ધામ બનશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને ભવ્યતાને કારણે આ મંદિર મુખ્ય પર્યટન સ્થળ પણ બનાવી શકે છે.

આ પણ વાંચો : સોનાની ખાણમાં 100 મજૂરોના ભુખ-તરસથી તડપી તડપીને મોત નિપજ્યાં

Tags :
Advertisement

.

×