Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત, અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત

PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત પીએમ મોદી વેન્સના પત્ની બાળકોને પણ મળ્યા   PM Narendra Modi US Vice President JD Vance Meeting : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ચાર દિવસના પ્રવાસ દરમિયાન...
pm મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત  અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત
Advertisement
  • PM મોદી અને જેડી વેન્સ વચ્ચે થઈ મુલાકાત
  • અમેરિકન ઉપરાષ્ટ્રપતિનું કરાયું ઉષ્માભેર સ્વાગત
  • પીએમ મોદી વેન્સના પત્ની બાળકોને પણ મળ્યા

PM Narendra Modi US Vice President JD Vance Meeting : અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ ચાર દિવસના પ્રવાસ દરમિયાન ભારત આવ્યા છે. આજે તેઓ સવારે દિલ્હીના પાલન એરપોર્ટ પર પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતમાં તેમને ગોર્ડ ઓફ ઓનર આપી ભવ્ય સ્વાગત કરાયું છે. ભારત આવેલા વેન્સ પહેલા જ દિવસે સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરવા માટે વડાપ્રધાન નિવાલસ્થાને પહોંચ્યા હતા. વેન્સની ભારત મુલાકાત બંને દેશો વચ્ચે (PM Narendra Modi US Vice President JD Vance Meeting)સહયોગથી નવી તકો ઉભી કરવા તેમજ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ખૂબ જ મહત્ત્વની માનવામાં આવી રહી છે.

Advertisement

PM મોદી અને વેન્સ વચ્ચે થઈ મુલાકાત

7 લોક કલ્યાણ માર્ગ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જેડી વેન્સ વચ્ચે મુલાકાત થઈ છે. પીએમ મોદી વેન્સના પત્ની અને તેમના બાળકોને પણ મળ્યા હતા. અહીં વેન્સ પરિવારનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું છે. વેન્સ પરિવાર માટે રેડ કાર્પેટ પાથરવામાં આવી છે

Advertisement

બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દે ચર્ચા થવાની સંભાવના

વડાપ્રધાનના નિવાસસ્થાને વેન્સની મુલાકાતને ધ્યાને રાખી સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરવામાં આવી છે. બંને વચ્ચે ભારત-અમેરિકા વેપાર, ટ્રેરિફ મુદ્દો, સંરક્ષણ સહયોગ, ક્વાડ અને રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચર્ચા થવાની સંભાવના છે. વેન્સની આ મુલાકાત ભારત માટે ખૂબ જ ખાસ છે. તેઓ તેમના પરિવાર સાથે ભારત આવ્યા છે. તેઓ પત્ની ઉષા, બાળકો ઈવાન, વિવેક અને મીરાબેલ પણ આવ્યા છે. #KhushbooPatani

આ પણ  વાંચો - USA ના ઉપ રાષ્ટ્રપ્રમુખ જે.ડી.વાન્સે પરિવાર સાથે દિલ્હીના અક્ષરધામની મુલાકાત લીધી

વેન્સ જયપુર અને આગ્રા પણ જશે

આ પહેલા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'યુએસ ઉપરાષ્ટ્રપતિ સોમવારે દિલ્હીમાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેશે. બીજા દિવસે તેઓ જયપુર જશે, જ્યાં તેઓ અને તેમની પત્ની ઉષા વેન્સ અનેક ઐતિહાસિક ઇમારતોની મુલાકાત લેશે, જેમાં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ, આમેર કિલ્લોનો પણ સમાવેશ થાય છે. 23 એપ્રિલની સવારે, વેન્સ તેના પરિવાર સાથે આગ્રામાં તાજમહેલની મુલાકાત લેશે. તે જ સાંજે, વેન્સ આગ્રાથી જયપુર પાછા ઉડાન ભરશે અને બીજા દિવસે 24 એપ્રિલની સવારે અમેરિકા જવા રવાના થશે.

આ પણ  વાંચો - 190 વર્ષ જૂના રૉયલ પેલેસમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ રોકાશે,એક રાતનું ભાડું સાંભળીને ઉડી જશે હોશ

દ્વિપક્ષીય વેપાર કરાર પર વાટાઘાટો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત સહિત લગભગ 60 દેશો પર રેસીપ્રોકલ ટેરિફ લાદવામાં આવ્યા અને પછી તેને સ્થગિત કરવામાં આવ્યાના થોડા અઠવાડિયા પછી જે ડી વેન્સ ભારતની પહેલી મુલાકાત આવ્યા છે. જેમાં ભારત અને અમેરિકા ટેરિફ અને બજાર ઍક્સેસ સહિતના વિવિધ મુદ્દાઓને ઉકેલવા માટે દ્વિપક્ષીય વેપાર કરાર પર સતત ચર્ચા કરી રહ્યા છે.

Tags :
Advertisement

.

×