Delhi માં PM મોદીની ખાસ જાહેરાત, ગરીબોને નવા ઘરની ચાવી સોંપશે...
- Delhi ને PM મોદીની નવી ભેટ
- સ્વાભિમાન યોજના અંતર્ગત મકાનો સોંપાશે
- PM મોદીના હાથે નવી ઘરચાવીનું વિતરણ
PM મોદી નવા વર્ષ પર દિલ્હી (Delhi)ની જનતાને મોટી ભેટ આપશે. રાજધાનીના 1500 પરિવારોને PM મોદીની ભેટ મળશે. PM મોદી 3 જાન્યુઆરીએ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નવા ફ્લેટની ચાવીઓ સોંપશે. કેન્દ્ર સરકારે અશોક વિહારમાં સ્વાભિમાન ફ્લેટ યોજના હેઠળ ગરીબ પરિવારો માટે 1645 નવા ફ્લેટ બનાવ્યા છે. આ ફ્લેટ ડીડીએ દ્વારા 'જ્યાં ઝૂંપડપટ્ટી છે, ત્યાં ઘર છે' યોજના હેઠળ બનાવવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા 2022 માં PM મોદીએ દિલ્હી (Delhi)ના લોકોને 575 ફ્લેટ ગિફ્ટ કર્યા હતા. ચાવી ઉપરાંત PM મોદીએ દિલ્હી (Delhi)ના વિજ્ઞાન ભવનમાં ફ્લેટ માલિકોને દસ્તાવેજો પણ આપ્યા હતા. દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (DDA) એ પોતે જ આ ફ્લેટનું નિર્માણ કર્યું હતું. આ સિવાય દક્ષિણ દિલ્હી (Delhi)ના કાલકાજી વિસ્તારમાં DDA દ્વારા In Situ સ્લમ રિહેબિલિટેશન સ્કીમ શરૂ કરવામાં આવી હતી. જે અંતર્ગત 3074 લોકો માટે ફ્લેટ બનાવવામાં આવ્યા હતા.
#Breaking: Prime Minister Modi will provide new homes to slum dwellers in Delhi on January 3. He will hand over keys to 1,645 new flats under the "Swabhiman Flats" scheme in Ashok Vihar. The DDA has prepared the flats for residents of the "Where There Are Slums, There Are Homes"… pic.twitter.com/6i8Xs2Rtpb
— IANS (@ians_india) December 31, 2024
આ પણ વાંચો : Delhi ના આ 6 મંદિરો પર ચાલશે બુલડોઝર, તેમને રોકવા CM આતિશીએ LG ને લખ્યો પત્ર
સ્વાભિમાન યોજના શરૂ કરાઈ...
ગરીબ પરિવારો માટે સ્વાભિમાન યોજના શરૂ કરવામાં આવી છે. દિલ્હી(Delhi) NCR માં ઘર ખરીદવા માંગતા લોકો માટે આ સ્કીમ હેઠળ નવા ફ્લેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. આ યોજના હેઠળ, દિલ્હી, નોઇડા, ગ્રેટર નોઇડા, યમુના એક્સપ્રેસવે અને દિલ્હી (Delhi)માં ફ્લેટ અથવા મકાનો ખૂબ જ પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે.
આ પણ વાંચો : PM મોદીના નવા વર્ષની શુભેચ્છા, અવકાશથી પૃથ્વી સુધી ભારતની પ્રગતિ...
થોડા દિવસો પછી વિધાનસભાની ચૂંટણી યોજાશે...
આ યોજનામાં, મહાગુન, મિગસન, અજનારા અને સુપરટેક ખૂબ જ સસ્તા દરે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાનો પ્રદાન કરી રહી છે. આ યોજનાની મુખ્ય ટેગલાઈન આપકા સન્માન અપકમિંગ હાઉસિંગ, સ્વાભિમાન હોમ્સ આપકા ઘર છે. દિલ્હી (Delhi)માં આવતા વર્ષે જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. મુખ્ય સ્પર્ધા ભાજપ અને AAP વચ્ચે હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : Rajasthan : Jaipur ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક, 200-300 મીટર વિસ્તારમાં અસર


