Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદી આજે મહાકુંભ પહોંચી સંગમમાં પવિત્ર સ્નાન કરશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

PM મોદી આજે મહાકુંભની કરશે મુલાકાત PM મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે PM મોદીની મુલાકાતમાં કડક સુરક્ષા PM Modi Mahakumbh : PM નરેન્દ્ર મોદી (PM Modi Mahakumbh)આજે એટલે કે બુધવાર, 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ મહાકુંભમાં...
pm મોદી આજે મહાકુંભ પહોંચી સંગમમાં પવિત્ર સ્નાન કરશે  જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Advertisement
  • PM મોદી આજે મહાકુંભની કરશે મુલાકાત
  • PM મોદી સંગમમાં પવિત્ર સ્નાન કરશે
  • PM મોદીની મુલાકાતમાં કડક સુરક્ષા

PM Modi Mahakumbh : PM નરેન્દ્ર મોદી (PM Modi Mahakumbh)આજે એટલે કે બુધવાર, 5 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની મુલાકાતે જશે. આ દરમિયાન તેઓ મહાકુંભમાં પહોંચશે અને સંગમમાં પવિત્ર સ્નાન કરશે. PM મોદીની મુલાકાત પહેલા તમામ વ્યવસ્થાઓ કરી લેવામાં આવી છે. મેળામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને SPG એ જવાબદારી સંભાળી લીધી છે. આ ઉપરાંત હવાઈ, જળ અને માર્ગ કાફલાના રિહર્સલ પણ પૂર્ણ થઈ ગયા છે. માહિતી અનુસાર PM મોદી સાથે રાજ્ય સરકારના ઘણા વરિષ્ઠ મંત્રીઓ જેમાં બંને નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકનો સમાવેશ થાય છે તેઓ હાજર રહેશે.

Advertisement

નોંધનિય છે કે, 13 જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભમાં અત્યાર સુધીમાં 14 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ડૂબકી લગાવી છે. આમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ, યુપીના ભૂતપૂર્વ CM અખિલેશ યાદવ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ઘણા દેશોના પ્રતિનિધિઓએ પણ મહાકુંભમાં ડૂબકી લગાવી છે.

Advertisement

આ પણ  વાંચો-Delhi Election : દિલ્લીમાં આજે વિધાનસભાની ચૂંટણીનું મતદાન, 70 બેઠક માટે 699 ઉમેદવાર મેદાને

PM મોદીના મહાકુંભ પ્રવાસનો સંપૂર્ણ કાર્યક્રમ

  • 10:05 - PM મોદી પ્રયાગરાજ એરપોર્ટ પહોંચશે.
  • 10:10 - પ્રયાગરાજ એરપોર્ટથી ડીપીએસ હેલિપેડ જશે.
  • 10:45 - પ્રધાનમંત્રી અરિયલ ઘાટ પહોંચશે.
  • 10:50 - અરિયલ ઘાટથી તેઓ મહાકુંભ પહોંચવા માટે બોટ દ્વારા જશે.
  • 11:00 થી 11:30 - વડા પ્રધાન મોદીનો કાર્યક્રમ મહાકુંભ મેળા માટે અનામત રાખવામાં આવ્યો
  • 11:45 - તેઓ બોટ દ્વારા અરેલ ઘાટ પરત ફરશે, પછી ડીપીએસ હેલિપેડ પર પાછા જશે અને પ્રયાગરાજ એરપોર્ટ જવા રવાના થશે.
  • 12:30 - પ્રધાનમંત્રી ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા પ્રયાગરાજથી રવાના થશે.

Tags :
Advertisement

.

×