PM Modi : ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડના રાજીનામા પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા
- ઉપરાષ્ટ્રપતિના રાજીનામાં પર pm મોદીની નિવેદન
- pm મોદીએ સારા સ્વાસ્થ્યની કામના કરી
- દેશની સેવા કરવાનો અવસર મળ્યો છે
PM Modi on Dhankhar resignation: ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સંસદના ચોમાસુ સત્રની શરૂઆતમાં જ અચાનક રાજીનામું (Jagdeep Dhankhar resignation)આપ્યા બાદ મંગળવારે તેમનો પદત્યાગ સ્વીકારી લેવામાં આવ્યો છે. આ ઘટના બાદ રાજકીય વર્તુળોમાં ગરમાવો વધ્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Mod)આ અંગે પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જગદીપ ધનખડના સારા સ્વાસ્થ્યની કામના (Jagdeep Dhankhar Health)કરી હતી અને જણાવ્યું કે, તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક ભૂમિકાઓમાં દેશની સેવા કરવાનો અવસર મળ્યો છે. બંધારણીય જોગવાઈ મુજબ, આ પદ ખાલી પડતાં જ શક્ય તેટલી વહેલી તકે ચૂંટણીઓ યોજવી પડશે.
વડાપ્રધાન મોદીની પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને જગદીપ ધનખડના સારા સ્વાસ્થ્યની કામના કરી હતી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, "શ્રી જગદીપ ધનખડજીને ભારતના ઉપરાષ્ટ્રપતિ સહિત અનેક મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં દેશની સેવા કરવાનો અવસર મળ્યો છે. હું તેમના સારા સ્વાસ્થ્યની કામના કરું છું.
Shri Jagdeep Dhankhar Ji has got many opportunities to serve our country in various capacities, including as the Vice President of India. Wishing him good health.
श्री जगदीप धनखड़ जी को भारत के उपराष्ट्रपति सहित कई भूमिकाओं में देश की सेवा करने का अवसर मिला है। मैं उनके उत्तम…
— Narendra Modi (@narendramodi) July 22, 2025
આ પણ વાંચો -supreme court : કાવડ યાત્રા રૂટ પર દુકાનદારોના QR કોડ મામલે SC નો મોટો નિર્ણય
ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી અનિવાર્ય
જગદીપ ધનખડનું રાજીનામું સ્વીકારાઈ જતાં, હવે ભારતના ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી પડ્યું છે. ભારતીય બંધારણ મુજબ, જો ઉપરાષ્ટ્રપતિનું પદ મૃત્યુ, રાજીનામું અથવા પદ પરથી દૂર થયા પછી ખાલી પડે, તો આ પદ ભરવા માટે શક્ય તેટલી વહેલી તકે ચૂંટણીઓ યોજવી અનિવાર્ય છે. તેથી, હવે ચૂંટણી પંચ દ્વારા નવા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો -OMG! ટ્રેન પુલ પર પહોંચી અને પુલનો પાયો તૂટી પડ્યો, જુઓ Video
નડ્ડા અને ધનખડ વચ્ચેના કથિત વિવાદ
ઉપરાષ્ટ્રપતિના રાજીનામાની સાથે જ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને જગદીપ ધનખડ વચ્ચે કથિત રીતે થયેલા વિવાદની ચર્ચાઓ પણ જોર પકડી રહી છે. સોમવારે ગૃહની કાર્યવાહી દરમિયાન, લગભગ 4:30 વાગ્યે વ્યાપાર સલાહકાર સમિતિની બીજી બેઠક યોજાવાની હતી. એવો દાવો કરવામાં આવ્યો છે કે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ ગેરહાજર રહ્યા હતા, જેના કારણે ધનખડ નારાજ હતા.આ ઉપરાંત, નડ્ડાએ ગૃહમાં આપેલા એક નિવેદન, "મારા શબ્દો રેકોર્ડ કરવામાં આવશે," ને લઈને પણ વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે, હવે જેપી નડ્ડાએ આ બાબતે પ્રતિક્રિયા આપતા સ્પષ્ટતા કરી છે કે તેમનું આ વાક્ય ખુરશી (ઉપરાષ્ટ્રપતિના પદ) માટે નહોતું, પરંતુ અન્ય સંદર્ભમાં હતું.


