ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PM Modiના Stalin પર આકરા વાકપ્રહાર, જ્યારે તમે અંગ્રેજીમાં સહી કરો છો ત્યારે તમિલનું ગૌરવ ક્યાં જાય છે ???

PM Modiએ રામેશ્વરમમાં પંબન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ એક રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે ભાષા વિવાદને ભડકાવવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી M K Stalin પર આકરા વાકપ્રહાર કર્યા હતા.
07:47 PM Apr 06, 2025 IST | Hardik Prajapati
PM Modiએ રામેશ્વરમમાં પંબન રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કર્યા બાદ એક રેલીને સંબોધિત કરી હતી. જેમાં તેમણે ભાષા વિવાદને ભડકાવવા બદલ તમિલનાડુના મુખ્યમંત્રી M K Stalin પર આકરા વાકપ્રહાર કર્યા હતા.
PM Modi,MK Stalin, Gujarat First

આજે PM Modi તમિલનાડુના પ્રવાસે છે. તેમણે પંબન રેલવે બ્રિજનું ઉદ્ધાટન કર્યુ હતું. આ ઉપરાંત અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાત મુહૂર્ત પણ કર્યુ છે. PM Modiએ અહીં એક રેલીને સંબોધન કર્યુ હતું. તેમણે પોતાના સંબોધનમાં ભારતે મેળવેલ સિદ્ધિઓ વર્ણવવાની સાથે સાથે તમિલનાડુના મુખ્યમંત્રી M K Stalin પર ભાષા વિખવાદ મુદ્દે આકરા વાકપ્રહાર કર્યા હતા.

વડાપ્રધાને કર્યા આકરા વાકપ્રહાર

MK Stalin પર વાકપ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું, તમિલનાડુના મંત્રીઓ તમિલ ભાષા વિશે ગર્વની વાત કરે છે, પરંતુ મને લખેલા તેમના પત્રો અને તેમના હસ્તાક્ષર ફક્ત અંગ્રેજીમાં હોય છે. પીએમએ સણસણતો સવાલ કર્યો કે, પત્ર લખતી વખતે તમિલ ભાષાનો ઉપયોગ કેમ નથી કરતા ? તમિલ પ્રત્યેનો તેમનો ગર્વ આ વખતે ક્યાં જાય છે?

આ પણ વાંચોઃ  રામ નવમી પર PM મોદીની ભેટ! રામેશ્વરમમાં પંબન બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, ટ્રેનને પણ લીલી ઝંડી આપી

વડાપ્રધાનની અપીલ

PM Modiએ તમિલનાડુ સરકારને અપીલ કરતા કહ્યું કે, તમિલનાડુમાં 1400 થી વધુ જન ઔષધિ કેન્દ્રો છે. અહીં 80 ટકા ડિસ્કાઉન્ટ પર દવાઓ ઉપલબ્ધ છે. આના પરિણામે તમિલનાડુના લોકોની 7000 કરોડ રૂપિયાની બચત પણ થઈ છે. તમિલનાડુમાં 11 મેડિકલ કોલેજો છે. હવે ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ ડોક્ટર બની શકે છે. હું તમિલનાડુ સરકારને કહેવા માંગુ છું કે તમિલ ભાષામાં મેડિકલ કોર્ષ શરૂ કરે, જેથી ગરીબ પરિવારોના દીકરા-દીકરીઓ જે અંગ્રેજી નથી જાણતા તેઓ પણ ડોક્ટર બની શકે.

ભારતે કરેલ પ્રગતિ વર્ણવી

PM Modi કહ્યું કે, છેલ્લા 10 વર્ષમાં ભારતે તેની અર્થવ્યવસ્થાનું કદ બમણું કર્યુ છે. આટલા ઝડપી વિકાસનું એક મુખ્ય કારણ આપણી શાનદાર મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રકચર છે. છેલ્લા 10 વર્ષમાં અમે રેલવે, રસ્તા, એરપોર્ટ, પાણી, બંદરો, વીજળી, ગેસ પાઈપલાઈન જેવી માળખાગત સુવિધાઓ માટેના બજેટમાં લગભગ 6 ગણો વધારો કર્યો છે. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે જો તમિલનાડુની ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવશે તો દેશનો એકંદર વિકાસ સુધરશે. 2014 પહેલા રેલવે પ્રોજેક્ટ માટે દર વર્ષે ફક્ત 900 કરોડ રૂપિયા મળતા હતા. આ વર્ષે માત્ર તમિલનાડુનું રેલવે બજેટ 6,000 કરોડ રૂપિયાથી વધુ છે અને ભારત સરકાર અહીં 77 રેલ્વે સ્ટેશનોનું આધુનિકીકરણ પણ કરી રહી છે. રામેશ્વરમ રેલવે સ્ટેશન પણ આમાં સામેલ છે. વિકસિત ભારત તરફની સફરમાં તમિલનાડુની મોટી ભૂમિકા છે. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે તમિલનાડુની તાકાત જેટલી વધશે તેટલો જ ભારતનો વિકાસ ઝડપી થશે.

આ પણ વાંચોઃ Pamban Bridge at a Glance: દેશના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજ વિશે અગત્યની માહિતી

Tags :
economic growthGujarat FirstGUJARAT FIRST NEWSInfrastructure DevelopmentJan Aushadhi KendrasLanguage disputeMedical CollegesMedical courses in TamilMK StalinPamban Railway Bridgepm modiRailway modernizationRameswaramRameswaram railway stationTamil NaduTamil Nadu railway stationsTamil pride
Next Article