‘West Bengal માં 2.5 લાખથી વધુ ઘરો સુધી પહોંચશે PNG’, PM મોદીએ CGD પ્રોજેક્ટનો કર્યો શિલાન્યાસ
- PM મોદીએ CGD પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો
- પ્રોજેક્ટનો હેતુ લોકોને PNG પ્રદાન કરવાનો છે
- આ પ્રોજેક્ટ અર્થતંત્રમાં એક ક્રાંતિકારી પગલું-PM
CGD Project: સિક્કિમમાં વર્ચ્યુઅલી કાર્યક્રમ કર્યા બાદ PM મોદી હવે પશ્ચિમ બંગાળ પહોંચ્યાં છે. ભારતમાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) નેટવર્કના વિસ્તરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, PM એ અલીપુરદ્વાર અને કૂચ બિહાર જિલ્લામાં સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો. રૂ. 1,010 કરોડથી વધુના ખર્ચના આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 2.5 લાખથી વધુ ઘરો, 100થી વધુ ગામડાઓ અને નગરોને પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) પ્રદાન કરવાનો છે.
PM મોદીએ શું કહ્યું?
આ ઉપરાંત, PM મોદીએ એમ પણ કહ્યું કે નિર્ધારિત લઘુત્તમ કાર્યક્રમ (MWP) લક્ષ્યો અનુસાર લગભગ 19 CNG સ્ટેશનો સ્થાપિત કરીને વાહનોને CNG પૂરો પાડવાનો લક્ષ્યાંક છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર પશ્ચિમ બંગાળમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઈનોવેશન અને રોકાણને સતત પ્રોત્સાહન આપી રહી છે. પશ્ચિમ બંગાળનો વિકાસ ભારતની પ્રગતિનો આધાર છે.
આ પણ વાંચો : AmarPreetSingh :''એક બાર અગર મે કમિટમેન્ટ કર લેતા હું તો ફીર અપને આપકી ભી નહી સુનતા.."
આ પ્રોજેક્ટ એક ક્રાંતિકારી પગલું
PM મોદીએ કહ્યું કે ઉર્જા ગંગા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટથી દરેક વ્યક્તિ પરિચિત છે. આ પ્રોજેક્ટ ગેસ આધારિત અર્થતંત્રમાં એક ક્રાંતિકારી પગલું છે. આ નીતિ હેઠળ, ગેસ પાઇપલાઇનને પૂર્વી ભારત સાથે જોડવામાં આવી છે. આ બધા પ્રયાસો સાથે, અમે ઉર્જા ગંગા પ્રોજેક્ટને નવી દિશા આપવામાં સક્ષમ થયા છીએ.
આ પણ વાંચો : POK ભારતનો એક ભાગ,અલગ થયેલા લોકો સ્વેચ્છાએ ભારત પાછા ફરશે