Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાકિસ્તાની PMની બેઈજ્જતી : 40 મિનિટ રાહ જોયા પછી પણ શરીફને મળ્યા નહીં પુતિન

તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાની વડાપ્રધાન શહબાજ શરીફ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે બેઠક કરવાની રાહ જોતાં 40 મિનિટ બેઠા, તેમ છતાં પુતિન આવ્યા નહીં તો છોભીલા ચહેરે તેઓ બાજુના રૂમમાં ઘૂસ્યા. ત્યાં પણ શરીફને કોઈએ ભાવ નહીં આપતા બેરંગ-બેઆબરુ થઈને પાછા જતાં રહ્યા. તાજેતરમાં જ પુતિન દિલ્હીમાં ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે કરી ચુક્યા છે મહત્વની મુલાકાત. રશિયા છે ભારતનું સદાબહાર મિત્ર.
પાકિસ્તાની pmની બેઈજ્જતી   40 મિનિટ રાહ જોયા પછી પણ શરીફને મળ્યા નહીં પુતિન
Advertisement

. તુર્કમેનિસ્તાનમાં Pakistani PM શહબાજ શરીફનું ઘોર અપમાન
. 40 મિનિટ રાહ જોયા બાદ પુતિન-અર્દોઆનની બેઠકમાં પહોંચીગયા
. પુતિન-અર્દોઆનની બેઠકવાળા કક્ષમાં પણ 10 મિનિટ શરીફે જોઈ રાહ

નવી દિલ્હી: તાજેતરમાં ભારતની મુલાકાત લઈને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિને પાકિસ્તાનને તેની અસલિયત દેખાડી દીધી છે. તુર્કમેનિસ્તાનમાં પાકિસ્તાનના વડાપ્રધાન શરબાજ શરીફની મોટી બેઈજ્જતી થઈ છે. રશિયા ટુડેના અહેવાલ મુજબ, શરીફ પુતિનને મળવા માટે 40 મિનિટ રાહ જોઈને બેસી રહ્યા. તેમ છતાં પુતિન મળવા માટે આવ્યા નહીં, તો થાકી હારીને ચાલ્યા ગયા. તેના પછી શરબાઝ છોભીલા ચહેરે પુતિન અને તુર્કીના રાષ્ટ્રપ્રમુખ અર્દઆનની બેઠકમાં બળજબરીથી ઘૂસી ગયા. પરંતુ અહીં પણ તેમને કોઈએ ભાવ આપ્યો નહીં. તેથી 10 મિનિટ રાહ જોયા પછી તેઓ પાછા ફર્યા.

તુર્કમેનિસ્તાનમાં આયોજીત ઈન્ટરનેશનલ પીસ એન્ડ ટ્રસ્ટ ફોરમની બેઠકમાં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન અને તુર્કીના રાષ્ટ્રાધ્યક્ષ રેસેપ તૈયપ અર્દોઆન સિવાય પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ પણ પહોંચ્યા હતા. પુતિન અને અર્દોઆન વચ્ચે બેઠકમાં વાતચીતનો તબક્કો ચાલી રહ્યો હતો. બીજી તરફ પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફ પુતિનને મળવા માટે તલપાપડ હતા.

Advertisement

પુતિનને મળવા શરીફ (Pakistani PM) હતા તલપાપડ

આરટી દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે પુતિનની રાહ જોવામાં શરીફ એટલા બેચેન હતા કે ક્યારેક ચહેરા પર હાથ ફેરવ્યો. ક્યારેક પ્રવેશદ્વાર તરફ જોયું. મીટિંગ હોલમાં બે ખુરશીઓ મૂકેલી હતી. પાછળ પાકિસ્તાન અને રશિયાના ઝંડા લગાવાયેલા હતા. એક ખુરશી પર શહબાઝ શરીફ બેઠાં હતા, બીજી ખુરશી ખાલી હતી. વીડિયોથી સ્પષ્ટ છે કે મોંઢા પર આંગળી રાખીને શહબાઝ બેચેનીથી પુતિનના આવવાની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ પુતિન આવ્યા જ નહીં.

Advertisement

આ પ્રકારે લગભગ 40 મિનિટ વીતી ગયા તો શરીફની ધીરજ ખૂંટી ગઈ. તેઓ પોતાની નજીક બેઠેલા અધિકારીને ઈશારામાં પુછતાં દેખાયા, કદાચ તેમણે પુછયું હશે કે આ શું થઈ રહ્યું છે. પરંતુ અધિકારીઓ મોંઢુ લટકાવીને બેસી રહ્યા. કોઈ જવાબ આપવાની સ્થિતિમાં જ ન હતું. જ્યારે રાહ જોતાંજોતાં 40 મિનિટ વીત્યા તો થાકી હારીને શહબાજે (Pakistani PM) લાલઘૂમ ચહેરે રૂમમાંથી બહાર નીકળીને બાજુના રૂમમાં ઘૂસી ગયા. તેમના ચહેરા પર અપમાન બોધને કારણે ગુસ્સો સ્પષ્ટ તરવરતો હતો.

પુતિને શરીફને આપ્યો નહીં કોઈ ભાવ

શરીફ જે રુમમાં ઘૂસ્યા હતા, ત્યાં પુતિન અને અર્દોઆનની બેઠક ચાલી રહી હતી. શહબાઝને જોઈને પુતિને તેમને કોઈ ભાવ આપ્યો નહીં. તેઓ શરાફતથી માત્ર પુતિનની રાહ જ જોઈ શકે તેમ હતા. આરટી મુજબ, જ્યારે 10 મિનિટ વીતી ગઈ. તો શરીફ ત્યાંથી પણ મોંઢુ લટકાવીને બહાર નીકળી ગયા. શહબાઝ શરીફ અહીં આમંત્રણ વગરના અતિથિ હતા અને અપમાનિત થઈને પાછા ફર્યા.

આ ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો કે જ્યારે પુતિને તાજેતરમાં દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઘણી ઉષ્માભેર મુલાકાત કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ પોતાના વિશ્વાસપાત્ર મિત્રનું સ્વાગત કરવામા કોઈ કરકસર છોડી ન હતી. યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પહેલીવાર ભારત આવેલા પુતિનનું સ્વાગત કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રોટોકોલ તોડીને તેમને આવકારવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી બંને એક જ કારમાં બેસીને પ્રધાનમંત્રી નિવાસ પહોંચ્યા હતા.

કારમાં બેઠેલા પુતિન અને મોદીની તસવીર એટલી ચર્ચિત થઈ કે અમેરિકાની સંસદમાં આ મુદ્દો ઉઠયો. ડેમોક્રેટ સાંસદ સિડની કેમલેગર-ડવએ પહેલા તો પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિનની તસ્વીરને સંસદમાં દેખાડી અને પછી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓની આકરી ટીકા કરી હતી.

આ પણ વાંચો :મેરિકાનો દબાવ બેઅસર, રશિયા જોડેથી ઓઇલ ખરીદીમાં ભારતની હિસ્સેદારી વધી

Tags :
Advertisement

.

×