'1980ના દાયકામાં જે થયું તે ખોટું હતું', શીખ રમખાણો પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન
- રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
- 1984ના શીખ રમખાણો પર રાહુલ ગાંધીનું મોટું નિવેદન
- શીખ વિદ્યાર્થીએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યો
Rahul Gandhi on Sikh Riots: કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, રાહુલ ગાંધી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વાત કરતા જોવા મળે છે. આ કાર્યક્રમ દરમિયાન, એક શીખ વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને 1984ના રમખાણો અને શીખ મુદ્દાઓ પર કેટલાક પ્રશ્નો પૂછ્યા.
વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને પૂછ્યું
"તમે કહ્યું હતું કે રાજકારણ નીડર હોવું જોઈએ, ડરવાની કોઈ વાત ન હોવી જોઈએ, પરંતુ અમે ફક્ત કડા પહેરવા નથી માંગતા, અમે ફક્ત પાઘડી બાંધવા નથી માંગતા, અમે અભિવ્યક્તિની સ્વતંત્રતા ઇચ્છીએ છીએ, જે કોંગ્રેસ પાર્ટીના શાસનમાં માન્ય ન હતું." વિદ્યાર્થીએ કોંગ્રેસ પર શીખ અવાજોને અવગણવાનો અને 1984ના રમખાણોના આરોપી સજ્જન કુમાર જેવા લોકોને બચાવવાનો પણ આરોપ લગાવ્યો.
રાહુલ ગાંધીએ આપ્યો આ જવાબ
આ અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, પાર્ટીની ઘણી ભૂલો તે સમયે થઈ, જ્યારે તેઓ ત્યાં નહતા. તેમણે કહ્યું કે તેઓ કોંગ્રેસ પાર્ટીના ઇતિહાસમાં થયેલી દરેક ભૂલની જવાબદારી લેવા તૈયાર છે. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું, "મેં જાહેરમાં કહ્યું છે કે 80ના દાયકામાં જે બન્યું તે ખોટું હતું. મેં ઘણી વખત સુવર્ણ મંદિરની મુલાકાત લીધી છે. ભારતમાં શીખ સમુદાય સાથે મારા ખૂબ સારા સંબંધો છે."
આ પણ વાંચો : UP: સીમા હૈદર પર ઘરમાં ઘૂસીને હુમલો, ગુજરાતના સુરેન્દ્રનગરના યુવકની અટકાયત
અમિત માલવિયાએ રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો
ભાજપ આઈટી સેલ (IT Cell)ના વડા અમિત માલવિયાએ એક વીડિયો શેર કરીને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે. X પરની તેમની પોસ્ટમાં, તેમણે લખ્યું, "એક યુવાન વિદ્યાર્થીએ રાહુલ ગાંધીને કહ્યું કે તમે શીખો સાથે સારું વર્તન કર્યું નથી અને તેમને તેમની છેલ્લી યુએસ મુલાકાત દરમિયાન ફેલાયેલા કથિત ભય અને ભ્રમની યાદ અપાવી. હવે રાહુલ ગાંધી માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મંચો પર પણ ટીકાનો સામનો કરી રહ્યા છે."
આ પણ વાંચો : Pakistan ને સેનાની ગુપ્ત માહિતી આપનારા 2 જાસૂસોની ધરપકડ, ISI ગુપ્તચર નેટવર્કનો પર્દાફાશ