Raja Raghuvanshi Case: ડ્રગ એડિક્ટ છે સોનમ અને રાજ..રાજાના ભાઇનો દાવો
- રાજા રઘુવંશી હત્યાકાંડમાં એક દાવો
- સોનમ અને રાજ કુશવાહ ડ્રગ એડિક્ટ છે.
- રાજા રઘુવંશીના ભાઇ વિપિનએ કર્યો છે
Raja Raghuvanshi Case :ઇન્દૌરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં એક દાવો કરવામાં આવ્યો છેકે સોનમ અને રાજ કુશવાહ ડ્રગ એડિક્ટ છે. આ દાવો કોઇ બીજા નહી પરંતુ રાજા રઘુવંશીના ભાઇ વિપિનએ કર્યો છે. વિપિનએ કહ્યું કે રાજાના મર્ડર કેસમાં આરોપી આનંદ અને આકાશ પોતાના નિવેદનથી પલટી ગયા છે. સંભાવના છે કે રાજ અને સોનમ પણ પોતાના નિવેદન પલટી શકે.
નાર્કોટેસ્ટની કરી માગ
રાજાના ભાઇ વિપિન રઘુવંશીએ કહ્યું આ કારણોસર અમે બંનેના નાર્કોટેસ્ટની માગ કરી રહ્યા છીએ. તેમણે મીડિયા સાથે વાતચીતમાં દાવો કર્યો કે સોનમ અને રાજ બંને ડ્રગ્સ લેતા હતા. આ કારણોસર જ તેઓએ આવા ઘાતકી કાર્યો કર્યા હોઇ શકે છે. વિપિનએ કહ્યું કે રાજાની સાથે વિશ્વાસ ઘાત થયો છે. સોનમ અને રાજ ન માત્ર વ્યક્તિગત રીતે જ સાથે હતા પરંતુ નશાની લતમાં પણ બંને એકબીજાના સાથી હતા.
આ પણ વાંચો -Maharashtra પોલીસે 7 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ, કારણ જાણીને ચોંકી જશો
સોનમ અને રાજ ડ્રગ્સ લેતા હતા- રાજાનો ભાઇ
વિપિનએ કહ્યું કે રાજા ડ્રગ્સ લેતો હતો અને સોનમ પણ તેની સાથે ડ્રગ્સ લેતી હતી. તેમણે એ પણ કહ્યું કે આરોપી આનંદ અને આકાશ પહેલેથી જ પોતાના નિવેદનો બદલી ચૂક્યા છે જેથી આશંકા છે કે રાજ અને સોનમ પણ પોતાના નિવેદનોથી પલટી શકે છે. આ મામલે સચ્ચાઇ દબાઇ શકે છે. આ આધાર પર રાજાના પરિવાર તરફથી સતત આરોપીઓના નાર્કો ટેસ્ટની માગ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો -S Jaishankar : એસ જયશંકરે ઈરાનના વિદેશ મંત્રી સાથે વાત કરી, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરો- રાજાનો ભાઇ
રાજાના ભાઇએ તો એમ પણ કહ્યું કે જો તે બંનેનો નાર્કોટેસ્ટ થાય તો આરોપીઓ પોતાના નિવેદનથી પલટશે નહી અને સચ્ચાઇ સામે આવશે. પોલીસ ઇચ્છે તો થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરે અને આરોપીની કડક પૂછપરછ કરે. જેથી હત્યાના ષડયંત્ર પરથી પડદો ઉચકાઇ શકે. ઉલ્લેખનીય છે કે રાજા રઘુવંશી મર્ડર કેસમાં અત્યાર સુધી 8 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. સોનમ રઘુવંશી, વિશાલ ચૌહાણ, આકાશ રાજપૂત, આનંદ કુર્મી સહિત ફ્લેટ માલિક, ચોકીદાર અને બ્રોકરનો સમાવેશ થાય છે. હાલ આ મામલે પોલીસ તપાસ તેજ છે.


