સંજય મલ્હોત્રા બન્યા RBI ના નવા ગવર્નર, જાણો તેમના વિશે
- સંજય મલ્હોત્રા RBIના નવા ગવર્નર!
- સંજય મલ્હોત્રાની RBIના 26માં ગવર્નર તરીકે નિમણૂક
- શક્તિકાંત દાસનો કાર્યકાળ પૂર્ણ, મલ્હોત્રાએ ગાદી સંભાળી
મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રા (Revenue Secretary Sanjay Malhotra) ને ભારતીય રિઝર્વ બેંક (RBI)ના 26મા ગવર્નર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે. આ નિર્ણાયક નિયુક્તિ ભારત સરકાર દ્વારા કેબિનેટની નિમણૂક સમિતિએ કર્યો છે. મલ્હોત્રા 12 ડિસેમ્બર, 2024 થી 3 વર્ષની મુદત માટે આ પદ પર રહેશે. આ જાહેરાત ANI દ્વારા સત્તાવાર દસ્તાવેજોના સંદર્ભે કરવામાં આવી હતી. હાલના નાણા મંત્રાલયમાં મહેસૂલ સચિવ તરીકે કાર્યરત મલ્હોત્રા આગામી ગવર્નર તરીકે 11 ડિસેમ્બરથી પોતાનો કાર્યભાર સંભાળશે.
શક્તિકાંત દાસનું કાર્યકાળ પૂર્ણ
સંજય મલ્હોત્રા (Sanjay Malhotra) વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે, જેમણે આ પદ પર સફળતાપૂર્વક 2 કાર્યકાળ પૂર્ણ કર્યા છે. દાસની મુદત 10 ડિસેમ્બર, 2024ના રોજ સમાપ્ત થઈ રહી છે. તેમના કાર્યકાળ દરમિયાન ભારતીય અર્થતંત્રમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા હતા, જેમાં COVID-19 પછીના સમયગાળામાં આર્થિક સુધારા માટેના પગલાં પણ સામેલ હતા. તેમના ઉત્તમ માર્ગદર્શનમાં RBIએ ભારતીય બજારમાં સ્થિરતા જાળવી રાખી હતી.
Sanjay Malhotra બનશે RBIના નવા ગવર્નર
હાલમાં મહેસૂલ સચિવ છે સંજય મલ્હોત્રા
11 ડિસેમ્બરથી આગામી 3 વર્ષ માટે Governor@RBI @nsitharamanoffc #BigBreaking #RBI #SanjayMalhotra #NewGovernor #IAS #ReserveBankOfIndia #GujaratFirst pic.twitter.com/g7wA9vztdo— Gujarat First (@GujaratFirst) December 9, 2024
સંજય મલ્હોત્રાનો વ્યાવસાયિક પ્રોફાઈલ
સંજય મલ્હોત્રા (Sanjay Malhotra) રાજસ્થાન કેડરના 1990 બેચના ભારતીય વહીવટી સેવા (IAS)ના અધિકારી છે. સંજય મલ્હોત્રા IIT કાનપુરમાંથી પાસઆઉટ છે. તેમની પાસે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગની ડિગ્રી છે. મલ્હોત્રાએ પ્રિન્સટન યુનિવર્સિટી, યુએસમાંથી જાહેર નીતિમાં માસ્ટર ડિગ્રી પણ મેળવી છે. તેમણે બેંકિંગ, વિજળી, આઈટી, ટેક્સેશન અને માઈનિંગ સહિતના ઘણા ક્ષેત્રોમાં કામ કર્યું છે. મલ્હોત્રાએ પ્રત્યક્ષ અને પરોક્ષ કર માળખા પર પણ કામ કર્યું છે. ટેક્સ પોલિસી અને નાણાકીય વ્યવસ્થાપનની બાબતોમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. ડિસેમ્બર 2022 માં મહેસૂલ સચિવ તરીકે તેમની નિમણૂક પહેલા, તેઓ નાણા સર્વિસ વિભાગમાં સચિવ હતા, જ્યાં તેમણે નાણાંકીય સુધારાઓને અનુસરવામાં અને બેંકિંગ ક્ષેત્રને મજબૂત બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ટેક્સ કલેક્શનમાં વૃદ્ધિને પ્રોત્સાહન આપવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે અને GST કાઉન્સિલના એક્સ-ઑફિસિઓ સેક્રેટરી તરીકે પણ સેવા આપી છે. મલ્હોત્રા અગાઉ રાજ્ય સંચાલિત RECના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરના પદ પર રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે મલ્હોત્રાની નિયુક્તિ એવા સમયે થઈ છે જ્યારે અર્થવ્યવસ્થા મહત્વપૂર્ણ પડકારો અને સુધારાઓમાંથી પસાર થઈ રહી છે.
આ પણ વાંચો: રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની તૈયારીમાં વિપક્ષ, મળ્યો આ પાર્ટીઓનો સાથ


