Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સૈફ અલી ખાન માટે પડ્યા પર પાટુ, 15000 કરોડ રૂપિયાની સંપત્તી થઇ શકે છે જપ્ત, જાણો સમગ્ર વિવાદ

Bollywood અભિનેતા સૈફ અલી ખાનને મધ્યપ્રદેશ હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની ભોપાલ ખાતેની સંપત્તિ પર લાગેલા સ્ટેને હટાવી દીધો છે.
સૈફ અલી ખાન માટે પડ્યા પર પાટુ  15000 કરોડ રૂપિયાની સંપત્તી થઇ શકે છે જપ્ત  જાણો સમગ્ર વિવાદ
Advertisement
  • ભોપાલના નવાબનો અડધો પરિવાર પાકિસ્તાન
  • જેના કારણે શત્રુ સંપત્તી કાયદા અંતર્ગત કરાઇ કાર્યવાહી
  • સૈફ અલી ખાનને પડ્યા પર પાટુ જેવી પરિસ્થિતિ સર્જાઇ

Bollywood અભિનેતા સૈફ અલી ખાનને મધ્યપ્રદેશ હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની ભોપાલ ખાતેની સંપત્તિ પર લાગેલા સ્ટેને હટાવી દીધો છે. ત્યાર બાદ તેમની આશરે 15 હજાર કરોડ રૂપિયાની કિંમતની સંપત્તીઓ જપ્ત થવાનો ખતરો છે.

બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાને હાલમાં જ જીવલેણ હુમલાનો સામનો કર્યો છે. હાલ તો તેમાંથી સરખા બેઠા પણ નથી થયા તેમના માટે એક વધારે ઝટકો આપનારા સમાચારો છે. સૈફના પટૌડી પરિવારના પારિવારીક સંપત્તીઓ કેન્દ્ર સરકારના નિયંત્રણમાં આવી શકે છે. આ તમામ પ્રોપર્ટી મધ્યપ્રદેશના ભોપાલમાં છે અને તેની સરેરાશ કિંમત 15 હજાર કરોડ રૂપિયા ગણાવાઇ રહી છે. મધ્યપ્રદેશ હાઇકોર્ટે તેના પર લાગેલા સ્ટેને હટાવી દીધો છે.

Advertisement

આ પણ વાંચો : વેપારીઓને ફાયદો કરાવવા માટે ખેડૂતોને પાયમાલ કરી રહ્યા છે સરકારી અધિકારી: પાલ આંબલીયાના ગંભીર આક્ષેપ

Advertisement

હાઇકોર્ટે હટાવ્યો સ્ટે

અભિનેતા સૈફ અલી ખાન હાલમાં જ જીવલેણ હુમલાના કારણે હોસ્પિટલમાં દાખલ હતા અને મંગળવારે જ પરત ઘરે આવ્યા. બીજી તરફ મધ્યપ્રદેશ હાઇકોર્ટ તરફથી તેમના માટે એક ખરાબ સમાચાર આવ્યા. બોલિવુડ અભિનેતા સૈફ અલી ખાન પટૌડી પરિવારની ભોપાલ ખાતેની રાયસેન ખાતેની પારિવારિક સંપત્તીઓને કેન્દ્ર સરકાર પોતાના નિયંત્રણમાં લઇ શકે છે. તેના પર ગાલેલા સ્ટેનો આદેશ મધ્યપ્રદેશ હાઇકોર્ટે હટાવી દીધો છે. ત્યાર બાદ શત્રુ સંપત્તિ ધિનિયમ 1968 અંતર્ગત તેનું અધિગ્રહણ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી શકે છે.

શત્રુ સંપત્તિ શું હોય છે?

કેન્દ્ર સરકાર સૈફ અલી ખાનની ભોપાલ ખાતેની સંપત્તીઓને શત્રુ સંત્તિ અધિનિયમ 1968 અંતર્ગત જપ્ત કરી શકે છે. તો અહીંથી લઇ જવું જરૂરી છે કે આખરે આ કઇ પ્રોપર્ટી હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એનિમી પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ભારત સરકાર તે લોકોની સંપત્તિઓ પર દાવો કરી શકે છે, જે 1947 માં ભાગલા પડ્યા બાદ પાકિસ્તાન જતા રહ્યા હતા અને સૈફ અલી ખાનના પટૌડી પરિવારની ભોપાલની સંપત્તીઓની શ્રેણીમાં આવે છે.

આ પણ વાંચો : Gujarat: ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો આક્ષેપ BJPના ધારાસભ્યએ કરતા રાજકીય માહોલ ગરમાયો

હાઇકોર્ટે શું કહ્યું

ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશ હાઇકોર્ટે વર્ષ 2015 માં આ મામલે સુનાવણી ત્યારે શરૂ કરી હતી, જ્યારે મુંબઇ ખાતે એનિમી પ્રોપર્ટી કસ્ટોડિયન ઓફીસની તરફથી ભોપાલના નવાબની જમીનને સરકારી સંપત્તી જાહેર કરી દીધી હતી. ત્યાર બાદ પાટોડી ફેલિમીને નોટિસ ફટકારી હતી. તેના જવાબમાં સૈફ અલી ખાને આ નોટિસને હાઇકોર્ટમાં પડકાર્યો અને સંપત્તિ પર સ્ટે લીધો.

હજી સુધી કોઇ પગલું ઉઠાવ્યું નથી

બિઝનેસ ટુડેના રિપોર્ટ અનુસાર ગત્ત વર્ષે 13 ડિસેમ્બરે એમપી હાઇકોર્ટમાં જસ્ટિસ વિવેક અગ્રવાલની બેંચે સૈફની આ અરજી ફગાવતા તેમને અપીલ દાખલ કરવા માટે 30 દિવસનો સમય આપ્યો હતો. જો કે સૈફ અલી ખાનનો અથવા તેમના પરિવારના કોઇ પણ સભ્યોએ હજી સુધી કોઇ પગલું નથી ઉઠાવ્યું. જો કે સૈફ પરિવાર પાસે હાઇકોર્ટની ડબલ બેંચ સમક્ષ અપીલ દાખલ કરવાનો વિકલ્પ હજી પણ છે. હાલ રિપોર્ટ અનુસાર ભોપાલ કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે કહ્યું કે, આ મામલે હાઇકોર્ટનો આદેશ સ્પષ્ટ થયા બાદ જ કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો : Martyrs' Day: 30 જાન્યુઆરીએ બે મિનિટ માટે થંભી જશે ગુજરાત, મૌન પાળી અપાશે શ્રદ્ધાંજલિ

આ સંપત્તીઓ જપ્ત થઇ શકે છે

સૈફ અલી ખાનની જે સંપત્તી જપ્ત થવાનો ખતરો છે તેમાં તેમના ભોપાલ અને રાયસેના પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે. જેમાં ફ્લેગ સ્ટાફ હાઉસ, નુર અસ સબા પૈલેસ, દાર ઉસ સલામ, હબીબીનો બંગલો, અહેમદાબાદ પેલેસ, કોહેફિઝાનો સમાવેસ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ફ્લૈગ સ્ટાફ હાઉસમાં જ સૈફે પોતાનું બાળપણ નિતાવ્યું છે.

1947 સુધી ભોપાલ એક રાજ્ય હતું

1947 સુધી ભોપાલ એક રિયાસત હતું અને નવાબ હમીદુલ્લાહ ખાન તેના અંતિમ નવાબ હતા. તેઓ મંસૂર અલી ખાન પટૌડીના નાના હતા અે તેમની ત્રણ પુત્રીઓ હતી. જેમાં આબિદા સુલ્તાન 1950 માં પાકિસ્તાન જતી રહી હતી. તેમની બીજી પુત્રી સાજિદા સુલ્તાન ભારતમાં જ રહ્યા અને તેમણે સૈફ અલી ખાનના દાદા નવાબ ઇક્થિખાર અલી ખાન પટૌડી સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ 2019 માં કોર્ટે સાજિદા સુલ્તાનને કાયદેસરના ઉત્તરાધિકારી તરીકે માન્યતા આપી અને સૈફ અલી ખાનને સંપત્તિનો એક હિસ્સો વિરાસતમાં મળ્યો હતો જો કે તેમની દાદાની મોટી બહેનના કારણે તેમની પ્રોપર્ટી શત્રુ સંપત્તી અધિનિયમ અંતર્ગત સરકારના દાવાનું કેનદ્ર બની હતી.

આ પણ વાંચો : Surat: શહેરમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો, ફરી 3 ઝડપાયા

Tags :
Advertisement

.

×