Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Disha Patani ના પિતા સાથે થઇ ગયો કાંડ, અધિકારી બનવાની લાલચે લાખો ગુમાવ્યા

બોલિવુડની અભિનેત્રી દિશા પટનીના પિતા અને રિટાયર્ડ પોલીસ અધિકારી જગદીશ પટની સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે.
disha patani ના પિતા સાથે થઇ ગયો કાંડ  અધિકારી બનવાની લાલચે લાખો ગુમાવ્યા
Advertisement
  • દિશા પટણીના પિતા છે નિવૃત પોલીસ અધિકારી
  • મોટા પદની લાલચે લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો
  • ઠગોએ 25 લાખ રૂપિયામાં કમિશનના અધ્યક્ષ બનાવવાની લાલચ આપી હતી

Mumbai : બોલિવુડની અભિનેત્રી દિશા પટનીના પિતા અને રિટાયર્ડ પોલીસ અધિકારી જગદીશ પટની સાથે 25 લાખ રૂપિયાની છેતરપિંડી થઇ છે. સરકારમાં ઉચ્ચ હોદ્દો અપાવવા અને એક કમિશનના ચેરમેન-વાઇસ ચેરમેન બનાવવાના નામે તેમના પિતા જગદીશ પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા હતા. આ કેસમાં જૂના અખાડાના આચાર્ય સહિત 5 લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Mehsana Accident : વડનગર પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત, 2 ના મોત

Advertisement

જગદીશ પાટણી અધિકારી બનવા માંગતા હતા

જગદીશ પાટનીએ 3મહિના થવા છતા પણ કામ પુરૂ નહીં થતા પૈસા પરત માંગ્યા હતા. જો કે ઠગે જણાવ્યું કે, કામ ચાલુ છે જો કામ પૂર્ણ નહીં થાય તો વ્યાજ સાથે પૈસા પરત કરીશું. 6 મહિના બાદ પણ કંઇ કામ નહીં થતા જગદીશ પટનીનેપૈસા કે પોસ્ટ કાંઇ પણ મળ્યું નહોતું. રિટાયર્ડ ડેપ્યુટી એસપી જગદીશ પાટનીની મુલાકાત શિવેન્દ્ર પ્રતાપ સિંહ સાથે થઇ હતી. શિવેન્દ્રએ જુના અખાડાના દિવાકર ગર્ગ અને આચાર્ય જય પ્રકાશ સાથે મુલાકાત કરાવી હતી. આ લોકોએ ખાતરી આપી કે તેઓ તેમને સરકારી કમિશનના અધ્યક્ષ અથવા ઉપાધ્યક્ષની પદવી અપાવશે.

Advertisement

આ પણ વાંચો : Govinda ની તબિયત લથડી, જલગાંવથી તત્કાલ મુંબઇ ખસેડાયો

ઉચ્ચ અધિકારીઓ સાથે સંપર્કનો અપાવ્યો વિશ્વાસ

શરૂઆતમાં તેમણે અલગ અલગ રાજનેતાઓ સાથે સંપર્ક ટાંકીને તેમનો વિશ્વાસ જીત્યો હતો. ત્યાર બાદ તેમણે ટોટલ 25 લાખ રૂપિયાની માંગ કરી હતી. જેમાં 5 લાખ રૂપિયા રોકડા અને 20 લાખ રૂપિયા અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે 6 મહિના જેટલો લાંબો સમય વીતી જવા છતા પણ કોઇ કાર્યવાહી નહીં થતા તેમને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો.

આ પણ વાંચો : ભારતના જોરદાર વિરોધ સામે પાકિસ્તાન ઝૂક્યું, Champions Trophy ના નવા શેડ્યૂલમાંથી PoK બહાર!

મુખ્યમંત્રીના ઓએસડી તરીકેની ઓળખ આપી

જો કે ફરિયાદ ન થાય તે માટે આરોપીઓએ જગદીશ સાથે એક વ્યક્તિની ઓળખાણ કરાવી હતી. તે વ્યક્તિ મુખ્યમંત્રીનો ઓએસડી હોવાનું કહી પરિચય કરાવ્યો હતો. જેથી તેઓ છેતરાયા નહીં હોવાનો અનુભવ થાય છે. જો કે વધુ 3 મહિના સુધી કાંઇ જ નહીં થતા તેમણે ફરી સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ત્યાર બાદ જણાવ્યું કે, પૈસા પરત નહીં મળે.

હાલ તો સમગ્ર મામલે પોલીસે સમગ્ર મામલે પોલીસ કેસ દાખલ કરીને તપાસ આદરી છે. આરોપીઓને લોકેશનની ઓળક કરીને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામની ઓળખ કરી લેવામાં આવી છે. ટુંક જ સમયમાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવશે.

આ પણ વાંચો : Manipur માં પરિસ્થિતિ નિયંત્રણ બહાર, CM ના MLA જમાઈ અને 2 મંત્રીઓના ઘર પર હુમલો, ઇન્ટરનેટ બંધ

Tags :
Advertisement

.

×