ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Indian Deported from US: 119 ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને બીજી ફ્લાઇટ અમેરિકાથી રવાના, અમૃતસર એરપોર્ટ પર ઉતરાણ

Indian Deported from US: આ ફ્લાઇટમાં 119 લોકોને લાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અડધાથી વધુ લોકો પંજાબના છે. આ ફ્લાઇટ આજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે અમૃતસર એરપોર્ટ (Amritsar airport) પર ઉતરશે.
08:43 AM Feb 15, 2025 IST | VIMAL PRAJAPATI
Indian Deported from US: આ ફ્લાઇટમાં 119 લોકોને લાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અડધાથી વધુ લોકો પંજાબના છે. આ ફ્લાઇટ આજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે અમૃતસર એરપોર્ટ (Amritsar airport) પર ઉતરશે.
Indian Deported from US
  1. પીએમ મોદીનો બે દિવસ યુએસ પ્રવાસ પણ જઈ આવ્યાં
  2. ગેરકાયદેસર વસતા ભારતીયો સામે ટ્રમ્પે લાલ આંખ
  3. સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે અમૃતસર એરપોર્ટ પર ઉતરશે

Indian Deported from US: અમેરિકામાં ટ્રમ્પ જ્યારથી સરકારમાં આવ્યાં છે, ત્યારથી અનેક મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમેરિકામાં ગેરકાયદેસર વસતા ભારતીયો (Indian Deported from US) સામે ટ્રમ્પે લાલ આંખ કરીને તેમને ભારત પાછા મોકલવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીનો બે દિવસ યુએસ પ્રવાસ પણ જઈ આવ્યાં છે. એક તરફ, જ્યારે પીએમ મોદી (PM Modi) અમેરિકાથી ભારત પાછા ફરવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યારે તે જ સમયે, ટ્રમ્પ સરકાર (Trump Government) ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ (Indian Deported from US)ના બીજા જૂથને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું હતું. આ કન્સાઇન્મેન્ટ ટૂંક સમયમાં ભારત પહોંચશે તેવી વિગતે સામે આવી છે.

આ પણ વાંચો: Congress નાં રાષ્ટ્રીય માળખામાં મોટા ફેરફાર, આ 2 ગુજરાતી નેતાની કરાઈ બાદબાકી

આ ફ્લાઇટમાં 119 લોકોને લાવવામાં આવી રહ્યા છે

વધારે વિગતે વાત કરવામાં આવે તો, આ ફ્લાઇટ આજે સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે અમૃતસર એરપોર્ટ (Amritsar airport) પર ઉતરશે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, આ ફ્લાઇટમાં 119 લોકોને લાવવામાં આવી રહ્યા છે, જેમાંથી અડધાથી વધુ લોકો પંજાબના છે. રાજ્ય પ્રમાણે આંકડાની વાત કરવામાં આવે તો, પંજાબના 67, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, ગોવા અને મહારાષ્ટ્રના 2-2 અને રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર અને હિમાચલ પ્રદેશના 1-1 એમ કુલ મળીને 119 લોકોને ભારત પાછા મોકવામાં આવી રહી રહ્યાં છે.

આ પણ વાંચો:  મને તમારી વાત સમજાણી નહીં, ભારતીય પત્રકારના સવાલના જવાબ પર બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ

ભારતીયોના ઇમિગ્રન્ટ્સને લઈને અનેક લોકો છે નારાજ

અમેરિકાથી આવા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલુ પ્લેન 5 ફેબ્રુઆરીના રોજ અમૃતસર આવ્યું હતું. જેમાં 104 લોકોને હાથકડી અને બેડીઓથી બાંધીને યુએસ લશ્કરી વિમાનમાં લાવવામાં આવ્યા હતાં. આ મુદ્દા પર રસ્તાઓથી લઈને સંસદ સુધી હોબાળો થયો. ભારતીયો પ્રત્યેના આવા અમાનવીય વર્તનની નિંદા કરવામાં આવી હતી. વિપક્ષી પાર્ટીઓએ મોદી સરકારની કૂટનીતિ પર પણ સવાલો ઉઠાવ્યા હતા.આ બાબતે સામાન્ય લોકોથી લઈને રાજકીય લોકો પણ આ નિયમનો વિરોધ થઈ રહ્યો છે.

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
AmritsarDeportationGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujaraties in USillegal immigrants in usIllegal Indian immigrantsIndian Deportation RowIndian Deported from USmilitary planemmigrationmodi trumppm modi us visitsecond flightsecond planeTrump GovernmentUS Government
Next Article