ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Asiatic Lion Census : ગુજરાતમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો, 'પ્રોજેક્ટ લાયન'અંગે PM મોદીએ કહી આ વાત

વડાપ્રધાન મોદીએ 'પ્રોજેક્ટ લાયન'ને લઇને કરી X પર પોસ્ટ PM મોદીએ X પર લખ્યું- ઘણી ઉત્સાહિત કરનારી જાણકારી! સિંહોની વધતી સંખ્યાને લઇને વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી ગુજરાતમાં સિંહોને અનુકુળ વાતાવરણ મળતા સંરક્ષણ સુનિશ્રિત થયું ગુજરાતમાં એશિયાઇ સિંહોની સંખ્યા...
05:08 PM May 21, 2025 IST | Hiren Dave
વડાપ્રધાન મોદીએ 'પ્રોજેક્ટ લાયન'ને લઇને કરી X પર પોસ્ટ PM મોદીએ X પર લખ્યું- ઘણી ઉત્સાહિત કરનારી જાણકારી! સિંહોની વધતી સંખ્યાને લઇને વડાપ્રધાન મોદીએ ખુશી વ્યક્ત કરી ગુજરાતમાં સિંહોને અનુકુળ વાતાવરણ મળતા સંરક્ષણ સુનિશ્રિત થયું ગુજરાતમાં એશિયાઇ સિંહોની સંખ્યા...
PM Narendra Modi

 

Asiatic Lion Census : ગુજરાતની શાન ગણાતા એશિયાઈ સિંહોની વસ્તી ગણતરીનો 16મો તબક્કો પૂર્ણ થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) દ્વારા સિંહોની સંખ્યા 891 જાહેર કરવામાં આવી છે. સિંહની વસ્તી ગણતરી રાજ્યના 11 જિલ્લાઓના 58 તાલુકાઓમાં 35,000 ચોરસ કિલોમીટરના વિશાળ વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. જેમાં 3,254 લોકોની ટીમે અથાગ પ્રયાસો કરતાં 891 સિંહોની હાજરી હોવાનું જાણવા મળ્યું છે.  આ માહિતી ખુદ CM ભૂપેન્દ્રભાઈ પટેલે શેર કરી હતી. જેને PM મોદી (PM NarendraModi)એ રિટ્વિ કરીને ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

 

PM મોદીએ ખુશી વ્યક્ત કરી

PM નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા અઢી દાયકામાં ગુજરાતમાં સિંહ સહિત વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે ઘણા સુવ્યવસ્થિત પ્રયાસો કરવામાં આવ્યા છે.મોદીજી દ્વારા શરૂ કરાયેલા 'ProjectLion' દ્વારા સિંહોની વસ્તી વ્યવસ્થાપન અને આરોગ્ય સંભાળ જેવા પ્રયાસોને જબરદસ્ત વેગ મળ્યો છે.સિંહોની અંદાજિત સંખ્યા, જે વર્ષ 2020 માં 674 હતી, તે 5 વર્ષમાં વધીને 891 થઈ ગઈ છે અને સિંહોની શ્રેણીમાં પણ વધારો થયો છે. ગુજરાતના 11  જિલ્લાઓમાં હવે સિંહો જોવા મળે છે.આ કેન્દ્ર અને રાજ્ય સરકારોના સંયુક્ત પ્રયાસો અને સ્થાનિક લોકોના પ્રશંસનીય સહયોગનું સુખદ પરિણામ છે.

PM મોદીએ ખુશી વ્યક્ત કરી

આ પણ  વાંચો - Asiatic Lion Census : ગુજરાત સિંહોની સંખ્યા 891 થતાં પરિમલ નથવાણીએ સરકારી અભિયાનોની કરી પ્રશંસા

ગુજરાતમાં સિંહ ગણતરીના નવા આંકડા જાહેર

ગુજરાતમાં સિંહ ગણતરી પૂર્ણ થતા CM ભૂપેન્દ્ર પટેલે નવા આંકડા જાહેર કર્યા છે,CM ભૂપેન્દ્રભાઈ પટેલનું કહેવું છે કે, વર્ષ 1963માં પ્રથમવાર સિંહની વસતી ગણતરી થઈ હતી અને રાજ્યના 11 જિલ્લામાં સિંહ વસતી ગણતરી કરાઈ હતી, PMએ પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. ગુજરાત રાજ્યમાં 16મી સિંહ વસ્તી અંદાજપૂર્ણ થઈ છે, 11 જિલ્લાના 58 તાલુકામાં આ સિંહની ગણતરી હાથ ધરાઈ હતી, જેમાં 35,000 ચોરસ કિલોમિટર વિસ્તારમાં ગણતરી થઈ છે, વર્ષ 2020ની ગણતરી વખતે 674 સિંહ નોંધાયા હતા અને અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લામાં સિંહની ગણતરી કરાઇ હતી.

આ પણ  વાંચો -Asiatic Lion :16 મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની મુખ્યમંત્રીશ્રી દ્વારા ગૌરવપૂર્ણ જાહેરાત

 

511 સ્વંય સેવકો સહિતનાઓ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાયા હતા

અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને બોટાદ જિલ્લા સહિત રાજ્યના ૧૧ જિલ્લાઓમાં તા.૧૦ થી ૧૩ મે-૨૦૨૫ દરમિયાન બે તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી થઇ હતી, ધારી ગીર પૂર્વ વન વિભાગ (રિજિયન) અંતર્ગત સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં રિજનલ અધિકારી ઝોનલ અધિકારી , ગણતરીકારો ઓબ્ઝર્વર સહિત ૫૧૧ સ્વંય સેવકો સહિતનાઓએ સિંહ વસ્તી અંદાજની કામગીરીમાં જોડાઇને તેમની ઉત્કૃષ્ટ સેવાઓ આપવાનો ઉમદા પ્રયાસ કર્યો છે.

સરકારી અભિયાનોની કરી પ્રશંસા

Parimal Nathwani એ જણાવ્યું કે, ગુજરાતમાં સિંહોની સંખ્યામાં થયેલા વધારા માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશીપૂર્ણ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા સંવર્ધન પ્રયાસોની ખૂબ જ મોટી ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રોજેક્ટ લાયન ડોક્યુમેન્ટ 'લાયન @ 47: વિઝન ફોર અમૃતકાળ' (Lion @ 47: Vision for Amritkaal) માં જુદા-જુદા 21 લાયન કોરીડોરની ઓળખ કરીને સિંહોની વધતી જતી વસતિના વ્યવસ્થાપન અને તેની સુરક્ષા સહિતના મુદ્દાઓને કારણે ભવિષ્યમાં પણ ગુજરાતમાં સિંહોની વસતિ ખૂબ જ વધશે તેવી આશા છે. બરડાના જંગલોમાં સિંહોને વસાવીને તેમના માટે નવું ઘર ઊભું કરવાની સરકારની કામગીરી પણ પ્રશંસનીય છે.

 

પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી

સિંહ વસ્તી અંદાજ માટે એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ આશરે ૩૫,૦૦૦ ચો. કિ.મી. નો વિસ્તાર કવર કરવામાં રાજયના ૧૧ જિલ્લાના ૫૮ તાલુકાઓના ૮ રિજિયન, ૩૨ ઝોન અને ૧૧૨ સબ ઝોનમાં સિંહ વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવી છે. ૧૬મી સિંહ વસ્તી અંદાજ કામગીરી અન્વયે વન વિસ્તારમાં બીટ અને વન વિસ્તારની બહાર ૩-૧૦ ગામોનું જૂથ મુજબ કામગીરી હાથ ધરવામાં આવી છે. અવલોકન રેકોર્ડિંગ માટે ૨૪ કલાકનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં પ્રાથમિક અંદાજ અને આખરી અંદાજ કામગીરી કરવામાં આવી હતી.

 

16 મી સિંહ વસ્તી ગણતરીમાં ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો

ડેટા રેકોર્ડિંગ માટે સમય, જીપીએસ લોકેશન, ચિન્હો, ફોટા, મુવમેન્ટની દિશા સહિતનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે, આ કામગીરીને લગતી જરુરી વિગતો પણ નોંધવામાં આવી રહી છે. જી.આઈ.એસ અને સ્ટેસ્ટિકલ સોફ્ટવેરની મદદથી ડેટાનું એકત્રિકરણ, સંકલન, નિષ્કર્ષણ, આલેખન કરવામાં આવી રહ્યુ છે. અંતે ડેટા વિશ્લેષણ બાદ સિંહની વસ્તીનો આખરી અંદાજ અહેવાલ તૈયાર થશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે. ગુજરાતમાં સૌપ્રથમ વર્ષ 1936 માં સિંહ વસ્તી ગણતરી યોજાઇ હતી. ૧૬મી સિંહ વસ્તી ગણતરી અંદાજ માટે મોડર્ન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

Tags :
891 Asiatic LionsAsiatic Lion CensusBarda Forest LionsCoastal LionsGir SanctuaryGovernment CampaignsGujarat FirstGUJARAT FIRST NEWSGujarat Lion CountGujarat WildlifeLion @ 47: Vision for AmritkaalLion Breeding CampaignsLion ConservationLion CorridorsLion ResettlementParimal Nathwanipm narendra modiProject LionSasan Gir
Next Article