Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાણીએ ભાગીને લગ્ન કર્યા, ગુસ્સે ભરાયેલા મામાએ રિસેપ્શનના ભોજનમાં ઝેર ભેળવી દીધું

કોલ્હાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ અચાનક પોતાની ભત્રીજીનાગ્નના રિસેપ્શનમાં ઘુસી ગયો હતો.
ભાણીએ ભાગીને લગ્ન કર્યા  ગુસ્સે ભરાયેલા મામાએ રિસેપ્શનના ભોજનમાં ઝેર ભેળવી દીધું
Advertisement
  • ભાણી મામાના ઘરે જ રહીને મોટી થઇ હતી 
  • ભાણીએ ભાગીને ગામના જ યુવક સાથે કર્યા લગ્ન
  • લગ્નથી નાખુશ મામાએ ભોજનસમારંભમાં ભેળવ્યું ઝેર

કોલ્હાપુર : કોલ્હાપુરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક વ્યક્તિએ અચાનક પોતાની ભત્રીજીનાગ્નના રિસેપ્શનમાં ઘુસી ગયો હતો. તેણે મહેમાનો માટે તૈયાર થયેલા ભોજનમાં ઝેર ભેળવી દીધું હતું અને ફરાર થઇ ગયો હતો.

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લામાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ અચાનક પોતાની ભત્રીજીના લગ્નના રિસેપ્શનમાં ઘુસી ગયો. તેણે મહેમાનો માટે તૈયાર કરવામાં આવેલા ભોજનમાં ઝેર ભેળવી દીધું હતું. પોલીસે બુધવારે જણાવ્યું કે, આરોપીની ભત્રીજીના લગ્નની વિરુદ્ધ હતો માટે તેણે આવી હરકત કરી હતી.

Advertisement

આ પણ વાંચો : ‘AAP’એ તોડી રાજકીય મર્યાદા’; બીજેપી સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પ્રેસ કોન્ફરન્સમાં ઉઠાવ્યા સવાલ

Advertisement

ખાવામાં ઝેર ભેળવીને થયો ફરાર

જો કે સારી બાબત છે કે, આ ભોજન કોઇએ ખાધુ નહોતું અને સમગ્ર મામલો સામે આવી ગયો હતો. ત્યાર બાદ પોલીસ બોલાવાઇ અને પોલીસે ભોજન સેમ્પલ ટેસ્ટિંગ માટે મોકલી દીધું છે. હાલ આરોપી ફરાર છે.

એજન્સીના અનુસાર પોલીસે જણાવ્યું કે, આ ઘટના મંગળવારે બપોરે પન્હાલા તાલુકા વિસ્તારના ઉંટ્રે ગામમાં થઇ હતી, ત્યાર બાદ કેટલાક લોકોએ આરોપીને પકડી લીધા હતા, જો કે તે ભાગવામાં સફળ રહ્યો હતો.

આ પણ વાંચો : Amreli: લેટર કાંડ મામલે રાજકારણમાં ગરમાવો આવ્યો, જાણો વિવિધ કાર્યક્રમની ગતિવિધિ

મામાના ઘરે જ મોટી થઇ હતી યુવતી

પન્હાલા પોલીસે જણાવ્યું કે, અમે તે વ્યક્તિ વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો છે. તેની ઓળખ અત્રે ગામના રહેવાસી અને મહિલાના માતા મહેશ પાટિલ તરીકે થઇ છે. પોલીસના અનુસાર યુવતી મામાના ઘરે જ રહી અને ભણી અને ઉછરી હતી.

ભત્રીજીએ ગામના જ યુવક સાથે કર્યા હતા પ્રેમલગ્ન

કોડુંભૈરીએ કહ્યું કે, આરોપીની ભાણી હાલમાં જ ગામના એક વ્યક્તિ સાથે ભાગી ગઇ હતી. જો કે તે પાટિલને સ્વિકાર્ય નહોતું. માટે તેણે મંગળવારે યુવતીના લગ્નના રિસેપ્શન સમારંભમાં જઇને મહેમાનોને પિરસાઇ રહેલા ભોજનમાં ઝેર નાખી દીધું હતું. અધિકારીઓએ જણાવ્યું કે, જ્યારે તે વ્યક્તિ ભોજનમાં ઝેરી પદાર્થ નાખી રહ્યો હતો ત્યારે આસપાસના લોકો તેને જોઇ ગયા હતા. તેને ઝડપી લીધો હતો. જો કે થોડા સમય બાદ તે ફરાર થઇ ગયો હતો.

આ પણ વાંચો : છ મુસ્લિમ યુવકોએ પોતાની જ બહેનો સાથે કર્યા લગ્ન, અનેક મૌલવીઓએ કર્યા વખાણ

ફોરેન્સિક લેબમાં મોકલાયા સેમ્પલ

અધિકારીઓએ કહ્યું કે, તેની વિરુદ્ધ કલમ 286 (ઝેરી પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ), 125 (બીજાના જીવને જોખમમાં નાખવો) અને ભારતીય ન્યાય સંહિતાની અન્ય પ્રાસંગિક કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેને ઝડપી લેવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. જો કે સદભાગ્ય છે કે, કોઇ પણ વ્યક્તિએ તે ઝેરી ભોજન ખાધુ નહોતું જેથી કોઇ જાનહાની થઇ હતી. હાલ તો સેમ્પલ ફોરેન્સિક લેબોરેટરીમાં છે.

આ પણ વાંચો : Ahmedabad: શહેરના હિમાલયા મોલમાં લાગી આગ, ચોથા માળે શોર્ટ સર્કિટ

Tags :
Advertisement

.

×