Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajasthan: લ્યો બોલો! ચોરી થયેલા ઘેંટાને શોધવા માટે SITની રચના, જાણો શું છે હકીકત

ચોરી થયેલી ભેંસની શોધ માટે SIT નું ગઠન કરવામાં આવ્યું અલગ-અલગ જગ્યાઓથી લગભગ 40 જેટલા ઘેંટાની ચોરી થઈ આ કેસની તપાસ માટે 8 સભ્યની SIT રચવાની આદેશ Rajasthan: દેશમાં ચોરી અને લૂંટની અનેક ઘટનાઓ બને છે. જેના માટે ખાસ...
rajasthan  લ્યો બોલો  ચોરી થયેલા ઘેંટાને શોધવા માટે sitની રચના  જાણો શું છે હકીકત
Advertisement
  1. ચોરી થયેલી ભેંસની શોધ માટે SIT નું ગઠન કરવામાં આવ્યું
  2. અલગ-અલગ જગ્યાઓથી લગભગ 40 જેટલા ઘેંટાની ચોરી થઈ
  3. આ કેસની તપાસ માટે 8 સભ્યની SIT રચવાની આદેશ

Rajasthan: દેશમાં ચોરી અને લૂંટની અનેક ઘટનાઓ બને છે. જેના માટે ખાસ એક પોલીસ ટીમની રચના કરવામાં આવતી હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે, ગધેડા અને ઘેંટાને શોધવા માટે પોલીસે SIT ની રચના કરી હોય? જી હા રાજસ્થાન (Rajasthan)માં એક આવી જ ઘટના બની છે જેમાં ઘેટાની શોધ માટે SIT ના રચના કરવામાં આવી છે. વાસ્તવમાં સમાચાર એવી છે કે, જયપુરના કિશનગઢ રેનવાલ પોલીસ થાનાના વિસ્તારમાં આ ઘટના બની છે, જ્યાં આ મહિને અલગ-અલગ જગ્યાઓથી લગભગ 40 જેટલા ઘેંટાની ચોરી થઈ છે. જેને લઈને પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

ચોરી થયેલા ઘેંટાને શોધવામાં પોલીસને નથી મળી કોઈ સફળતા

નોંધનીય છે કે, પોલીસે ફરિયાદ મળ્યા પછી તરત જ કામગીરી શરૂ કરી અને બે વ્યક્તિઓની ધરપકડ કરી, પરંતુ ચોરી થયેલા ઘેંટાને શોધવામાં પોલીસને કોઈ સફળતા મળી નથી. ચોરીની ઘટનાથી અહીંના ગુર્જર સમાજના લોકોએ શુક્રવારે વિરોધ પ્રદર્શન કર્યું અને પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ દરમિયાન રાજસ્થાન ગુર્જર મહાસભા અને ગુર્જર સમાજના સભ્યોએ ઘેંટાને ફરી મેળવવા માટે એક રજૂઆત પણ કરી હતી. જેથી પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement

ઘેંટાની શોધ માટે 8 સભ્યની SIT ની રચન

જયપુર ગ્રામના એસપીના નિર્દેશ પર પોલીસ ઉપાધિકારીએ નરેન્દ્ર કુમારે આ કેસની તપાસ માટે 8 સભ્યની SIT રચવાની આદેશ આપ્યો છે. નરેન્દ્ર કુમારે SIT ને ચોરી થયેલા ઘેંટાને શોધવા અને આરોપીઓની ઝડપી ધરપકડ કરવા માટે જવાબદારી સોંપી છે. SIT નું નેતૃત્વ ગુવિંદગઢ પોલીસ સ્ટેશનના પ્રભારી હેમરાજસિંહ ગુર્જર કરશે. પોલીસ વિભાગ દ્વારા મળતી જાણકારી પ્રમાણે ટીમમાં એસઆઈ દેવારાજસિંહ, એએસઆઈ પ્રહલાદસિંહ, હેડ કૉન્સ્ટેબલ રામનિવાસ, કૉન્સ્ટેબલ હરીશસિંહ, મુકેશકુમાર, દેવિલાલ અને પેમારામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad : તોડકાંડમાં કથિત પત્રકાર જોડીને બચાવવા પોલીસ જ પ્રયત્નશીલ

આરોપી અને ઘેંટાને શોધવા પોલીસ અધિક્ષકનો આદેશ

ભારતમાં આ કદાચ પહેલી એવી ઘટના હશે તેમાં પોલીસ દ્વારા પશુઓને શોધવા માટે SIT ની રચના કરી હોય. પોલીસ અધિક્ષક દ્વારા કુલ આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે અને સત્વરે આરોપી અને ઘેંટાને શોધવાનો આદેશ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ રહે છે કે, આખરે કેટલા દિવસમાં આઠ સભ્યોની આ SIT ટીમ ઘેંટા અને આરોપીઓને શોધે છે અને કાર્યવાહી કરે છે. પરંતુ અત્યારે આ મુદ્દો દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: બિલ્ડર કમ નેતાના પુત્રના Honey Trap કેસમાં મોબાઈલ ફોન ગાયબ થયો ?

Tags :
Advertisement

.

×