Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

27 નક્સલીઓને ઠાર કર્યા બાદ ખુબ નાચ્યા જવાનો, Video આવ્યો સામે

છત્તીસગઢમાં અબુઝમાડ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા 27 નક્સલીઓ પર કુલ 3.33 કરોડ રૂપિયાનું ઇનામ હતું. સુરક્ષા દળો માટે આ એક મોટી સફળતા છે. એન્કાઉન્ટર પછી એક વીડિયો સામે આવ્યો છે જેમાં સૈનિકો નાચતા જોવા મળી રહ્યા છે. જુઓ Video.
27 નક્સલીઓને ઠાર કર્યા બાદ ખુબ નાચ્યા જવાનો  video આવ્યો સામે
Advertisement
  • માર્યા ગયેલા 27 નક્સલીઓ પર કુલ 3.33 કરોડ રૂપિયાનું ઇનામ
  • એન્કાઉન્ટર પછી જવાનોનો એક વીડિયો સામે આવ્યો
  • વીડિયોમાં જવાનો નાચતા જોવા મળી રહ્યા છે

Abujmad Encounter: છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા તમામ 27 નક્સલીઓની ઓળખ રાજ્યના ખતરનાક નક્સલીઓ તરીકે થઈ છે. તેમના પર કુલ 3.33 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ માહિતી વરિષ્ઠ અધિકારીઓ દ્વારા આપવામાં આવી છે. આ એન્કાઉન્ટર પછી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સુરક્ષા દળોના જવાનો નાચતા જોવા મળે છે.

DRG સૈનિકોએ ઉજવણી કરી

વિડિયો જાહેર કરતા સમાચાર એજન્સી ANIએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે - 21 મેના રોજ નારાયણપુરના અબુઝમાડ જંગલમાં એન્કાઉન્ટર દરમિયાન 27 નક્સલવાદીઓને માર્યા બાદ ઉજવણી કરી રહેલા DRG સૈનિકો. ટોચનો નક્સલી નેતા બસવ રાજુ પણ એન્કાઉન્ટરમાં માર્યો ગયો. તમારે પણ આ વિડિઓ જોવો જોઈએ.

Advertisement

Advertisement

બસવ રાજુ સહિત 27 નક્સલીઓ ઠાર

છત્તીસગઢમાં નક્સલીઓ સામેના સૌથી મોટા ઓપરેશનમાં, સુરક્ષા દળોએ બુધવારે બીજાપુર-નારાયણપુર જિલ્લાની સરહદ પર આવેલા અબુઝમાડ જંગલોમાં એક એન્કાઉન્ટર દરમિયાન ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી) ના મહાસચિવ નમ્બાલા કેશવ રાવ ઉર્ફે બસવ રાજુ સહિત 27 નક્સલીઓને ઠાર માર્યા છે. આ એન્કાઉન્ટરમાં 12 મહિલા નક્સલીઓ પણ માર્યા ગયા. અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય પોલીસના ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG) ના બે જવાનો પણ ઓપરેશન દરમિયાન મૃત્યુ પામ્યા છે.

આ પણ વાંચો :  જાસૂસ જ્યોતિ મલ્હોત્રાને દેશ સાથે ગદ્દારી કરવા માટે પાકે આપ્યા હતા 3 ટાસ્ક, જાણીને તમે પણ દંગ રહી જશો

ઓપરેશન 18 મેના રોજ શરૂ કરવામાં આવ્યું હતું

બસ્તર પ્રદેશના પોલીસ મહાનિરીક્ષક સુંદરરાજ પીએ જણાવ્યું કે, છત્તીસગઢમાં માર્યા ગયેલા નક્સલીઓમાંથી એકની ઓળખ બુધવારે બસવ રાજુ (70) તરીકે થઈ, જેના માથા પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું, જ્યારે અન્યની ઓળખ ગુરુવારે કરવામાં આવી. તેમણે કહ્યું કે નારાયણપુર, દાંતેવાડા, બીજાપુર અને કોંડાગાંવ જિલ્લાના DRG કર્મચારીઓ સાથે 18 મેના રોજ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસને માહિતી મળી હતી કે માઓવાદી સેન્ટ્રલ કમિટી, પોલિત બ્યુરો, માડ ડિવિઝનના વરિષ્ઠ કાર્યકરો અને PLGA (પીપલ્સ લિબરેશન ગેરિલા આર્મી) ના સભ્યો ત્યાં હાજર છે. ત્રણ દિવસની શોધખોળ બાદ બુધવારે સવારે એન્કાઉન્ટર થયું.

સુંદરરાજે કહ્યું કે માર્યા ગયેલા નક્સલવાદીઓમાં માઓવાદીઓની દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીના સભ્ય જંગુ નવીનના માથા પર 25 લાખ રૂપિયાનું ઇનામ હતું. કંપની પાર્ટી કમિટી મેમ્બર (CYPCM) સંગીતા (35), ભૂમિકા (35), સોમલી (30) અને રોશન ઉર્ફે ટીપુ (35) - ચાર માઓવાદીઓ પર 10-10 લાખ રૂપિયાનું ઈનામ હતું. પોલીસ મહાનિરીક્ષકે જણાવ્યું હતું કે બાકીના 21 નક્સલવાદીઓ, જેમાં ત્રણ પ્લાટૂન પાર્ટી કમિટીના સભ્યો અને PLGA કંપની નંબર સાતના 18 સભ્યોનો સમાવેશ થાય છે, તેમના માથા પર આઠ લાખ રૂપિયાનું ઈનામ હતું. માર્યા ગયેલા નક્સલવાદીઓમાં ત્રણ તેલંગાણાના અને બે આંધ્રપ્રદેશના હતા.

આ પણ વાંચો :  Pak ની વધુ એક નાપાક હરકત... જોખમમાં મુકાયા 227 મુસાફરોના જીવ, જાણો શું છે આખો મામલો ?

Tags :
Advertisement

.

×