યૌન શોષણ કેસમાં આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન
- સ્વયંભૂ ઉપદેશક Asaram ને વચગાળાના જામીન
- સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન મંજૂર કર્યા
- આસારામને 15 માર્ચ સુધી સુપ્રીમના શરતી જામીન
- પુરાવા સાથે છેડછાડ, અનુયાયીઓને નહીં મળી શકે
- 2013ના દુષ્કર્મ કેસમાં આજીવન કેદની સજા થઈ છે
Asaram : સુપ્રીમ કોર્ટે મંગળવારે દુષ્કર્મ કેસમાં સ્વયંભૂ સંત આસારામ બાપુને વચગાળાના જામીન આપ્યા છે. 2013ના દુષ્કર્મના કેસને લઈને મેડિકલ આધાર પર તેમને આ રાહત મળી છે. આસારામને 31મી માર્ચ સુધી જામીન મળ્યા છે. આ સાથે જ SC એ આસારામને વચગાળાના જામીન પર છૂટ્યા બાદ તેમના અનુયાયીઓને ન મળવાનો નિર્દેશ આપ્યો હતો. જણાવી દઇએ કે, વર્ષ 2023માં સેશન્સ કોર્ટે આસારામ બાપુને 2013ના દુષ્કર્મ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. ગુના સમયે ગાંધીનગર પાસેના તેમના આશ્રમમાં રહેતી મહિલાએ કેસ દાખલ કર્યો હતો.
શું છે સમગ્ર મામલો?
સુપ્રીમ કોર્ટે આસારામ (Asaram) ને હૃદયની સારવારની શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. જણાવી દઈએ કે આસારામ પોતાના જ ગુરુકુળની એક વિદ્યાર્થીની સાથે યૌન શોષણના મામલામાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ભોગવી રહ્યા છે. તેમને માત્ર તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. જણાવી દઇએ કે, આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીના હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આસારામના વકીલે જણાવ્યું કે તે હાર્ટ પેશન્ટ છે અને તેમને હાર્ટ એટેક આવી ચુક્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે વચગાળાના જામીન પર છૂટ્યા બાદ આસારામ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ નહીં કરે અને પોતાના અનુયાયીઓને પણ નહીં મળે.
Supreme Court grants interim bail to self-proclaimed godman Asaram Bapu on medical grounds in a 2013 rape case. Supreme Court directs that Asaram shall not attempt to tamper with the evidence, and shall not meet his followers after he is released on interim bail. pic.twitter.com/aYWs2goGaE
— ANI (@ANI) January 7, 2025
આજીવન કેદની સજા ફટકારવામાં આવી
ઉલ્લેખનીય છે કે, જાન્યુઆરી 2023માં સેશન્સ કોર્ટે 2013ના દુષ્કર્મ કેસમાં આસારામ (Asaram) ને દોષિત જાહેર કર્યા હતા. આ કેસ ગાંધીનગર પાસેના તેમના આશ્રમમાં રહેતી એક મહિલાએ નોંધાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે, તેણીની અપીલના નિકાલમાં સંભવિત વિલંબ અંગેની તેણીની દલીલો, તેણીની ઉંમર અને તબીબી સ્થિતિ રાહત આપવા માટે સુસંગત નથી. કોર્ટે સાબરમતી આશ્રમમાં બે છોકરાઓની કથિત હત્યા અને સાક્ષીઓ અને પીડિતોના સંબંધીઓ પરના હુમલાઓ સાથે સંકળાયેલા અગાઉના કેસોને પણ ધ્યાનમાં લીધા હતા. જેના જવાબમાં આસારામ દ્વારા અરજી કરવામાં આવી હતી, જેમા કહેવામાં આવ્યું હતું કે તે એક ષડયંત્રનો શિકાર છે અને દુષ્કર્મના આરોપો ખોટા છે. તેમણે કહ્યું કે ટ્રાયલ કોર્ટે ફરિયાદ દાખલ કરવામાં 12 વર્ષના વિલંબ માટે પીડિતાના ખુલાસાને સ્વીકારવામાં ભૂલ કરી છે.
આ પણ વાંચો: Narayan Sai ને મોટી રાહત, Asaram ને મળી શકશે...!


