ચૂંટણી પહેલા થતી મફત.... મફત... ની જાહેરાતો પર સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘લોકો આળસુ બની રહ્યા છે’
- બેઘર લોકો માટે આશ્રયના અધિકાર સંબંધિત અરજી પર સુનાવણી
- સુપ્રીમ કોર્ટે કહ્યું, ચૂંટણી પહેલા મફતની જાહેરાતોથી લોકો આળસુ બન્યા
- લોકોને કોઈ કામ કર્યા વિના રૂપિયા મળે છે, જે યોગ્ય નથી: સુપ્રીમ કોર્ટ
શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે આશ્રયના અધિકાર સંબંધિત અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે ચૂંટણી પહેલા મફત... મફત...ની જાહેરાતોથી લોકો આળસુ બની રહ્યા છે કારણ કે તેમને મફત રાશન અને રૂપિયા મળી રહ્યા છે.
બુધવારે શહેરી ગરીબી નાબૂદીના કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી. કોર્ટે કહ્યું કે મફતના કારણે લોકો કામ કરવાનું ટાળી રહ્યા છે. લોકોને કોઈ કામ કર્યા વિના રૂપિયા મળી રહ્યા છે.
મફત રાશન અને રૂપિયાથી લોકો આળસુ બન્યા: સુપ્રીમ કોર્ટ
શહેરી વિસ્તારોમાં બેઘર લોકો માટે આશ્રયના અધિકાર સંબંધિત અરજીની સુનાવણી કરતી વખતે, કોર્ટે કહ્યું કે ચૂંટણી પહેલા મફત મફતની જાહેરાતોથી લોકો કામ કરવાનું ટાળી રહ્યા છે કારણ કે તેમને મફત રાશન અને રૂપિયા મળી રહ્યા છે.
જનતા રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે તેવી કોઈ યોજના હોવી જોઈએ
જસ્ટિસ બીઆર ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે જણાવ્યું હતું કે કમનસીબે, આ મફત સુવિધાઓને કારણે લોકો કામ કરવાથી દૂર રહે છે. તેમને મફતમાં રાશન મળી રહ્યું છે. કોઈ પણ કામ કર્યા વિના પૈસા મેળવવા, અમે લોકો પ્રત્યેની તમારી ચિંતાઓ સમજીએ છીએ, પરંતુ શું લોકોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા દેવાનું વધુ યોગ્ય નહીં હોય?
SC deprecates practice of announcing freebies prior to elections, says people not willing to work as they get free ration and money.
Will it not be better to make people part of mainstream of society and permit them to contribute to nation's development: SC on freebies.
Govt… pic.twitter.com/3OaXFGyTMh
— Press Trust of India (@PTI_News) February 12, 2025
દરમિયાન, એટર્ની જનરલ આર. વેંકટરામણીએ બેન્ચને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર શહેરી ગરીબી નાબૂદી મિશનને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. બેન્ચે એટર્ની જનરલને કેન્દ્ર પાસેથી ચકાસણી કરવા કહ્યું કે શહેરી ગરીબી નાબૂદી મિશનને અસરકારક બનવામાં કેટલો સમય લાગશે. આ કેસની સુનાવણી હવે છ અઠવાડિયા પછી થશે. તમને જણાવી દઈએ કે આ પહેલી વાર નથી જ્યારે કોર્ટે મફત વસ્તુઓ અંગે કડક વલણ દાખવ્યું હોય. ગયા વર્ષે, કોર્ટે કેન્દ્ર અને ચૂંટણી પંચને ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય પક્ષો દ્વારા મફત સુવિધાઓ પૂરી પાડવાની પ્રથાને પડકારતી અરજીનો જવાબ આપવા કહ્યું હતું.
દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી સહિત તમામ પક્ષોએ વિવિધ વર્ગોને ધ્યાનમાં રાખીને જાહેરાતો કરી હતી.
આ પણ વાંચો: 50 બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરાશે, બિનકાયદેસર દબાણો બાદ હવે સરકારનું ઓપરેશન હકાલપટ્ટી


