Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દેશની દરેક નાની મોટી સમસ્યા માટે સુપ્રીમ કોર્ટ ન આવવું જોઇએ: ગૌહત્યા મામલે ટકોર

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો પોલીસ કોઈપણ કિસ્સામાં યોગ્ય રીતે કામ ન કરી રહી હોય, તો તેને ઉચ્ચ અધિકારીઓ, નીચલી કોર્ટ અથવા હાઇકોર્ટ સમક્ષ રજૂ કરી શકાય છે.
દેશની દરેક નાની મોટી સમસ્યા માટે સુપ્રીમ કોર્ટ ન આવવું જોઇએ  ગૌહત્યા મામલે ટકોર
Advertisement
  • મોબલિન્ચિંગ અને ગૌહત્યા મામલે પહેલા જ ગાઇડલાઇન આપી છે
  • જો તેનું પાલન ન થતું હોય તો અધિકારી કે સ્થાનિક કોર્ટમાં જવું જોઇએ
  • દેશની દરેક નાની મોટી ઘટના મામલે સુપ્રીમ કોર્ટમાં આવવું યોગ્ય નહી

નવી દિલ્હી : ગૌહત્યાની શંકામાં મોબ લિંચિંગનો આરોપ લગાવતી અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટે ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે તેણે ટોળાની હિંસા અંગે વિગતવાર આદેશ પહેલાથી જ જારી કરી દીધો છે. હવે તે દેશભરમાં બનેલી દરેક ઘટના પર નજર રાખી શકે નથી. અરજદારે હાઇકોર્ટમાં જવું જોઈએ.

રાજ્ય સરકાર દ્વારા કડક પગલા નહી લેવાતા હોવાનો આક્ષેપ

નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન વુમન (NFIW) નામની સંસ્થાની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકારો ટોળાની હિંસા સામે કડક પગલાં લઈ રહી નથી. અરજદારે કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરીને પોલીસની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે 'ગૌરક્ષા'ના નામે હિંસામાં વધારો થયો છે. અરજીમાં આસામ, છત્તીસગઢ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ઓડિશા અને બિહારમાં થયેલી હિંસાની ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

Advertisement

આ પણ વાંચો : Donald Trump ના એક નિર્ણયથી ગૌતમ અદાણીને મળી મોટી રાહત!

Advertisement

સુપ્રીમ કોર્ટે અગાઉ ગાઇડલાઇન આપી હતી

NFIW એ કહ્યું હતું કે રાજ્ય સરકારોને 2018 માં તહસીન પૂનાવાલા વિરુદ્ધ ભારત સરકાર કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયનો સંપૂર્ણ અમલ કરવાનો નિર્દેશ આપવો જોઈએ. NFIW એ આરોપ લગાવ્યો હતો કે, રાજ્ય સરકારો મોબ લિંચિંગ રોકવા માટે ગંભીર નથી. આવી ઘટનાઓ પછી પણ પોલીસ કડક કાર્યવાહી કરતી નથી.

સરકારી વકીલે કહ્યું કે, દરેક રાજ્ય વતી તેઓ જવાબ આપવા અસમર્થ

કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેઓ દરેક રાજ્ય વતી જવાબ આપી શકતા નથી પરંતુ સુપ્રીમ કોર્ટે પહેલાથી જ ટોળાની હિંસા અંગે નિર્દેશો જારી કરી દીધા છે. ગયા વર્ષે અમલમાં આવેલા નવા ફોજદારી કાયદા, ભારતીય ન્યાય સંહિતા (BNS) માં મોબ લિંચિંગને પણ ગુનો બનાવવામાં આવ્યો છે. જો સુપ્રીમ કોર્ટના આદેશ અને કાનૂની જોગવાઈઓનું પાલન કરવામાં ન આવે, તો આ મામલો અન્ય ફોરમમાં પણ ઉઠાવી શકાય છે.

આ પણ વાંચો : Mahakumbh 2025 : સાઇકલ પર 1 લાખ કિમીનું પરિભ્રમણ, પર્યાવરણ પ્રેમી સાથે Gujarat First નો સંવાદ

ગાઇડલાઇનનું પાલન ન થતું હોય તો અધિકારીઓ-સ્થાનિક કોર્ટમાં જાઓ

જસ્ટિસ ભૂષણ રામકૃષ્ણ ગવઈ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે એસજી તુષાર મહેતાની દલીલ સાથે સંમતિ દર્શાવી અને કહ્યું કે સુપ્રીમ કોર્ટનું કામ દરેક ઘટનાનું સૂક્ષ્મ સંચાલન કે અવલોકન કરી શકે હતી. જો પોલીસ કોઈપણ કિસ્સામાં યોગ્ય રીતે કામ ન કરી રહી હોય, તો તેને ઉચ્ચ અધિકારીઓ, નીચલી કોર્ટ અથવા હાઇકોર્ટમાં લઈ જઈ શકાય છે. સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરતી વખતે, મોબ લિંચિંગના કેસોમાં વળતર નક્કી કરવાની માંગ પર વિચાર કરવાનો પણ ઇનકાર કર્યો હતો.

આ પણ વાંચો : Vadodara : સ્થાનિક સ્વરાજની ચૂંટણી વચ્ચે ભાજપ નેતાનો બફાટ, દગો કરશો તો તમારા મકાન તૂટી જશે!

Tags :
Advertisement

.

×