Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

PM મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી

આજે ઝારખંડ પ્રવાસે ગયેલા વડાપ્રધાન મોદીના વિમાનમાં ટેક્નિકલ ખરાબી સર્જાઈ હતી. આ કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું, જેના કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો.
pm મોદીના વિમાનમાં સર્જાઈ ટેકનિકલ ખામી
Advertisement
  • વડાપ્રધાન મોદીના વિમાનમાં તકનીકી ખરાબી
  • ઝારખંડના દેવઘર એરપોર્ટ પર અટવાયું વિમાન
  • PM મોદીના દિલ્હી પરત ફરવામાં થયો વિલંબ
  • ટેક્નિકલ ખામીના કારણે વિમાન અટવાયું હતું

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઝારખંડના પ્રવાસે હતા. PM મોદી દેવઘરથી દિલ્હી આવવાના હતા, પરંતુ PM ના વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. આ કારણે વિમાનને દેવઘર એરપોર્ટ પર રોકાવું પડ્યું હતું, જેના કારણે તેમના દિલ્હી પરત ફરવામાં થોડો વિલંબ થયો હતો.

PM મોદીએ ભગવાન બિરસા મુંડાજીના જન્મસ્થળની મુલાકાત લીધી

આ પહેલા વડાપ્રધાન મોદીએ ભગવાન બિરસા મુંડાજીના જન્મસ્થળ ઝારખંડના ઉલિહાટુ ગામની મુલાકાત લીધી હતી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ભગવાન બિરસા મુંડાજીના જન્મસ્થળ ઉલિહાટુ ગામની મુલાકાત લેનારા મોદી પ્રથમ વડાપ્રધાન છે. વડાપ્રધાને એક ટ્વીટમાં કહ્યું કે, તેમને તેમના ગામ ઉલિહાટુમાં ભગવાન બિરસા મુંડાજીને શ્રદ્ધાંજલિ આપવાનું સૌભાગ્ય મળ્યું છે. અહીં આવીને મને સમજાયું કે આ પવિત્ર ભૂમિ કેટલી ઉર્જાથી ભરેલી છે. આ માટીનો દરેક કણ સમગ્ર દેશમાં મારા પરિવારના સભ્યોને પ્રેરણા આપી રહ્યો છે.

Advertisement

Advertisement

ઉલિહાતુની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાન મોદી

ઉલિહાતુની મુલાકાત લેનાર પ્રથમ વડાપ્રધાન મોદીનું સ્થાનિક લોકોએ ઢોલ અને મંદાર જેવા પરંપરાગત વાદ્યોના તાલે નૃત્ય કરતાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. બિરસા મુંડાજીની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ PM મોદીએ સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનને યાદ કર્યું. બિરસા મુંડાજીના જન્મસ્થળની માટીને પવિત્ર ગણાવતા વડાપ્રધાને તેમના પર તિલક પણ લગાવ્યું હતું.

આ પણ વાંચો:  Bihar: આદિવાસી ગૌરવ દિવસ પર PM મોદીની ખાસ 'સેલ્ફી', જાણો તસવીરમાં કોણ છે?

Tags :
Advertisement

.

×