Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Divorce માટે તેજ પ્રતાપ અને ઐશ્વર્યા કોર્ટમાં હાજર થયા, ઐશ્વર્યાના વકીલે 4 અઠવાડિયાનો સમય માંગ્યો

તેજ પ્રતાપ યાદવ અને ઐશ્વર્યા રાય છૂટાછેડાને લઈને આજે ફેમિલી કોર્ટમાં હાજર થયા. અહીં સુનાવણી દરમિયાન ઐશ્વર્યા રાય વતી 4 અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો.
divorce માટે તેજ પ્રતાપ અને ઐશ્વર્યા કોર્ટમાં હાજર થયા  ઐશ્વર્યાના વકીલે 4 અઠવાડિયાનો સમય માંગ્યો
Advertisement
  • તેજ પ્રતાપ અને ઐશ્વર્યા છૂટાછેડા માટો કોર્ટમાં હાજર થયા
  • ઐશ્વર્યા રાય વતી 4 અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો
  • તેજ પ્રતાપ વતી એડવોકેટ જગન્નાથે આ માંગનો વિરોધ કર્યો

Lalu Yadav Family: બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવનો પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. તેજ પ્રતાપ યાદવ ત્યારથી ચર્ચામાં છે જ્યારથી અનુષ્કા યાદવ સાથેની તમની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે. તેજ પ્રતાપ યાદવ અને ઐશ્વર્યા રાય છૂટાછેડાને લઈને આજે ફેમિલી કોર્ટમાં હાજર થયા. અહીં સુનાવણી દરમિયાન ઐશ્વર્યા રાય વતી 4 અઠવાડિયાનો સમય માંગવામાં આવ્યો. સુનાવણીની દલીલો બાદ કોર્ટે કેસ માટે આગામી તારીખ 21 જૂન આપી છે.

ઐશ્વર્યાના વકીલે 4 અઠવાડિયાનો સમય માંગ્યો

ફેમિલી કોર્ટમાં સુનાવણી દરમિયાન, ઐશ્વર્યા રાયનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ રાજ કુમાર શ્રીવાસ્તવે કોર્ટ પાસે 4 અઠવાડિયાનો સમય માંગ્યો. તેજ પ્રતાપ વતી એડવોકેટ જગન્નાથે આ માંગનો વિરોધ કર્યો હતો. આ પછી કોર્ટે કેસની આગામી તારીખ 21 જૂન 2025 આપી. તમને જણાવી દઈએ કે તેજ પ્રતાપ યાદવ અને ઐશ્વર્યા રાયના લગ્ન વર્ષ 2018માં થયા હતા. તેમના લગ્ન એક વર્ષ પણ ટકી શક્યા નહીં અને મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો.

Advertisement

આ પણ વાંચો : PM મોદીની સિક્કિમ મુલાકાત રદ, કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજરી આપી, જાણો શું કહ્યું...'

Advertisement

પાર્ટી અધ્યક્ષનો નિર્દેશ

હાલમાં જ સમાચાર આવ્યા હતા કે તેજ પ્રતાપ યાદવ બાદ હવે અનુષ્કા યાદવના ભાઈ આકાશ કુમારને પણ રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીમાંથી 6 વર્ષ માટે હાંકી કાઢવામાં આવ્યા છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પશુપતિ કુમાર પારસના નિર્દેશ પર આ નિર્ણય લેવામાં આવ્યો છે.

થોડા દિવસો પહેલા જ તેજ પ્રતાપે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તેજ પ્રતાપ યાદવ અનુષ્કા યાદવ નામની મહિલા સાથે જોવા મળે છે. આ પોસ્ટમાં તેમણે જણાવ્યું કે તે અનુષ્કા યાદવ સાથે 12 વર્ષથી રિલેશનશિપમાં છે. આ પછી લાલુ યાદવે તેજ પ્રતાપને RJD અને તેમના પરિવારમાંથી 6 વર્ષ માટે કાઢી મૂક્યા હતા.

આ પણ વાંચો :  તેજસ્વી યાદવ સાથે મુલાકાત કર્યા બાદ ચિરાગે શું કહ્યું?

Tags :
Advertisement

.

×