ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

તેજ પ્રતાપ બિહાર છોડશે તો તેજસ્વી CM નહીં બની શકે- આકાશ યાદવનો દાવો

મંગળવારે આકાશ યાદવ તેજ પ્રતાપ અને અનુષ્કા કેસને લઈને મીડિયા સામે પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેજ પ્રતાપ યાદવ જ ઓરીજનલ લાલુ પ્રસાદ છે.
10:33 AM May 28, 2025 IST | MIHIR PARMAR
મંગળવારે આકાશ યાદવ તેજ પ્રતાપ અને અનુષ્કા કેસને લઈને મીડિયા સામે પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે તેજ પ્રતાપ યાદવ જ ઓરીજનલ લાલુ પ્રસાદ છે.
Tej Pratap gujarat first

Akash Yadav Statement: આ વર્ષે (2025) બિહારમાં વિધાનસભા ચૂંટણી છે અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રીનો ચહેરો છે. RJD મહાગઠબંધનમાં સૌથી મોટી પાર્ટી છે, તેથી મુખ્યમંત્રી પદ માટે આ પાર્ટી હકદાર છે. આ બધાની વચ્ચે એક ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેજ પ્રતાપ યાદવ (Tej Pratap Yadav) બિહાર છોડશે તો તેજસ્વી યાદવ (Tejashwi Yadav) CM બનવાનું પોતાનું સપનું ભૂલી જશે. અનુષ્કા યાદવ (Anushka Yadav)ના ભાઈ આકાશ યાદવે (Akash Yadav) આ નિવેદન આપ્યું છે.

તેજ પ્રતાપ યાદવ પ્રેમનો ભૂખ્યો માણસ છે

'ગયા મંગળવારે (27 મે, 2025), આકાશ યાદવ તેજ પ્રતાપ યાદવ અને અનુષ્કા યાદવ કેસને લઈને મીડિયાની સામે પોતાના વિચારો રજૂ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે તેજ પ્રતાપ વિરુદ્ધ લાલુ યાદવ દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે તેજ પ્રતાપ યાદવ સાથે રાજકીય ભાવનાઓથી નહીં પણ પ્રેમથી વાત કરવી જોઈએ. તેજ પ્રતાપ યાદવ જી પ્રેમના ભૂખ્યા માણસ છે. તે આદરના ભૂખ્યા માણસ છે.

આ પણ વાંચો :  Pahalgam હુમલામાં જીવ ગુમાવનારાઓને કાશ્મીર ભૂલશે નહીં... CM અબ્દુલ્લાએ સ્મારક બનાવવાની કરી જાહેરાત

તેજ પ્રતાપ યાદવ ઓરીજનલ લાલુ પ્રસાદ છે

આકાશ યાદવે મીડિયાને જણાવ્યું હતું કે તેજ પ્રતાપ યાદવ ઓરીજનલ લાલુ પ્રસાદ છે. તેમણે તેજસ્વી યાદવને પાર્ટીમાંથી હાંકી કાઢવા બદલ ગુસ્સો વ્યક્ત કર્યો હતો. પાર્ટીમાંથી હકાલપટ્ટી અંગે આકાશે કહ્યું કે તેજસ્વી યાદવે ગમે તે ભૂલ કરી હોય, જો તેજ પ્રતાપ બિહાર છોડી દે, તો તેમણે (તેજશ્વી) મુખ્યમંત્રી બનવાનું પોતાનું સપનુ ભૂલી જવું જોઈએ. તેમણે કહ્યું કે, "આકાશ યાદવને ન તો EJDની પરવા છે અને ન તો તેજસ્વી યાદવના મુખ્યમંત્રી બનવાની પરવા છે."  '

તેજ પ્રતાપ યાદવ આગળ નથી આવી રહ્યા તેવા પ્રશ્નના જવાબમાં આકાશે જવાબ આપ્યો કે તેમને ખૂબ દુઃખ થયું હશે. તેમને ડર લાગ્યો હશે. તેમણે આ પગલું ન ભરવું જોઈતું હતું. તેમને સમજાવવું જોઈતું હતું. તેમણે સમજવું જોઈતું હતું. આખો મામલો લગભગ બધાના ધ્યાનમાં હતો.

આ પણ વાંચો :  તબિયત બગડતા આઝાદ કુવૈતની હોસ્પિટલમાં દાખલ, કહ્યું- હું ઠીક થઈ રહ્યો છું

Tags :
Akash Yadav StatementBihar Elections 2025Bihar politicsCM Race BiharGrand Alliance BiharGujarat FirstLalu LegacyMihir ParmarPolitical Family DramaRJD ConflictTej Pratap YadavTejashwi Yadav
Next Article