Telangana : બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કરૂણાંતિકા! 15 થી વધુ લોકોના મોત
- Telangana માં ગમખ્વાર અકસ્માતમાં 16 લોકોના મોત
- રંગારેડ્ડી જિલ્લાના ખાનપુર ગેટ પાસે સર્જાયો અકસ્માત
- સરકારી બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં કરૂણાંતિકા
- બસના પતરાં કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
- 10 લોકોને ગંભીર હાલતમાં હૈદરાબાદ ખાતે ખસેડાયા
- મુખ્યમંત્રી રેવંથ રેડ્ડીએ રાહત-બચાવકાર્યની સૂચના આપી
- વહીવટીતંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
Telangana : તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આજે વહેલી સવારે એક દુર્ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું. ખાનપુર ગેટ પાસે સરકારી TGSRTC બસ અને કાંકરી ભરેલી ટીપર ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે, જ્યારે 10થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ હૃદયદ્રાવક ઘટના સવારે લગભગ 5 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે બસ હૈદરાબાદ તરફ જઈ રહી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે નાશ પામ્યો હતો.
બસના પતરાં કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા
સ્થાનિક પોલીસ અને રાહત દળોએ તરત જ ઘટના સ્થળે પહોંચી બચાવ કામગીરી શરૂ કરી. બસના પતરાં કાપીને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યારે ગંભીર રીતે ઘાયલ મુસાફરોને હૈદરાબાદ રેફર કરવામાં આવ્યા છે. પોલીસના પ્રાથમિક અંદાજ મુજબ, અકસ્માતનું મુખ્ય કારણ ખોટી દિશામાંથી આવી રહેલી ટીપર ટ્રક હોવાનું માનવામાં આવે છે. તેલંગાણાના મંત્રી પોન્નમ પ્રભાકરે અકસ્માતને “અત્યંત દુર્ભાગ્યપૂર્ણ ઘટના” ગણાવી છે અને તાત્કાલિક રાહત-બચાવ કામગીરી ઝડપથી પૂરાં કરવા સૂચનાઓ આપી છે. તેમણે આરટીસીના મેનેજિંગ ડિરેક્ટર નાગી રેડ્ડી અને રંગારેડ્ડી જિલ્લા કલેક્ટર સાથે વાત કરી હતી અને ઘાયલોને શ્રેષ્ઠ તબીબી સારવાર પૂરી પાડવા કહ્યું છે.
#WATCH | Rangareddy, Telangana | Several people lost their lives, and many others were injured in an accident between a TGSRTC bus and a truck near Khanapur Gate under Chevella police station area in Rangareddy district.
CM Revanth Reddy instructed the officials to immediately… pic.twitter.com/wzW6MjID2M
— ANI (@ANI) November 3, 2025
Telangana ના CM Revanth Reddy એ રાહત-બચાવકાર્યની સૂચના આપી
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ પણ ઘટનાને લઈને ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મુખ્ય સચિવ (CS) અને ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ને તાત્કાલિક ઘટના સ્થળે બચાવ ટીમ મોકલવા આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ હૈદરાબાદની હોસ્પિટલોમાં પૂરતી તબીબી સુવિધા ઉપલબ્ધ રાખવાની સૂચના આપી છે જેથી ઘાયલોને યોગ્ય સારવાર મળી શકે. આ સમગ્ર ઘટનાની તપાસ શરૂ થઈ ગઈ છે અને પોલીસે ટ્રક ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધવાની તૈયારી કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, ટ્રક ખૂબ ઝડપથી આવી રહી હતી અને ખોટી લેનમાં ઘૂસતા બસને સીધી ટક્કર મારી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બસના કેટલાક મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
આ પણ વાંચો : ઉદ્યોગપતિ અનિલ અંબાણી પર ED નો સકંજો! મની લોન્ડરિંગ કૌભાંડમાં 3084 કરોડની સંપત્તિ જપ્ત


