મુંબઈના ભાયખલામાં બહુમાળી બિલ્ડિંગમાં લાગી ભયાનક આગ, લોકો બહાર દોડી આવ્યા
- મુંબઈના ભાયખલામાં બહુમાળી બિલ્ડીંગમાં આગ
- બિલ્ડીંગના 42માં માળે આગ લાગતા મચ્યો હડકંપ
- 57 માળના સેલ્સેટ બિલ્ડિંગમાં અફરાતફડી મચી
- ફાયર બ્રિગેડની ટીમ દ્વારા મેજર કોલ જાહેર કરાયો
- અન્ય ફ્લોર પર પણ ઝડપથી ફેલાઈ રહી છે આગ
- આગની ઘટના બાદ લોકો બહાર દોડી આવ્યા
Mumbai : મુંબઈના ભાયખળા વિસ્તારમાં આવેલી 57 માળની સેલ્સેટ બિલ્ડિંગમાં 42મા માળે અચાનક ભયંકર આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આગ લાગવાના સમાચાર સાથે જ લોકોમાં હડકંપ ફેલાયો અને બિલ્ડિંગમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મેજર કોલ જાહેર કર્યો, પરંતુ આગની જ્વાળાઓ ઝડપથી અન્ય માળે ફેલાતી જોવા મળી. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો, જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આગને કાબૂમાં લેવા માટે સતત પ્રયાસો કરી રહી છે.
ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક પહોંચી
આજે મુંબઈના લાલબાગ વિસ્તારમાં એક ઉંચી ઇમારતમાં આગ ભભૂકી ઉઠી હતી. થોડી જ ક્ષણોમાં આગની જ્વાળાઓએ ઇમારતના ઉપરના હિસ્સાને પોતાની લપેટમાં લઈ લીધો. આ બિલ્ડિંગનું નામ સાલસે ધ 27 છે અને તે ભાયખલા પૂર્વમાં, બી.એ. રોડ પર, ન્યૂ ગ્રેડ ઇન્સ્ટા મિલની નજીક આવેલી છે. ઘટનાસ્થળે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી દીધી છે. આગના કારણે નીકળતો ધુમાડો આજુબાજુના વિસ્તારોમાં દૂરથી પણ દેખાઈ રહ્યો છે, જ્યારે જ્વાળાઓ ઇમારતના ઉપલા માળને પણ ઘેરી રહી છે.
#WATCH | Maharashtra | Visuals from the Salsette Building, near New Grade Insta Mill, BA Road, Byculla East, Mumbai, where a Level-I fire broke out today. No injury reported. Fire tenders and police teams are at the spot. More details awaited pic.twitter.com/U9KoQJa1yr
— ANI (@ANI) February 28, 2025
જાનહાનીના અહેવાલ નથી
જાણકારી મુજબ, આ ગગનચુંબી ઇમારત 57 માળની છે અને આગની શરૂઆત 42મા માળેથી લાગી હતી. સદનસીબે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનીના અહેવાલ નથી મળ્યા. ફાયર બ્રિગેડની ટીમ આગને નિયંત્રણમાં લાવવા માટે પૂરી તાકાતથી કામ કરી રહી છે. મુંબઈ ફાયર બ્રિગેડને આગની જાણ થતાં જ તેમણે તાત્કાલિક પગલાં લઈને લે,લેવલ-1 (માઇનોર) ફાયર ઇમરજન્સીની ઘોષણા કરી હતી.
આ પણ વાંચો : Jharkhand:હજારીબાગમાં મહાશિવરાત્રિ પર બે જૂથો વચ્ચે અથડામણ!


