Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Pahalgam Attack :પહલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો, આતંકીઓએ નિર્દોષોની હત્યા બાદ ઉજવણી કરી

આતંકીઓએ 26 લોકોને મોતના ઘાટ ઉતાર્યા પ્રત્યક્ષદર્શીએ NIAને જાણકારી આપી છે તે ચોકાવનારી આતંકીઓએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. Pahalgam terrorist attack : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. હવે...
pahalgam attack  પહલગામ આતંકી હુમલામાં વધુ એક ખુલાસો  આતંકીઓએ નિર્દોષોની હત્યા બાદ ઉજવણી કરી
Advertisement
  • આતંકીઓએ 26 લોકોને મોતના ઘાટ ઉતાર્યા
  • પ્રત્યક્ષદર્શીએ NIAને જાણકારી આપી છે તે ચોકાવનારી
  • આતંકીઓએ હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

Pahalgam terrorist attack : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોના જીવ ગયા હતા. હવે આ હુમલાના એક પ્રત્યક્ષદર્શીએ NIAને જાણકારી આપી છે તે ચોકાવનારી છે. સૂત્રો અનુસાર, આ સાક્ષીએ જણાવ્યું કે હુમલા બાદ ત્રણ પાકિસ્તાની આતંકીઓએ ઉજવણીમાં હવામાં ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

સાક્ષીને મળ્યો 'સ્ટાર પ્રોટેક્ટેડ વિટનેસ'નો દરજ્જો

તપાસ એજન્સીઓએ આ સ્થાનિક સાક્ષીને સ્ટાર પ્રોટેક્ટેડ વિટનેસ જાહેર કર્યો છે. NIAને જમ્મુ કાશ્મીર પોલીસ અને કેન્દ્રીય જાસુસી એજન્સીઓની મદદથી આ સાક્ષી મળ્યો હતો. આ વ્યક્તિ હુમલા બાદ ઘટનાસ્થળ પાસે હતો અને તેનો આતંકીઓ સાથે આમનો-સામનો થયો હતોએક તપાસ અધિકારીએ જણાવ્યું, 'આતંકીઓએ તેને રોક્યો અને કલમા પઢવા કહ્યું હતું, તેને સ્થાનિક કાશ્મીરીમાં કલમા પઢ્યા હતા જેનાથી આતંકીઓને કોઇ શક થયો નહતો અને પછી તેને છોડી મુક્યો હતો. તે બાદ તેમને હવામાં ચાર રાઉન્ડ ફાયર કર્યું હતું." સાક્ષીના નિવેદનના આધાર પર NIAને ઘટનાસ્થળેથી ચાર ખાલી કારતૂસ મળ્યા છે.

Advertisement

આ પણ  વાંચો -Mumbai Crime : મુંબઈ એરપોર્ટ પર 63 કરોડના ડ્રગ્સ સાથે ભેજાબાજ મહિલા ઝડપાઇ

Advertisement

સ્થાનિક મદદગારોની ભૂમિકા પણ સામે આવી

સાક્ષીએ એમ પણ કહ્યું કે તેણે પરવેઝ અહમદ જોથર અને બશીર અહમદ નામના બે સ્થાનિક લોકોને પહાડી વિસ્તારમાં આતંકવાદીઓનો સામાન સંભાળતા જોયા હતા. થોડા સમય પછી આતંકવાદીઓ સામાન લઈને ચાલ્યા ગયા હતા.તપાસમાં જાણવા મળ્યું છે કે પરવેઝ અને બશીરની આતંકવાદીઓને મદદ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

આ પણ  વાંચો -Bihar Election : CM નીતિશ કુમારનો મોટો દાવ, યુવાનોને આકર્ષવા બમ્પર ભરતીનું એલાન!

હુમલાનું પ્લાનિંગ કેવી રીત થયું?

સૂત્રો અનુસાર, 21 એપ્રિલે બપોરે 3.30 કલાકે ત્રણ પાકિસ્તાની આતંકી પરવેઝના ઘરે પહોંચ્યા હતા. ત્યાં તેમે ચાર કલાક સુધી આખા વિસ્તારની રેકી કરી હતી જેમાં સુરક્ષા વ્યવસ્થા, ટૂરિસ્ટ સ્પૉટ્સ અને રૂટ્સની જાણકારી મેળવી હતી. જતા સમયે પરવેઝની પત્ની પાસેથી મસાલા અને ચોખા પેક કરાવ્યા હતા અને 500 રૂપિયાની પાંચ નોટ આપી હતી. બાદમાં તે બશીરને મળ્યા અને 22 એપ્રિલે બપોરે 12.30 કલાકે તૈયાર રહેવા કહ્યું હતું.

સુલેમાન શાહની ભૂમિકા પર શક

NIAને શક છે કે આ હુમલામાં લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા સુલેમાન શાહની ભૂમિકા રહી છે, જે આ પહેલા એક સુરંગ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 7 મજૂરોની હત્યામાં પણ સામેલ હતો.NIA હવે આ હુમલા પાછળ આતંકી નેટવર્ક, સ્થાનિક સહયોગીઓ અને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠનોની લિંકની તપાસ કરી રહ્યું છે. લશ્કર-એ-તૈયબા સાથે સંબંધની પહેલા જ પૃષ્ટી થઇ ચુકી છે.

Tags :
Advertisement

.

×