બાળકીનો હાથ સરકી ગયો, ભીડના કારણે બાળકી ધકેલાઈ ગઈ, લોખંડનો સળિયો માથામાં ઘુસી ગયો! દિલ્હી નાસભાગની દર્દનાક કહાની
- દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં સાત વર્ષની માસૂમ રિયાનું પણ મોત થયું
- લોખંડનો સળિયો તેના માથામાં ઘુસી ગયો હતો
- દર્દનાક દ્રશ્યને યાદ કરીને પિતા ભાવુક થયા
The painful story of the Delhi stampede : શનિવારે રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર થયેલી ભાગદોડમાં સાત વર્ષની માસૂમ રિયાનું પણ મોત થયું હતું. તે દર્દનાક દ્રશ્યને યાદ કરીને, તેના પિતા ભાવુક થઈ ગયા અને કહ્યું કે ભીડને કારણે, તેમની પુત્રીનો હાથ તેમના હાથમાંથી સરકી ગયો હતો. આ દરમિયાન, ભીડે તેને ધક્કો માર્યો, ત્યારબાદ લોખંડનો સળિયો તેના માથામાં ઘુસી ગયો હતો. બાળકીનું હોસ્પિટલમાં મૃત્યુ થયું.
નાસભાગમાં 18 લોકોના મોત
શનિવારે રાત્રે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોના મોત થયા હતા, જેમાં સાગરપુરની રહેવાસી 7 વર્ષની માસૂમ રિયાએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મૃત્યુના દર્દનાક દ્રશ્યને યાદ કરીને, તેમના પિતા ઓપિલ સિંહ ભાવુક થઈ ગયા અને ગૂંગળાતા અવાજમાં જણાવ્યું કે પ્લેટફોર્મ નંબર 14 પર કેવી રીતે ભાગદોડ મચી ગઈ હતી.
રિયા મૃત્યુ પછી આખો પરિવાર આઘાતમાં
તેમણે કહ્યું કે જ્યારે પ્લેટફોર્મ પર મોટી ભીડ એકઠી થઈ ગઈ અને નાસભાગ મચી ગઈ, ત્યારે તેઓ પ્રયાગરાજ જતી ટ્રેન છોડીને ઘરે પાછા ફરવા માટે પુલની સીડીઓ ચઢવા લાગ્યા. આ દરમિયાન સામેથી સેંકડો લોકો આવી રહ્યા હતા અને પોતાનો સામાન ફેંકીને ભાગી રહ્યા હતા. આ સમય દરમિયાન, તેમની પુત્રીનો હાથ તેમના હાથમાંથી સરકી ગયો હતો અને તે સીડીની બાજુમાં ખાલી જગ્યામાં જતી રહી, જ્યાં ભીડના દબાણને કારણે, લોખંડનો સળિયો તેના માથામાં ઘૂસી ગયો હતો. આ પછી, તેના પરિવારના સભ્યો બાળકીને હોસ્પિટલ લઈ જવા માટે અહીં-તહીં દોડતા રહ્યા પરંતુ તેમને કોઈ મદદ મળી નહીં. બાદમાં, અડધા કલાક પછી, તે કોઈક રીતે તેની પુત્રી રિયા સાથે હોસ્પિટલ પહોંચવામાં સફળ રહ્યો, જ્યાં તેણીનું મૃત્યુ થયું. તેમના પરિવારમાં તેમની પત્ની અને બે પુત્રીઓ હતી જેમાં રિયા નાની પુત્રી હતી. રિયા મૃત્યુ પછી આખો પરિવાર આઘાતમાં છે.
આ પણ વાંચો : દિલ્હીમાં ભાગદોડ બાદ પ્રયાગરાજથી પટના સુધી સ્ટેશનો પર ભારે ભીડ, ગુસ્સે ભરાયેલા મુસાફરોએ ટ્રેનની બારીઓ તોડી
મૃતક બાળકીના પિતાએ જણાવ્યું કે, જ્યારે સ્ટેશન પર ઘણી ભીડ હતી, ત્યારે અમે ઘરે પાછા આવવા માટે સીડીઓ ચઢવા લાગ્યા, હજુ તો અમે માત્ર 5 થી 6 સીડીઓ જ ચઢ્યા હતા અને ત્યાં તો તેના ઉપર હજારોની ભીડ વસ્તુઓ ફેંકતી આગળ વધી રહી હતી. મારી પુત્રી કિનારે થઈ ગઈ, જ્યાં ત્યાંથી નીકળેલો એક સળિયો તેના માથામાં ઘૂસી ગયો.
#WATCH | Stampede at New Delhi railway station | Mohammad Hashim, a porter (coolie) at the railway station and an eyewitness narrates the scenes he saw yesterday; gets emotional as he recounts how a 4-year-old girl, who he saved, was resuscitated.
"...We were working like any… pic.twitter.com/b5CF7uzun3
— ANI (@ANI) February 16, 2025
એક્શન કોના પર લેવાનુ ?
સરકારે મહાકુંભ માટે પ્રચાર તો ખુબ કર્યો, કરોડો લોકોના આવવાના સમાચાર પણ રોજે રોજ મળતા રહે છે. પરંતુ સરકાર સુરક્ષા વ્યવસ્થા કરવાનુ આ વખતે પણ ભુલી ગઈ. ગઈ કાલે દિલ્હી રેલ્વે સ્ટેશન પર જે ઘટના બની તે જોઈને કોઈના પણ રુવાંટા ઉભા થઈ જાય, પણ સરકારના પેટનુ પાણી નથી હલી રહ્યું. આ ઘટના કોઈ પણ કાળે ચલાવી લેવામાં આવે તેમ નથી. પણ અફસોસ કે આ ઘટના લોકો જલ્દી જ ભુલી જશે તે પણ સરકાર જાણે જ છે, તો પછી એક્શન કોના પર લેવાનુ ? રેલ્વે મંત્રી તો રિલ બનાવવામાં વ્યસ્ત છે. જેથી યાત્રીઓની માહિતી રેલ મંત્રીને ન હતી. જો રેલ મંત્રીમાં થોડી પણ શરમ બાકી રહી હોત તો તે રાજીનામુ આપી દેત. પણ એવુ થયુ નથી. રેલ મત્રી તો ઘટના છુપાવવામાં વ્યસ્ત જણાઈ રહ્યાં છે.
મહાકુંભમાં કેટલા લોકો આવ્યા ? કેટલાએ ડુબકી લગાવી ? આ બધુ મીડિયા બતાવી રહી છે પણ મહાકુંભમાં સરકારની અવ્યવસ્થાના ભોગે કેટલા લોકોના જીવ ગયા તે આંકડા હજુ સુધી સરકાર છુપાવી રહી છે. આખરે એટલુ કહી શકાય કે 7 વર્ષની માસૂમ રિયા પણ આ મહાકુંભમાં સરકારની અવ્યવસ્થાનો ભોગ બની છે.
આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર મિત્રતા… બે વાર બળાત્કાર, પોલીસે YouTuberની કરી ધરપકડ


