Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સમાજમાં મહિલાઓ પ્રત્યેની વિચારસરણી બદલવાની જરૂર....સુપ્રીમ કોર્ટે કહ્યું- તેમને મુક્ત છોડી દો

સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા માટે બહુપક્ષીય જાગૃતિ અભિયાનની જરૂરિયાત પર ભાર મૂક્યો. ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે પુરુષો ક્યારેય મહિલાઓની અસુરક્ષાને સમજી શકતા નથી
સમાજમાં મહિલાઓ પ્રત્યેની વિચારસરણી બદલવાની જરૂર    સુપ્રીમ કોર્ટે કહ્યું  તેમને મુક્ત છોડી દો
Advertisement
  • સુપ્રીમ કોર્ટે દેશમાં મહિલાઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી
  • જસ્ટિસ બી.વી.નાગરત્ના, જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું
  • 'મહિલાઓને મુક્તપણે જીવવા દો, તેમના પર નજર રાખવાની જરૂર નથી'

Supreme Court on Women Safety: સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા માટે બહુપક્ષીય જાગૃતિ અભિયાનની જરૂરિયાત પર ભાર મૂક્યો. ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે પુરુષો ક્યારેય મહિલાઓની અસુરક્ષાને સમજી શકતા નથી, પછી ભલે તે શહેરોમાં હોય કે ગ્રામીણ વિસ્તારોમાં. અમારો આગ્રહ છે કે મહિલાઓને મુક્ત છોડી દો.

સુપ્રીમ કોર્ટે મંગળવારે દેશમાં મહિલાઓની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી અને સમાજમાં મહિલાઓ પ્રત્યેની માનસિકતામાં બદલાવ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. જસ્ટિસ બી.વી. નાગરત્ન અને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્માની બેન્ચે કહ્યું કે મહિલાઓને સ્વતંત્ર રીતે જીવવા દો. અમારો આગ્રહ છે કે મહિલાઓને સ્વતંત્ર છોડી દો. તેમને આગળ વધવા દો.આ દેશની મહિલાઓ પણ એવુ જ ઈચ્છે છે.

Advertisement

મહિલાઓને સ્વતંત્ર છોડી દો

ખુબ જ શરમની વાત છે કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ શૌચાલયોનો અભાવ છે, જેથી મહિલાઓને ખુલ્લામાં શૌચ કરવા માટે મજબૂર બનવુ પડે છે તે અંગે બેન્ચે ચિંતા વ્યક્ત કરી. ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે ગામડાઓમાં, સ્વચ્છ ભારત અભિયાન છતાં, ઘણી જગ્યાએ હજુ પણ બાથરૂમ અને શૌચાલય નથી. મહિલાઓને તેમની જરૂરિયાતો માટે સાંજ સુધી રાહ જોવી પડે છે કારણ કે તેઓ દિવસ દરમિયાન ખુલ્લામાં બહાર જઈ શકતી નથી અને આપણે આવા કિસ્સાઓ ઘણા જોયા છે.

Advertisement

આ પણ વાંચો : Waqf Amendment Act : દેશમાં આજથી નવો વક્ફ કાયદો લાગૂ, કેન્દ્ર સરકારે જાહેર કર્યું નોટિફિકેશન

જસ્ટિસ નાગરત્ને શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે મહિલાઓની સુરક્ષા માટે બહુપક્ષીય જાગૃતિ અભિયાનની જરૂરિયાત પર ભાર મૂક્યો. ન્યાયાધીશ નાગરત્ને કહ્યું કે પુરુષો ક્યારેય મહિલાઓની અસુરક્ષાને સમજી શકતા નથી, પછી ભલે તે શહેરોમાં હોય કે ગ્રામીણ વિસ્તારોમાં. જ્યારે કોઈ સ્ત્રી શેરી, બસ કે રેલ્વે સ્ટેશને જાય છે, ત્યારે તે અસલામતી અનુભવતી હોય છે, જે તેની ઘરેલું, કામકાજ અને સામાજિક જવાબદારીઓ સિવાયની વ્યથા છે. આપણા દેશમાં દરેક નાગરિક સુરક્ષિત હોવો જોઈએ, પરંતુ આ વધારાનો બોજ મહિલાઓએ હંમેશા ઉઠાવવો પડે છે.

કેન્દ્રએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે અપડેટ આપ્યું

કેન્દ્ર સરકારે કોર્ટને જાણ કરી કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ઉપલબ્ધ છે, પરંતુ નૈતિક શિક્ષણ અને લિંગ સંવેદનશીલતા સંબંધિત વિગતવાર અભ્યાસક્રમ અને શિક્ષણશાસ્ત્રના મોડ્યુલો હજુ રજૂ કરવાના બાકી છે. આ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું કે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે અને આ મામલાને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખી શકાય નહીં.

કોર્ટે કેન્દ્રને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો

કોર્ટે કેન્દ્રને ત્રણ અઠવાડિયાનો સમય આપ્યો છે કે તેઓ એક વ્યાપક સોગંદનામું દાખલ કરે જેમાં જણાવવામાં આવે કે હાલમાં કયા મોડ્યુલ અમલમાં છે અને આગળ શું પગલાં લેવામાં આવશે. કોર્ટે કેસની આગામી સુનાવણી 6 મેના રોજ નક્કી કરી છે. સુપ્રીમ કોર્ટ એડવોકેટ એ.હર્ષદ પોંડા દ્વારા દાખલ કરાયેલી પીઆઈએલ પર સુનાવણી કરી રહી હતી, જેમાં મહિલાઓ વિરુદ્ધ વધતા ગુનાઓ, ખાસ કરીને જાતીય સતામણી અને બળાત્કારનો મુદ્દો મૂલ્ય-આધારિત શિક્ષણ અને જનજાગૃતિ પહેલના માધ્યમથી ઉઠાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : West Bengal violence: વક્ફ કાયદાના વિરોધમાં હિંસા ફાટી, વિરોધીઓએ કર્યો પથ્થરમારો

Tags :
Advertisement

.

×