Nimisha Priya Case : યમનમાં નિમિષાને ફાંસીથી બચાવવાનો હવે એક જ રસ્તો, કેન્દ્રનું સુપ્રીમ કોર્ટમાં નિવેદ
- કેરળની નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ ફાંસી અપાશે
- યમનના નાગરિકની હત્યાનો આરોપ છે
- ભારત સરકારે હાથ ઊંચા કરી લીધા છે.
Nimisha Priya Case: કેરળની નર્સ નિમિષા પ્રિયાને 16 જુલાઈએ યમનમાં ફાંસી આપવામાં આવી શકે છે. તેના પર યમનના નાગરિકની હત્યાનો આરોપ છે અને હવે આ કેસમાં ભારત સરકારે હાથ ઊંચા કરી લીધા છે. સોમવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પષ્ટ કર્યું કે તે આ કેસમાં આગળ કંઈ કરી શકે નહીં.
હવે વધુ દખલ કરવી શક્ય નથી
સરકાર વતી, એટર્ની જનરલ આર. વેંકટરામણીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, 'યમનની સંવેદનશીલ રાજકીય પરિસ્થિતિને જોતાં, આ રાજદ્વારી સીમાઓ સાથે સંબંધિત મામલો છે, જે કરી શકતા હતા એ કર્યું, પણ હવે વધુ દખલ કરવી શક્ય નથી. હવે એકમાત્ર રસ્તો બચ્યો છે કે પીડિત પરિવાર 'બ્લડ મની' સ્વીકારે.'
#WATCH | Delhi: On the case of Nimisha Priya, an Indian national facing the death penalty in a murder case in Yemen, Advocate Subhash Chandran KR says, "We extend our thanks to the Attorney General who appeared today before the Supreme Court and apprised the court regarding the… https://t.co/ydtkJ3FDlh pic.twitter.com/tjN5rLgDpl
— ANI (@ANI) July 14, 2025
આ પણ વાંચો -Breaking news: હરિયાણા-ગોવાને મળ્યા નવા રાજ્યપાલ, લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નરની પણ નિમણૂંક
'બ્લડ મની' શું છે?
ઇસ્લામિક કાયદા હેઠળ, 'બ્લડ મની' અથવા 'દિયા' એ ગુનેગાર દ્વારા પીડિતના પરિવારને ચૂકવવામાં આવતું નાણાકીય વળતર છે. આ સિસ્ટમ ઘણીવાર અજાણતાં હત્યા જેવા કિસ્સાઓમાં લાગુ પડે છે. જો પીડિતનો પરિવાર આ રકમ સ્વીકારે છે, તો તેઓ ગુનેગારને માફ કરી શકે છે અને મૃત્યુદંડ ટાળી શકાય છે. જો કે, આ સંપૂર્ણપણે પીડિતના પરિવારની ઇચ્છા પર આધાર રાખે છે અને સરકારની તેમાં કોઈ ભૂમિકા નથી.
આ પણ વાંચો -Jammu Kashmir ના મુખ્યમંત્રી દિવાલ કૂદીને શહીદ સ્થળ પર પહોંચ્યા, જુઓ Video
કોણ છે નિમિષા?
નિમિષા પ્રિયાનો જન્મ કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવારમાં થયો હતો. નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ તે વર્ષ 2008માં યમન ગઈ હતી. અહીં તે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.વર્ષ 2011 માં, તે ભારત પાછી ફરી અને કેરળના ઇડુક્કી શહેરના રહેવાસી ટોમી થોમસ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી બંને પતિ-પત્ની પાછા યમન ગયા અને યમનની રાજધાની સનામાં રહેવા લાગ્યા. ત્યાં તેણે એક દીકરીને જન્મ આપ્યો. વર્ષ 2015 માં, તેમની ઓછી આવકથી કંટાળીને, નિમિષા અને ટોમીએ પોતાનું ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું. યમનમાં વિદેશીઓને બિઝનેસ કરવાની મંજૂરી ન હોવાથી નિમિષાએ યમનના તેના સાથીદાર તલાલ અબ્દો મહેદી નામના વ્યક્તિ સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. સ્થાનિક લોકો ક્લિનિકમાં આવવા લાગ્યા. આ રીતે તેમનું ક્લિનિક શરૂ થયું.


