કેરળનું આ રિલ વિશ્વની સૌથી વધારે જોવાયેલી રિલ બની, ગિનીસ બુકે રેકોર્ડ નોંધ્યો
- કેરળના યુવાનની રિલ બની વિશ્વની સૌથી વધારે જોવાયેલી રિલ
- ખુબ જ સામન્ય લાગતી આ રિલ કરોડો લોકોને ખુબ જ પસંદ આવી
- ગિનીસ બુક દ્વારા યુવાનને વર્લ્ડ રેકોર્ડ બન્યાનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું
મુંબઇ : કેરળના યુવા ફુટબોલર મોહમ્મદ રિઝવાનની એક સામાન્ય રીલે ઇંસ્ટાગ્રામ પર 55 કરોડ કરતા પણ વધારે વ્યૂઝ બનાવીને ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ઝરણા પાસે ફુટબોલ કિકનો આ વીડિયો લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે?
રિઝવાન નામના વ્યક્તિનો બન્યો વર્લ્ડ રેકોર્ડ
Rizwan instagram reel guinness record 55 crore views : ફેસબુક ત્યાર બાદ ટ્વીટર અને હવે વ્હોટ્સએપ અને ઇંસ્ટાગ્રામ સોશિયલ મીડિયા રૂપ બદલીને લોકોને પોતાની તરફ ખેંચતું રહે છે. રીલ્સ માટે ઇન્ટરનેટ યુઝર્સ ખુબ જ ક્રેઝી હોય છે, ક્યારેક ક્યારેક ઉલ જુલુલ હરકતો કરીને પણ વ્યુ મેળવવા માટેના પ્રયાસો કરતા હોય છે. જો કે ક્યારે ક્યારેક સિંપલ જેવી લાગતી બાબતો પણ લોકોને ક્લિક કરતી હોય છે.
આ પણ વાંચો : Amreli: લેટરકાંડ મામલે અમરેલીના પૂર્વ સાંસદ વીરજી ઠુમ્મરે ભાજપના નેતાઓને લખ્યો પત્ર
એક્ટરો જે ના કરી શક્યા તે એક સામાન્ય રિલે કરી બતાવ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, નેચરલ બાબત હંમેશા દર્શકોને લોભાવે છે. એક્ટર કેટલો પણ પ્રયાસ કરે પરંતુ જ્યા સુધી નેચરલ એક્ટિંગ નથી કરતા તો દર્શક તેમની સાથે જોડાઇ નથી શકતા. કેટલાક એવા પણ એક રીલ દેખાયું જેમાં એકદમ સીધો સપાટ એક્ટ છે, તેમાં કઁઇ પણ બનાવટી નથી. હવે આ રિલ વિશ્વની સૌથી વધારે જોનારી રિલ બની ચુકી છે.
View this post on Instagram
દરેક દિવસે વધી રહ્યા છે રિઝવાનની રિલ્સના વ્યૂઝ
કેરળના રિઝવાને રિલ્સના વ્યૂઝમાં નવો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો છે. તેમની ખુબ જ સિંપલ સી દેખાનારી રીલે 55 કરોડ કરતા વધારે વ્યુઝ પ્રાપ્ત કર્યા છે. બીજી તરફ નેટીજન્સે આશા વ્યક્ત કરી છે કે, આ ક્લિપ જડપથી 600 મિલિયન વ્યૂઝ ક્રોસ કરી લેશે.
આ પણ વાંચો : Ahmedabad: પોલીસની PCR ગાડીમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવતા ચકચાર
ફુટબોલે લગાવી કિક અને ઉછળવા લાગ્યા વ્યૂ
મોહમ્મદ રિઝવાન ખુબ જ યંગ ફુટબોલ પ્લેયર છે, એક દિવસ તેઓ ઝરણા પાસે પિકનિક કરવા પહોંચ્યા, પોતાની સાથે પહેલો પ્રેમ ફુટબોલ પણ લઇ ગયા હતા, તેમણે ઝરણાની સામે એક ફ્રી કીક લગાવી હતી. ફુટબોલ ઉછળીને ઝરણા સાથે ટકરાઇને પથ્થરોમાં ફસાઇ ગઇ. રિઝવાનને રાહ હતી કે તેમની ફુટબોલ વહેતા પાણી સાથે અથડાને પથ્થરોમાં ફસાઇ ગઇ હતી. રિઝવાનને આશા હતી કે તેમનો બોલ વહીને પાછો આવશે. જો કે તેવું ન થયું. રીલ આમ તો કાંઇ ખાસ નથી. જો કે એકદમ નેચરલ રિલ છે. જે લોકોને ખુબ જ પસંદ આવી હતી. આ રિલને ટોટલ 55 કરોડ વ્યુઝ મળ્યા. જેના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા રિઝવાનને નવા રેકોર્ડનું સર્ટિફિકેટ પણ આપવામા આવ્યું છે.
રિઝવાને 2023 માં શેર કરી હતી રિલ
રિઝવારે 2023 નવેમ્બરમાં આ રીલ શેર કરી હતી. તે કેરલામકુંદ વોટરફોલની નજીક ફુટબોલને કિક મારતા દેખાઇ રહી છે. આ દરમિયાન તેના ફ્રેન્ડે રીલ શુટ કરી છે. જે હવે તો ખુબ જ વાયરલ થઇ રહી છે. વર્લ્ડ રેકોર્ડ નોંધાયા બાદ આ રીલના સમાચાર બન્યા હતા. જેના કારણે હવે લોકો શોધી શોધીને હવે આ રીલ જોઇ રહ્યા છે અને તેના કારણે રીલના વ્યૂઝમાં અચાનક વધારો થવા લાગ્યો છે.
આ પણ વાંચો : જો 2 MM ઘા ઉંડો હોત તો સૈફ અલી ખાન લકવો થઇ ગયો હોત, પગ થઇ જાત સુન્ન


